<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ધોરાજીમાં હિમાલય બારૈયાની હત્‍યા બાદ કોળી સમાજની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

૨૦૨૭ ની ચૂંટણીમાં કોળી સમાજ યુવાનની હત્‍યાનું બદલો લેશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ તા.ર૬ ધોરાજીમાં કોળી યુવાન હિમાલય બારૈયા ની હત્‍યા બાદ કોળી સમાજની વિશાળ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

સ્‍વર્ગસ્‍થ હિમાલય બારૈયાની  હત્‍યા માં ચાર શખ્‍સો સંડોવાયેલા હતા માત્ર બે ઉપર ગુનો નોંધીને ભાજપના બે યુવાનોને બચાવ્‍યા છે જયા સુધી ન્‍યાય નહીં મળે ત્‍યાં સુધી કોળી સમાજનું આંદોલન ચાલુ રાખશે.

ધોરાજીના જામકંડોરણા રોડ ગણેશ પરા પાસે  આંગડિયા પેઢીના  સંચાલકો દ્વારા પૈસાની ઉઘરાણી બાબતે નિર્દોષ યુવાનની હત્‍યા કરીને ચાર યુવાનો નાસી ગયા હતા. જે બાદ પોલીસે માત્ર બે  આંગડિયા પેઢીના  સંચાલકો ની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી પરંતુ આંગડિયા પેઢીના સાથે સંકળાયેલા ભાજપના બે આગેવાનોના પુત્ર અને હોદ્દેદાર ને છોડી મૂકતા તેમની સામે હત્‍યાનો ગુનો દાખલ નહીં કરતા અને રાજકીય દખલગીરી શરૂ થતા સમગ્ર ગુજરાતના કોળી સમાજમાં ભારે રોષ વ્‍યાપી ગયો હતો બાદ મળતક યુવાનના પરિવારને સાંત્‍વનતા આપવા માટે ગુજરાત ભરના કોળી સમાજની ઉપસ્‍થિતિમાં વિશાળ શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.

 આ સમયે શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત કોળી સમાજના યુવા સંગઠનના પ્રમુખ ચિરાગભાઈ ઝાલા એ આક્રોશ વ્‍યક્‍તિ કરતાં જણાવેલ

 સમગ્ર ગુજરાતમાં કોળી ઠાકોર સમાજનો દબદબો છે  અને ગુજરાત સરકારમાં સૌથી વધારે કોળી ઠાકોર સમાજ નું યોગદાન છે છતાં પણ આજે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ અત્‍યાચારનો ભોગ બની રહ્યા છે એટલું જ નહીં કોળી સમાજના યુવાનોની હત્‍યાઓ થઈ રહી છે છતાં પણ કોળી સમાજને ન્‍યાય મળતો નથી એક કહેવત છે કે જેનો રાજા સુખી એની પ્રજા સુખી પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે મત કોળી સમાજના મળ્‍યા છે છતાં પણ આજે કોળી સમાજને ન્‍યાય નથી મળતો તે ઘણી દુઃખની બાબત છે ત્‍યારે આજે ધોરાજીમાં પણ અમારા કોળી ઠાકોર સમાજના નવ યુવાન હિમાલય બારૈયા ની હત્‍યા કરવામાં આવી છે ત્‍યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજે આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે   હત્‍યા ની અંદર કુલ ચાર આરોપી સાંડોવાયેલા હતા પરંતુ પોલીસે ભાજપના અમુક નેતાઓના પ્રેશરથી માત્ર બે આરોપી સામે ગુનો નોંધીને બે આરોપીઓને છો ડી મૂકયા છે અને બંને આરોપીઓ જાહેરમાં ફરી રહ્યા છે જેની સામે અમારો વિરોધ છે જો સરકાર તાત્‍કાલિક આ બાબતે ન્‍યાય નહીં આપે તો અમો ધોરાજીમાં આગામી દિવસોમાં દોઢથી બે લાખ કોળી સમાજને ભેગા કરીશું અને જન આક્રોશ સાથે સંમેલન યોજી સરકાર સામે બાયો ચડાવશું

એટલું જ નહીં આવનારી ૨૦૨૭ ની ચૂંટણીમાં પણ  ધોરાજી વિધાનસભામાં કોળી સમાજની તાકાત મોટી છે ત્‍યારે અમારા યુવાનની હત્‍યા કરવામાં આવી છે તેને જો ન્‍યાય નહીં મળે તો ૨૦૨૭ ની ચૂંટણીમાં અમો જવાબ આપીશું.

આ સમયે મળતક હિમાલય બારૈયા ના માતળશ્રી એ શ્રદ્ધાંજલિ સભામાં રડતા રડતા પોતાની વેદના વ્‍યક્‍ત કરતા જણાવેલ કે આજે અમારા પુત્રની હત્‍યા કરવામાં આવી છે તેમાં ચાર આરોપીઓ હતા છતાં પોલીસે માત્ર બે આરોપી સામે ગુનો નોંધીને બેને જવા દીધા છે ત્‍યારે ધોરાજીમાં ખૂનની નદી વહાવીને પોલીસે છાવરીયા છે તે ખૂબ જ ખોટું કર્યું છે એનો બદલા નો ભોગ બનવું પડશે તેવા આક્ષેપો કર્યા હતા.

જ્‍યારે અન્‍ય આગેવાનોએ શ્રદ્ધાંજલિ સભામાં પોતાનો આક્રોશ વ્‍યક્‍ત કરતા જણાવેલ કે ભાજપના કાર્યકર હોવાના કારણે રાજકીય ઈશારે  પોલીસે બે હુમલાખોરોને છાવર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો

મળતક યુવાનના પરિવારજનોએ ભારે  હૈયે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્‍યા હતા. પરિવારનો દાવો છે કે સીસીટીવી ફૂટેજમાં ૪ હત્‍યારાઓ સ્‍પષ્ટપણે  નજરે પડે છે, તેમ છતા  બે નામ કેમ દાખલ  કર્યા? જ્‍યારે કોળી સમાજના આગેવાનોએ ની સત્તાધારી પક્ષ અને પોલીસ તંત્ર પર સીધો પ્રહાર કર્યો હતો.

(11:56 AM IST)