<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કેદારનાથ રોજના ૨૦ ટકા પ્રવાસીઓ દર્શન કર્યા વિના પરત જાય છે

ચારધામમાં જબરદસ્‍ત ધસારો, ક્ષમતા કરતાં ત્રણ ગણી ભીડ : ભોજન, શૌચાલયની તકલીફો વચ્‍ચે હજ્‍જારો મુસાફરોની હાલાકી બદ્રીનાથ ખાતે દર્શન માટે પાંચ કિલોમીટર લાંબી લાઈનો

કેદારનાથઃ ૧૯મી તારીખથી ચારધામમાં ભાવિ ભક્‍તોનો ધસારો એટલો વધી ગયો છે કે સ્‍થાનિક તંત્ર આ ભીડ અને ગેરવ્‍યવસ્‍થા સામે પાંગળુ સાબિત થયું છે. ક્ષમતા કરતાં ત્રણ ગણા શ્રદ્ધાળુઓ ઉમટતા શૌચાલય, સૂવાની અને જમવાની પારાવાર તકલીફો સાથે અસંખ્‍ય યાત્રાળુઓ શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે.

આ અંગે અક્ષય ગાંધીએ જણાવ્‍યું હતું કે જો કોઈ આગામી દસ દિવસ દરમ્‍યાન ચારધામની યાત્રાનું આયોજન કરતા હોય તો તેમણે આ તમામ તકલીફોને ધ્‍યાનમાં રાખીને આવવું જોઈએ. બદ્રિનાથ ખાતે સવારે નવ વાગ્‍યે લાઈનમાં ઊભા રહેનારને રાતના પોણા છ વાગે થોડી ક્ષણો માટે દર્શનનો લાભ મળ્‍યો હતો. બદ્રિનાથ ખાતે પાંચ કિલોમીટરની દર્શનની લાંબી લાઈનો છે. ગુજરાતથી ગયેલા સોલંકી ખોડાજી અગિયાર વાગ્‍યે બદ્રિનાથ લાઈનમાં ઊભા હતા ત્‍યારે રાત્રે નવ વાગ્‍યે દર્શનનો વારો આવ્‍યો હતો.

હાલમાં ગંગોત્રીથી ઉત્તર કાશીનો રસ્‍તો પણ સતત ટ્રાફિકથી ભરેલો છે. કેદારનાથના રસ્‍તે પણ વધુ પડતી ભીડને કારણે દિવસ-રાત મારા મારીના દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે. આવી સ્‍થિતિમાં પણ કેટલાંક સ્‍થાનિક સેટિગ કરનારાની મદદથી ઘણાં વીઆઈપીઓ પૈસાના જોરે પોતાની રીતે દર્શનની વ્‍યવસ્‍થાઓ કરતાં જોવા મળ્‍યા છે.

હરિદ્વાર અને દિલ્‍હીથી બસમાં નીકળેલા અનેક પ્રવાસીઓએ જણાવ્‍યું હતું કે સમગ્ર પ્રવાસ દરમ્‍યાન ભીડને કારણે પારાવાર મુશ્‍કેલીઓ આવી રહી છે. જો કે પરત આવી રહેલા અસંખ્‍ય પ્રવાસીઓ દ્વારા આપવામાં આવતી વ્‍યવસ્‍થા સંબંધિત પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. જે મુશ્‍કેલીઓને અવગણીને હજુ પણ અનેક ! આ વિસ્‍તારમાં જોખમી સાબિત થઈ રહ્યો છે. બીજી તરફ હિમાલય ક્ષેત્રમાં પ્રિ મોનસૂન એક્‍ટિવિટીને કારણે પણ લેન્‍ડ સ્‍લાઈડ અને હિમપ્રપાતની છૂટક ઘટનાઓ બની રહી છે. હજ્‍જારોની ભીડ સામે સ્‍થાનિક તંત્ર પણ પાંગળુ સાબિત થયું છે. પ્રવાસીઓના મતે શૌચાલય અને પાણીની તકલીફો, ભોજનની ગુણવત્તામાં સમાધાન અને અવ્‍યવસ્‍થિત શિડ્‍યૂલનો ભોગ બનાવાને કારણે અસંખ્‍ય પ્રવાસીઓની હાલાકીમાં વધારો થયો છે.

(10:25 AM IST)