<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઈરાનને પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવાની પ્રમુખ ટ્રમ્પની આકરી ચેતવણી વચ્ચે જ અમેરિકન જહાજો પર ઈરાનનો હુમલો : ઈઝરાયેલી સેના પણ મહત્તમ એલર્ટ પર : મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગઈ : સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાને આ હુમલો કરીને તેના ઇતિહાસની સૌથી મોટી ભૂલ કરી છે: ઈરાનની સેનાએ આ હુમલા દ્વારા અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ વાટાઘાટોમાં માનતા નથી અને અમેરિકાની શરતો સ્વીકારવા બિલકુલ તૈયાર નથી : મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાનના હુમલા બાદ બહેરીનમાં રાષ્ટ્રીય કટોકટી : ઓમાનમાં ઈમારત પર હુમલો થતાં બે કામદારો ઘાયલ : તો યુએઈ પણ વળતો જડબાતોડ જવાબ આપવા તૈયાર10:49 PM IST

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્‍ડિયાની ‘અંડરવોટર આર્કિયોલોજી વિંગ'ની ઐતિહાસિક સફળતા : ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિઃ બેટ દ્વારકા તથા અરબી સમુદ્રમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા હાથ ધરાયેલ અંડરવોટર ઉત્‍ખનન કાર્ય પૂર્ણઃ પ્રાચીન દ્વારકાની ભવ્‍યતા અને સુવર્ણ ગાથાના મળ્‍યા સચોટ અને અકાટય પુરાવાઓ રોમન સામ્રાજ્‍ય સાથેના વિદેશી વેપાર અને ‘આદ્ય-ઐતિહાસિક' કાળની માનવ વસાહતોના રહસ્‍યો ખૂલ્‍યાઃ ૨૦ જેટલી ટ્રેન્‍ચના જમીની અને દરિયાઈ ખોદકામમાં વિશાળ માળખાકીય બાંધકામો, અભેદ્ય સુરક્ષા દીવાલો, રોમન સિક્કાઓ, મણકા અને લોખંડ-તાંબુ ગાળવાની ભઠ્ઠીઓના આヘર્યજનક અવશેષો પ્રાપ્ત11:20 AM IST

વર્ષો જૂનો ચીમનભાઈ શુક્‍લ પરિવાર સાથેનો નાતો અને સ્‍વ. મધુબેનનો આવકાર હંમેશા યાદ રહેશેઃ શંકરસિંહજી વાઘેલા : મધુબેન એ વર્ષો સુધી મનોહરસિંહજી જાડેજાને રાખડી બાંધી તંદુરસ્‍ત લોકશાહીનું ઉદાહરણ પુરૂ પાડ્‍યું છેઃ માંધાતાસિંહજી જાડેજા : પ્રત્‍યેક સંતાનોની પ્રગતિમાં માતાનું યોગદાન મહત્‍વનું હોય છે, મધુકાકી વાત્‍સલ્‍યની મૂર્તિ હતા : અનિરુદ્ધ દવે : વર્ષાે પહેલા કોઈ સગવડતા ન હતી ત્‍યારે સ્‍વ.મધુકાકીના હાથના રોટલા ખાઈ જાહેર જીવન ક્ષેત્રે અનેક લોકો આગળ વધ્‍યા છે : પરસોતમભાઈ રૂપાલા : સ્‍વ. ચીમનભાઈ શુક્‍લની રાજકીય પ્રગતિમાં સ્‍વ. મધુબેનનો સિંહફાળો રહ્યો છેઃ વજુભાઈ વાળા 2:38 PM IST

કેશોદમાં ‘સત્તાનું સુકાન' સંભાળવાની રાહમા પ્રતિનિધિઓઃ પ્રમુખ પદ માટે બક્ષીપંચ સ્‍ત્રી આરક્ષિત : ‘સત્તાની ખુરસી' માત્ર હાથ વેંત દૂર !: જન આદેશ તો થઈ ચૂકયો, નવી ટીમના નામ ગેઝેટમાંથી પસાર થયા બાદ જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રીના આદેશની પ્રતીક્ષા... : ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયામાં સ્‍થાનિક શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરાણીયા એ કહ્યું, અમારો ટાર્ગેટ ૩૩ નહીં પણ ૩૬ બેઠકનો હતો, અમારી હજુ કયાંક ચૂંક રહી ગઈ !: કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણીએ જણાવ્‍યું અમારા ઉમેદવારો ના મતો નું વિભાજન થતાં ભાજપને લાભ મળ્‍યોઃ આપના પ્રમુખ રાકેશ વણપરીયા એ કહ્યું કે, પાલિકામાં હાર ચોક્કસ થઈ પણ તાલુકા પંચાયતમાં એક બેઠક મળતા આ સાથે કેશોદ વિસ્‍તારમાં કાયમ માટે આપનો ઉદય થઈ ચૂકયો છે!1:06 PM IST