<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કૃષ્‍ણનગરમાં છગનભાઇ પીપળવાનો પેટની બિમારીથી કંટાળી આપઘાત

૬૩ વર્ષના વૃધ્‍ધે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ તા. ૨૬: આઘપાતનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં નાના મવા રોડ લક્ષ્મીનગર નજીક જીઇબી કચેરી નજીક કૃષ્‍ણનગરમાં રહેતાં વૃધ્‍ધે ગળાફાંસો ખાઇ દુનિયા છોડી દીધી છે.

જાણવા મળ્‍યા મુજબ લક્ષ્મીનગર રોડ જીઇબી કચેરી નજીક કૃષ્‍ણનગર-૨માં રહેતાં છગનભાઇ લાલજીભાઇ પીપળવા (ઉ.વ.૬૩) નામના વૃધ્‍ધે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગરના હર્ષદભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. પેટની બિમારીથી કંટાળીને આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

(3:16 PM IST)