News of Monday, 4th May 2026
ગોસાબારા હથિયાર લેન્ડીંગના કેસમાં ૧ર આરોપીઓને જુદી-જુદી કલમો હેઠળ પાંચથી સાત વર્ષની સજા
બાબરી ધ્વંશનો બદલો લેવા દાઉદ ઇબ્રાહીમની દુબઇ-પાકિસ્તાનની ગેંગ દ્વારા દેશમાં આંતક ફેલાવવા અંગે કેસના પુરાવા દરમ્યાન પાકિસ્તાની મરીન અધિકારી-સેનાના અધિકારીના નામો ખુલેલા દુબઇમાં કાવત્રુ ઘડાયેલ અને પાકિસ્તાનની મદદથી હથિયારો ભારતમાં મોકલવામાં આવેલ કાયદાની આંટીઘૂંટી વાળા આ કેસમાં સ્પે.પી.પી. તરીકે તુષાર ગોકાણીની સ્પે. પી.પી. તરીકે નિમણુંક થયેલ હતી દસ આરોપીઓને જુદી જુદી કલમ હેઠળ ૫ વર્ષની અને બે આરોપીઓને ૭ વર્ષની સજા

રાજકોટ, તા. ૪: ૧૯૯ર માં બાબારી મસ્જીદ ધ્વંશ થયા બાદ ૧૯૯૩ માં સમગ્ર દેશભરમાં આતંક ફેલાવવાના ઇરાદે દુબઇ સ્થિત દાઉદ ઇબ્રાહિમની ગેંગ દ્વારા પાકિસ્તાનની સૈનાનાં અધિકારીઓ અને પાકિસ્તાની મરીન ખાતાના અધિકારીઓ દ્વારા જામનગરના સલાયા બંદર થઇને પોરબંદરના ગોસાબારા બંદર ખાતે મોટી સંખ્યામાં હથિયારો-આર.ડી. એકસ સપ્લાઇ કરવાના ચકચારી કેસમાં જામનગરની ટાડા કોર્ટના જજશ્રી આર.પી. મોગેરાએ કુલ ૧ર આરોપીઓને અલગ-અલગ કલમો હેઠળ પાંચથી સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે અને ૧૭ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવેલ છે.
આ કેસમાં અલગ-અલગ સમયે કુલ ૬૧ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. જે પૈકીના અમુક આરોપીઓ કેસ ચાલતા દરમ્યાન મરણ જતાં તેઓને કેસમાંથી એબેટ કરવામાં આવેલા કેટલાક આરોપીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. કુલ ૧ર આરોપીઓને આજે જામનગર ટાડા કોર્ટે દોષિત ઠેરવ્યા હતાં, ૧૭ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકયા હતા. જયારે પાકિસ્તાની સ્થિત દાઉદ ઇબ્રાહિમ સહિતના ૧પ આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.
આ ચકચારી કેસની વિગત મુજબ જામનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.રજી. નં. ૧૫૧/૯૩, ટાડા એકટ કલમ-૩, ૪, ૫, ઈ.પી.કો. કલમ-૧૨૦ બી, ૧૨૧, ૧૨૧ (ક), ૧૨૨, ૧૫૩, ૧૫૩ (ક) (ખ) (ગ), ૩૪, તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧-એ), ૨૫ (૧-એએ), ૨૫ (૧) (ક) (ગ) (છ), તથા એકસ્પલોઝીવ એકટ કલમ ૯બી, તથા એકસપ્લોઝીવ સબસ્ટન્સીઝ એકટ કલમ-૩, ૪, ૫, ૬, મુજબનો ગુનો ગઈ તા. ૧૫/૭/૯૩ ના રોજ જે તે વખતે શ્રી સરકાર તરફે શ્રી ડી.જી.વાઘેલા પોલીસ ઈન્સ્પેકટર એલ.આઈ.બી. જામનગરનાઓએ આરોપી (૧) દાઉદ ઈબ્રાહીમ (૨) મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠ (૩) મંમુમીયા પંજુમીયા (૪) ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા (૫) મામદ અલીમામદ ઉર્ફે મમદુ (૬) હાઉન આમદ સંઘાર વાઘેર (૭) મહમદ કાલીયો (૮) યુનુસ ઉર્ફે જુનુસ ઉર્ફે લોટો સ/ઓફ હસન મર રાઠોડ (૯) જુનુસ ચીકના (૧૦) અનવર ખાંભાનાઓ સહીતના અન્ય તપાસમાં નીકળે તે તમામ ઇસમો વિરૂધ્ધ ઉપર મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.
આ ફરીયાદ મુજબ ફરીયાદીને બાતમીદારોથી જાણવા મળેલ ૬ ડીસેમ્બર ૧૯૯૨ ના રોજ બાબરી ધ્વંસ પછી ભારતમાં સરકાર વિરૂધ્ધ કાવત્રુ કરી કોમી રમખાણોમાં ઉપયોગ કરવા તેમજ દેશમાં આંતક મચાવવાના હેતુથી ભારતમાં ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થે ઘુસાડી અને અરાજકતા તથા ભાંગફોડ કરવા માટે દુબઈ સ્થિત દાઉદ ઈબ્રાહીમ, મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠ વિગેરેનાઓ સાથે મળી બીજા માણસોની સાથે વિસ્ફોટક પદાર્થો તથા હેન્ડ ગ્રેનેડ બોમ્બ તથા ઘાતક હથીયારનો જથ્થો ભારતમાં ઘુસાડવા માટે જામનગરના બેડી ગામમાં રહેતા હારૂન આદમ સંઘાર તથા કચ્છના સલાયા માંડવી ખાતે રહેતા ઓસમાણ ઉમર કારેજા અને મામદ અલીમામદ ઉર્ફે મમદ્ સાથે દરીયાઈ રસ્તે આ જથ્થો ભારતમાં ઘુસાડેલ જેની તપાસ દરમ્યાન હકીકત જણાયેલ કે, સને-૧૯૯૩ માં શરૂઆતમાં સમયમાં ઓસમાણ ઉમર કારેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારૂન આદમ સંઘાર દુબઈમાં હતા ત્યારે તેના શેઠ મુસ્તુફા આમદ ઉંમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠએ આ લોકોને બોલાવી તેની મદદમાં બીજા ચાર માણસો સદા અલ બહાર નામની આરોપી મુસ્તુફા મજનુની માલીકીની લોંચ લઈ કરાંચી તરફ જવા અને કરાંચી નજીક દરીયામાં જઈ સેટેલાઈટ ટેલીફોનથી કોન્ટેક કરવા સુચના આપેલી જે મુજબ સદા અલ બહાર લોંચ લઈને ઉપરોકત ઈસમો કરાંચી નજીક પહોંચેલા જેમાં ઓસમાણ ઉમર કારેજા માલમ એટલે કે કેપ્ટન હતો. આ લોંચમાં સંદેશા વ્યવહારના આધુનીક સાધનો ફીટ કરેલા હતા અને તેઓ પાકીસ્તાનના મરીન સીકયુરીટી એજન્સીની બોટ તેઓ પાસે આવેલી આ બોટમાં ૧૫ થી ૨૦ માણસો હતા તે બોટમાંથી સ્ફોટક પદાર્થ, કાળો પાવડર, આર.ડી.એસ., ૧૫૦ જેટલા હથીયારો તથા હેન્ડ ગ્રેનેડ તથા બોમ્બ તેમજ રાઈફલો હતી. જે મુદામાલ આ સદા અલ બહાર લોંચમાં ચડાવવામાં આવેલ અને ત્યારબાદ સેટેલાઈટ ટેલીફોન ઉપર મુસ્તુફા મજનુ શેઠ એ મધ દરીયામાં જવાની અને બીજા આદેશની રાહ જોવાની સુચના આપતા મધ દરીયે જ ૪૮ કલાક રોકાયેલ ત્યારબાદ મુસ્તુફા મજનુ શેઠની અન્ય બે લોંચ (બોટ) એક બિસ્મીલાહ જેનો કેપ્ટન જુનુસ ચીકનો રે. કરાંચી તથા બીજી લોંચ મારવાન જેનો કેપ્ટન અનવર સાંભા રે. કરાંચીવાળા હતા. તે બંને લોંચ સદા અલ બહાર પાસે આવતા મુસ્તુફા મજનુ શેઠે સુચના આપેલ કે હથીયારો, દારૂગોળો, તથા સ્ફોટક પદાર્થ, અને હેન્ડ ગ્રેનેડ, નો અડધો જથ્થો સદા અલ બહાર માંથી બિસ્મીલાહ લોંચમાં મુકી દેવાની સુચના આપતા આ લોંચમાં ચડાવવામાં આવેલ અને આ બંને લોંચો ભારતની દક્ષિણ તરફ સંભવિત મહારાષ્ટ્ર તરફ ગયેલ અને ત્યારબાદ આરોપી મુસ્તુફા મજનુ શેઠની સુચનાથી ઓસમાણ ઉમર કારેજા આ સદા અલ બહાર લોંચમાં અડધો જથ્થો સ્ફોટક પદાર્થનો તથા હથીયારો, દારૂગોળો વિગેરેનો હોય તે લોંચ પોરબંદર વેરાવળ દરીયા કિનારા નજીક પહોચ્યા બાદ વાયરલેસ સેટ ઉપર મહમદ કાસમ લાજપોરીયા તથા જુનુસ ઉર્ફે લોટો સ/ઓફ હસન રાઠોડવાળાને સંપર્ક કરી અને રસ્તો કલીયર હોવાનો સંદેશો મળતા મધદરીયેથી સદા અલ બહાર લોંચ કિનારા નજીક લંગારેલ અને ત્યાં મહમદ કાલીયો, જુનુસ લોટો તથા મંમુમીયા પંજુમીયા તથા બીજા અન્ય માણસો હોડકામાં આ લોંચ પાસે આવેલા અને ગોસાબારાના પુલ નજીક હથીયારો તથા વિસ્ફોટક પદાર્થોનું લેન્ડીંગ કરેલું. આ લોંચમાંથી હથીયારો, સ્ફોટક પદાર્થનો જથ્થો હોડકામાં લઈ દરીયા કાંઠે આવી ટ્રક મારફતે આ જથ્થો સુરત, વલસાડ, ઉતર પ્રદેશ વિગેરે તરફ લઈ જવામાં આવેલ. સદા અલ બહાર જથ્થો ખાલી કરી દુબઈ જતી રહેલ હતી. ત્યાં ગયા બાદ ઉપરોકત બેડી (જામનગર) તથા માંડવી (સલાયા) ના કેપ્ટન તથા ખલાસીઓને મુસ્તુફા મજનુ શેઠે છુટા કરેલ અને વતનમાં દુબઈથી મોકલી આપેલા. તેમજ વતનમાં છુપાઈ જવાની સુચના કરેલી હતી. જે આરોપીઓ પકડાઈ જતા ઉપરોકત સ્ફોટક હકીકત બહાર આવતા આવેલ.
આ ગુનાની તપાસ સને-૧૯૯૩થી સને-૨૦૧૮ સુધી કરી આ ગુનામાં ઉતરોતર કડીઓ મળતા તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં કુલ ૪૬ આરોપીઓને પકડવામાં આવેલા અને હાલ દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ, અનિશ ઈબ્રાહીમ સહીતના ૧૫ આરોપીઓ પાકિસ્તાન અને દુબઈ જેવા દેશોમાં ભાગી ગયેલ હોય પકડી ના શકાતા તેમને નાસતા ફરતા જાહેર કરેલ છે. જે તમામ આરોપીઓ વિરૂધ્ધ નામદાર કોર્ટે મારફતે ટાડા કલમ-૮(૩) (અ) હેઠળ ભાગેડુ જાહેર કરાયેલ છે.
આ ગુનાના કામે સને-૧૯૯૩ થી ૨૦૧૮ સુધી ચાલેલ તપાસ દરમ્યાન પોલીસ દ્વારા (૧) આરોપી અહેમદ ઈસ્માઈલ ઓલીયા પાસેથી હેન્ડ ગ્રેનેડ ૧૯, તથા એ.કે. સીરીઝ રાયફલના કાર્ટીઝ નંગ ૭૨૦, (૨) આરોપી અબ્દુલ હમીદ અબ્દુલ મજીદ શેખ ઉર્ફે હમીદ સોની પાસેથી એ.કે.સીરીઝ રાયફલ ૩, તથા તેના કાર્ટીઝ નં.૪૩૦, તથા મેગ્ઝીન ૧૦, (૩) આરોપી અબ્દુલ કલામ અબ્દુલ અઝીઝ અંસારીવાળા પાસેથી એ.કે. સીરીઝની રાયફલ નંગ-૨, તથા હેન્ડ ગ્રેનેડ ૨૪, તથા બોમ્બ નં.-૧, તથા કારતુસ નંગ ૧૭૭૧, તથા મેગ્ઝીન નંગ-૩, (૪) આરોપી ઈફતખાર મહમદ યુનુસ અંસારી પાસેથી એ.કે. સીરીજની રાયફલ નંગ૧ તથા તેના કારતુસ નંગ-૯૦, એ.ક. ૪૭ ના ખાલી મેગ્લેન નંગ-૩ (૫) આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ મોટો પાસેથી મારૂતી વેન કાર નં. એમ.પી.૦૯ એચ. ૧૦૩૯ (૬) અલાબક્ષ અબ્દુલ કાદર ઉર્ફે લાલા શેખ પાસેથી ટ્રક નં. એમ.એમ.કે. ૧૦૫૧ (૭) લખમણ હરદાસ આહીર પાસેથી એમ્બેસેડર કાર નં. એમ.એમ.જી.૦૪૧૬ રાજકોટ પાસીંગની નં. જી.જે. ૩ સી ૯૭૪૩ (૮) મંમુમીયા પંજુમીયા સૈયદ પાસેથી એ.કે. સીરીજની રાયફલો, કારતુસ નંગ ૨૯૫ વિગેરે લાખો રૂપીયાનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ રીતે ૧૯૯૩ થી ૨૦૧૮ સુધી ચાલેલ તપાસમાં કેસ ચાલવા ઉપર આવતા સરકારે ખાસ હુકમ કરી સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર તરીકે રાજકોટના તુષાર ગોકાણીની નિમણુંક કરેલ હતી અને કોરોનાનો સમય બાદ કરતા ૨૪ વર્ષ સુધી ચાલેલ તપાસવાળો કેસ ચાર વર્ષમાં ચલાવી પૂર્ણ કરતા આજરોજ અદાલતે ચુકાદો જાહેર કરેલ છે.
પકડાયેલા આરોપીઓ
૧.ઓસ્માણ ઉસ્માન ઉંમર કોરેજા રે. સલાયા, ર.મામદ અલીમામદ મમદુ રે. સલાયા, ૩.હારૂન આમદ સંધાર (વાઘેર) રે. બેડી-માધાપર, ૪.લાલજી હરજી કાલીઓ બાલી રે. પોરબંદર (મરણ ગયેલ છે.), પ.અમીર અલી સદરૂદીન ખોજા રે. મુંબઈ ૬.અબ્દુલ રફીક વલીમામદ રે. મુંબઈ, ૭.દાઉદ સીદીક રે. મુંબઈ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), ૮. ઇબ્રાહીમ જલારખાન રે.મુંબઈ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.), ૯.અલી અસગર સૈફુદીન રે. મુંબઈ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.) ૧૦. યુસુફ ઇસ્માઇલ રે. પોરબંદર (મરણ ગયેલ છે.) ૧૧. ગુલામ ચીસ્તી સુલેમાન રે. મુંબઈ, ૧ર.ઇકબાલ અબ્દુલ હસન સૈયદ રે. મુંબઈ ૧૩. મહમદ હનીફ ઉર્ફે રાજુ ઉર્ફે રોશન ઉર્ફે સાગર રે. મુંબઈ૧૪. અલાબક્ષ અબ્દુલ કાદર (મરણ ગયેલ છે.) ૧૫. એહમદ ઈસ્માઇલ ઓલીયા, ૧૬. ઉ. મહમદ ઇકબાલ અબ્દુલગની મન્સુરી મુંબઈ ૧૭.જાકુબ ઉર્ફે જાકબ બાવા પઢીયાર ૧૮. સલીમ આઝમ લાલા રાંદેર, ૧૯. ઈસ્માઇલ સાલે બાફણ ભૂજ , ર૦. સુજાતમિયા બચુમીયા સૈયદ માંગરોળ, ર૧. ચુનીલાલ ઉર્ફે ચુનીયો દેવજી ખારવા પોરબંદર (મરણ ગયેલ છે.) રર. ઉસ્માનગની ઉર્ફે મુન્ના અબ્દુલા સ/ઓ. નુરમામદ અબ્દુલા મરચન્ટ (મેમણ) (મરણ ગયેલ છે.)ર૩. અબ્દુલ હમીદ અબ્દુલ મજીદ શેખ (મરણ ગયેલ છે.) ર૪. આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ મેમણ. રપ. અબ્દુલ કલામ અબ્દુલ એજાજ અન્સારી (મરણ ગયેલ છે.), ર૬.ઈફતેખાર મહમદ યુનુસ અન્સારી ર૭. ચંદ્રકાત ઉર્ફે ચંદુ ઉર્ફે સોહન ઈશ્વરલાલ આચર્ય (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.) ર૮. મહમદ અયુબ અબ્દુલ કયુમ ઉર્ફે અયુબ ટકલો, ર૯.સલમાન ઈસ્માઈલખાન મન્સુરી, ૩૦. મહમદ આરીફ ઉર્ફે આરીફ મોટા સન ઓફ અબ્દુલ રહેમાન શેખ, ૩૧. મહમદ સફી, મહમદ યુસુફ સૈયદ ઉર્ફે સફી અરસી, ૩૩. આહેર લખમણ હરદાસ,૩૩. આહેર મારખી પુજા, ૩૪. મહમદ સલીમ સન ઓફ મીરમહમદ ઉર્ફે મીરા મોહીદીન શેખ ઉર્ફે સલીમ કુતા, ૩પ. અબ્દુલ કયુમ નીઝામુદીન શેખ ઉર્ફે કયુમ સજની (મરણ ગયેલ છે.) ૩૬. મહમદ કાસમ લોજપરીયા ઉર્ફે ચાચા ઉર્ફે મીકેનીક ઉર્ફે કાલીયા, ૩૭. રામા ગીગા મેર રાતડી, પોરબંદર, ૩૮. ઉમરમીંયા ઉર્ફે મમુમીયા પોરબંદર, ૩૯. ઈસ્માઈલ જુમ્મા ઢીમર (મરણ ગયેલ છે.) ૪૦. મુસ્તુફા મજનુ ઉર્ફે શેઠ (મરણ ગયેલ છે.) ૪૧. એઝાઝ ઉર્ફે જાકીર પઠાણ (મરણ ગયેલ છે.) ૪ર. ઈઝરૂલહક ઈઝુ શેખ (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.) ૪૩. અમીર ગુલામહુશેન (અગાઉ ડીસ્ચાર્જ કરેલ છે.) ૪૪. ઈસ્તીયાક અહેમદ મહમદ યુનુસ અંસારી ૪પ. જુસબમીયા ઉર્ફે દાદલીમીયા લ્/બ્ ઈસ્માઈલમીયા ઉર્ફે પંજુમીયા સૈયદ ૪૬. કદીર અહેમદ લ્/બ્ અમીર અહેમદ શેખ ઉર્ફે કદર હાજી શેખ
ભાગેડ આરોપીઓ
(૧) દાઉદ ઈબ્રાહીમ શેખ (ર) મહમદ આમદ ઉંમર ડોસા (૩) યુનુસ ઉર્ફે જુનુસ ઉર્ફે લોટો ઉર્ફે ફારૂક સ/ઓ. હુસેન ઉમર રાઠોડ (૪) ટોની કેરેલીયન (પ) જુનુસ ચીકણા (૬) અનવર સાંભા હાલ : કરાંચી-પાકિસ્તાન (૭) ફિરોઝ અબ્દુલ રહેમાન -મુંબઈ (૮) અફઝલ દાઉદભાઈ મેમણ - મુંબઈ (૯) ગફાર ઉર્ફે રાજા પુરુ નામ સરનામુ મળેલ નથી (૧૦) હાજી એહમદ ઇબ્રાહીમ - મુંબઈ (૧૧) ઇબ્રાહીમ અબ્દુલ રઝાક ઉર્ફે ટાઈગર મેમણ - મુંબઈ (૧ર) અનીશ ઇબ્રાહીમ કાસકર - મુંબઈ (૧૩) શેખ શકીલ મયુદીન ઉર્ફે છોટા શકીલ - મુંબઈ (૧૪) અબ્દુલ સતાર અબ્દુલ રહીમ પંજા - મુંબઈ (૧પ) અનીશ મહમદ ઉર્ફે અનીશ લંબુ
સને-૧૯૯૪ થી સને-૨૦૧૮ સુધીમાં કુલ-૪૬ આરોપીઓ વિરૂધ્ધ અલગ-અલગ ચાર્જશીટો કરવામાં આવેલ જેમાંથી ૧૧ આરોપીઓ કેસ ચાલતા દરમ્યાન મરણગયેલ છે જયારે ૬ આરોપીઓને નામદાર સર્વોચ્ચ અદાલતના હુકમના આધારે ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે અને હાલ ૨૯ આરોપીઓ સામેનો કેસ જામનગરની સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ અદાલતમાં ચાલેલ .
સૌપ્રથમ સને-૧૯૯૬માં કુલ-૨૯ આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું ફરમાવવામાં આવેલ ત્યારબાદ તપાસ દરમ્યાન અન્ય આરોપીઓ પકડાતા તેના વિરૂધ્ધ પણ જે-તે સમયે ચાર્જશીટો કરવામાં આવેલ ત્યારબાદ સને-૨૦૧૯ માં કુલ-૭ આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું ફરમાવવામાં આવેલ અને ત્યારબાદ કેસની ટ્રાયલ શરૂ કરેલ હતી.જે ટ્રાયલ દરમ્યાન પણ આરોપીઓ ઘ્વાર વિવિધ મુદાઓ પર સર્વોચ્ચ અદાલતોમાં અરજીઓ કરી ટ્રાયલ વિલંબમાં નાંખવામાં આવેલ હતી.
બનાવ આશરે ૩૩ વર્ષ બાદ નોંધાયેલ પુરાવા દરમ્યાન જીવીત મળી આવેલ સાહેદો પૈકી પ્રોસીકયુશન ધ્વારા કુલ- ૬૩ સાહેદો તપાસવામાં આવેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશ્યલ પી.પી. તથા તેમની લગીલ ટીમ દ્વારા કરવામાં આવેલ તથા પ્રયત્નો અને ચીવટપૂર્વકની મહેનતને કારણે પ્રોસીકયુશન ધ્વારા તપાસવામાં આવેલ તમામ સાહેદોએ એક સુરમાં પ્રોસીકયુશનના કેસને સમર્થન આપેલ હતુ.
તમામ સાહેદોની જુબાની નોંધાયાબાદ તથા આરોપીઓના પુરાવો નોંધાયાબાદ અને પ્રોસીકયુશન તરફે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર શ્રી તુષાર ગોકાણી દ્વારા વિસ્તળત દલીલો તથા નામદાર સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદઓ રજુ કરવામાં આવેલ હતા તથા આરોપીઓ તરફે વિસ્તળત દલીલો થયાબાદ જામનગરના મે.ડેઝીગ્નેટેડ જજશ્રી આર.પી.મોગેરા સાહેબ દ્વારા કેસનો ચુકાદો તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
ટાડા કેસના કામે સરકાર વતી કેસ ચલાવવા સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાષાી તુષાર ગોકાણીની નીમણુક કરવામાં આવેલ હતી જેના સહયોગમાં જામનગરના જીલ્લા વકિલ સરકારી વિકિલ જમનભાઈ ભંડેરી તેમજ રીપન ગોકાણી, ઉઝેર કુરેશી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મળત્યુંજય જોષી, હિરલ નિમાવત તથા જયદેવસિંહ જાડેજાએ કેસ કાર્યવાહી કરેલ હતી.
સજા પામેલ આરોપી
આરોપી નં. ૧ ઓસ્માણ ઉમેર કોરેજા,
આરોપી નં. ર મામદ અલીમામદ ઉર્ફે મામદ
આરોપી નં. ૩ હારૂન આદમ સંઘાર
આરોપી નં. ૧૫ અહમદ ઇસ્માઇલ ઓલીયા
આરોપી નં. ૨૪ આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લેબું
આરોપી નં. રપ ઇફતબાર મહમદ યુનુસ અંસારી
આરોપી નં. ર૮ લખમણ હરદાસ સાદીર
આરોપી નં. ૩૦ સલીમ મીરમહમદ ઉર્ફે સલીમ કુતા
આરોપી નં. ૩૪ ઉમરમીયા મંમુમીયા, ઇસ્માઇલમીયા બુખારી
આરોપી નં. ૩પ ઇસ્તીયાક અહેમદ યુનુસ અંસારી
આરોપી નં. ૩૭ કાદીર અહેમદ શેખ
ભાગેડુ આરોપીઓ
દાઉદ ઇબ્રાહીમ શેખ
મહમદ આમદ ઉમર ડોસા
યુનસ ઉર્ફે જનસ ઉર્ફે લોટો ઉર્ફે ફારૂક હુસેન ઉમર રાઠોડ
ટોની કેરેલીયન
જુનુસ ચીકણા
અનવર સાંભા
ફિરોઝ અબ્દુલ રહેમાન
અફઝલ દાઉદભાઈ મેમણ
ગફાર ઉર્ફે રાજા
હાજી એહમદ ઈબ્રાહીમ
ઇબ્રાહીમ અબ્દુલ રઝાક ઉર્ફે ટાઈગર મેમણ
અનીશ ઇબ્રાહીમ કાસકર
શેખ શકીલ મયુદીન ઉર્ફે છોટા શકીલ
અબ્દુલ સતાર અબ્દુલ રહીમ પંજા
અનીશ મહમદ ઉર્ફે અનીશ લંબુ
(4:03 PM IST)










