<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

નરેન્‍દ્રભાઈ મોદીને મળેલા વિશ્વના ૩૧ ‘સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન'

ભારતની વધતી વૈશ્વિક શક્‍તિ, આર્થિક વિકાસ અને મજબૂત નેતૃત્‍વની સાબિતી અમેરિકા, રશિયા , ફ્રાંસ, સાઉદ અરેબીયા, યુનાઈટેડ આરબ અમીરાત સહિત ના ૩૧ વિવિધ દેશોએ આપ્‍યું સર્વોચ્‍ચ સન્‍માન ૧૪૦ કરોડ ભારતીયોનું ગૌરવ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ શ્રી નરેન્‍દ્રભાઈ મોદી  ભારતના એવા વડાપ્રધાન બન્‍યા છે જેમને વિશ્વના વિવિધ દેશો દ્વારા સૌથી વધુ ‘‘સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન'' પ્રાપ્ત થયા છે, તેઓ વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાન બન્‍યા પછી થી અત્‍યાર સુધીમાં તેમને વિશ્વના ૩૧ દેશો દ્વારા ઉચ્‍ચ નાગરિક સન્‍માન, રાજકીય મેડલ અને વૈશ્વિક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.

આ તમામ સન્‍માનો ભારતની વધતી વૈશ્વિક શક્‍તિ, મજબૂત કૂટનીતિ, આર્થિક વિકાસ, આતંકવાદ વિરોધી નીતિ અને માનવતાવાદી નેતૃત્‍વની આંતરરાષ્ટ્રીય સ્‍વીકૃતિ દર્શાવે છે, આવો આપણે મોદી જી ને મળેલા તમામ સન્‍માન વિશે જોઈએ...

શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી ને સૌપ્રથમ વર્ષ ૨૦૧૬ માં સાઉદી અરેબિયા એ તેમને ‘‘ઓર્ડર ઓફ કિગ અબ્‍દુલઅઝીઝ'' એનાયત કર્યો, જે તે દેશનું સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન માનવામાં આવે છે, આ સન્‍માન ભારત અને સાઉદી અરેબિયા વચ્‍ચે ઊર્જા, વેપાર અને સુરક્ષા સંબંધ મજબૂત કરવા બદલ આપવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ અફઘાનિસ્‍તાન એ ‘‘સ્‍ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્‍લાહ ખાન'' આપી ભારત દ્વારા અફઘાનિસ્‍તાન માં કરાયેલા વિકાસ કાર્યોને માન્‍યતા આપી.

આગળ વર્ષ ૨૦૧૮ માં પેલેસ્‍ટાઇન એ તેમને ‘‘ગ્રાન્‍ડ કોલર ઓફ ધ સ્‍ટેટ ઓફ પેલેસ્‍ટાઇન'' એનાયત કર્યો, આ પેલેસ્‍ટાઇન નું સૌથી મોટું વિદેશી સન્‍માન છે, ભારત અને પેલેસ્‍ટાઇન વચ્‍ચેના ઐતિહાસિક મિત્રતા સંબંધો માટે આ એવોર્ડ આપવામાં આવ્‍યો હતો.

જો કે વર્ષ ૨૦૧૯ મોદીજી માટે આંતરરાષ્ટ્રીય સન્‍માનો ની દ્રષ્ટિએ ખૂબ મહત્‍વપૂર્ણ રહ્યું& માલદીવ્‍સ એ ‘‘ઓર્ડર ઓફ નિશાન ઇઝ્‍ઝુદ્દીન'' આપી ભારત-માલદીવ્‍સ સુરક્ષા સહકારને માન્‍યતા આપી.

યુનાઇટેડ અરબ અમીરાત એ ‘‘ઓર્ડર ઓફ ઝાયેદ'' એનાયત કર્યો, જે શ્‍ખ્‍ચ્‍નું સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન છે.

આ ઉપરાંત બહેરિન એ ‘‘કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંસ'' આપી ભારત સાથેના મજબૂત રાજકીય અને આર્થિક સંબંધોને સન્‍માનિત કર્યા.

આ જે વર્ષે રશિયા તરફથી ‘‘ઓર્ડર ઓફ સેન્‍ટ એન્‍ડ્‍ર્‌યુ ધ એપોસ્‍ટલ'' ની જાહેરાત થઈ હતી, સાથે સાથે Bill & Melinda Gates Foundation દ્વારા ‘‘ગ્‍લોબલ ગોલકીપર એવોર્ડ'' પણ આપવામાં આવ્‍યો, જે ‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન'' માટે મળ્‍યો હતો.

આગળ વર્ષ ૨૦૨૦ માં અમેરિકા એ તેમને ‘‘લેજિયન ઓફ મેરિટ'' એવોર્ડ આપ્‍યો,આ અમેરિકાનું પ્રતિષ્ઠિત સૈનિક  સન્‍માન છે, ઈન્‍ડો પેસેફિક  ક્ષેત્ર માં ભારત-અમેરિકા વ્‍યૂહાત્‍મક સહકાર મજબૂત બનાવવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્‍યો હતો.

ત્‍યાર બાદ વર્ષ ૨૦૨૧ માં ભૂટાન એ ‘‘ઓર્ડર ઓફ ધ દ્રુક ગ્‍યાલ્‍પો'' એનાયત કર્યો, આ ભૂટાન નું સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન છે અને વિદેશી નેતાને મળવું અત્‍યંત દુર્લભ માનવામાં આવે છે, ભારત-ભૂટાન મિત્રતા અને વિકાસ સહકાર માટે આ સન્‍માન આપવામાં આવ્‍યું હતું.

નરેન્‍દ્રભાઇ વિશ્વ ના અન્‍ય દેશો સાથે સંબંધ, વ્‍યાપાર અને મિત્રતા માટે અનેક દેશો ની મુલાકાત લેતા રહ્યા, અને વિવિધ દેશો તેમને સન્‍માન આપતા ગયા,વર્ષ ૨૦૨૩ દરમિયાન અનેક દેશોએ મોદીજી ને પોતાના સર્વોચ્‍ચ સન્‍માનો આપ્‍યા& ફીજી એ ‘‘કમ્‍પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી'', પાપુઆ ન્‍યૂ ગિની એ ‘‘ઓર્ડર ઓફ લોગોહુ'', અને પલાઉ એ ‘‘એબાકલ એવોર્ડ'' એનાયત કર્યો& ફ્રાન્‍સ એ વિશ્વપ્રસિદ્ધ ‘‘ગ્રાન્‍ડ ક્રોસ ઓફ ધ લેજિયન ઓફ ઑનર'' આપ્‍યો, જે ફ્રાન્‍સનું સર્વોચ્‍ચ સન્‍માન છે& ઉપરાંત ગ્રીસ એ ‘‘ગ્રાન્‍ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઑનર'' આપી ભારત-ગ્રીસ સંબંધોને વધુ મજબૂત બનાવ્‍યા.

જ્‍યારે વર્ષ ૨૦૨૪ માં વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ ને ડોમિનિકા એ ‘‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઑનર'', નાઇજીરિયા એ ‘‘ગ્રાન્‍ડ કમાન્‍ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર'', બાર્બાડોસ એ ‘‘ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ'', ગયાના એ ‘‘ઓર્ડર ઓફ એક્‍સેલન્‍સ'', અને કુવૈત એ ‘‘ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'' આપી સન્‍માનિત કર્યા.

ત્‍યાર બાદ વર્ષ ૨૦૨૫ માં પણ આ સિલસિલો  આગળ વધતો ગયો,શ્રીલંકા એ ‘‘શ્રીલંકા મિત્ર વિભૂષણ'', મોરિશિયસ એ ‘‘ગ્રાન્‍ડ કમાન્‍ડર ઓફ ધ સ્‍ટાર એન્‍ડ કી ઓફ ધ ઇન્‍ડિયન ઓશન'', ટ્રિનિડાડ એન્‍ડ ટોબેગો એ ‘‘ઓર્ડર ઓફ ધ રિપબ્‍લિક ઓફ ટ્રિનિડાડ એન્‍ડ ટોબેગો'', ઘાના એ ‘‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્‍ટાર ઓફ ઘાના'', સાયપ્રસ એ વિશેષ રાજ્‍ય સન્‍માન, બ્રાઝિલ એ ‘‘ગ્રાન્‍ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'', નામીબિયા એ ‘‘ઓર્ડર ઓફ ધ મોસ્‍ટ એન્‍શિયન્‍ટ વેલવિચિયા મિરાબિલિસ'', ઇથિઓપિયા એ ‘‘ગ્રેટ ઑનર નિશાન'', અને ઓમાન એ ‘‘ઓર્ડર ઓફ ઓમાન'' એનાયત કર્યો. અને હાલ ચાલુ વર્ષે માં એટલે કે વર્ષ ૨૦૨૬ માં અત્‍યાર સુધીમાં મળેલ સન્‍માન ને જોઈએ તો  ઇઝરાયેલ તરફથી ‘‘સ્‍પેશિયલ ઓર્ડર ઓફ સ્‍ટેટ મેડલ'' પ્રકારના સન્‍માનની ચર્ચા આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં થઈ રહી છે, અને સ્‍વીડન તરફ થી રોયલ ઓર્ડર ઓફ પોલર સ્‍ટાર કમાન્‍ડર ગ્રાન્‍ડ કોસ મળેલ છે. આ તમામ સન્‍માનો દર્શાવે છે કે  નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ દરમિયાન ભારતનું વૈશ્વિક પ્રભાવ, રાજકીય મહત્‍વ અને આંતરરાષ્ટ્રીય માન-સન્‍માન સતત વધ્‍યું છે.

આજે તેઓ વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય નાગરિક સન્‍માન મેળવનારા લોકપ્રિય નેતાઓમાં સ્‍થાન ધરાવે છે.

(12:18 PM IST)