તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
'હિન્દુ વિરોધીઓના આ જ હાલ થશે': નવનીત રાણાનો મમતા બેનર્જી પર સીધો પ્રહાર
બંગાળમાં તૃણમૂલના સૂપડા સાફ થતા જ પૂર્વ સાંસદ નવનીત રાણાના તેજાબી તેવર : 'ખેલા હોબે'નો ખેલ ખતમ ગણાવી બાંગ્લાદેશીઓને તાત્કાલિક બિસ્તરા-પોટલાં બાંધી રવાના થઈ જવાની ખુલ્લી ચેતવણી

મુંબઈ: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે, જેમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા નવનીત રાણાએ મમતા બેનર્જીની હારને 'સનાતન વિરોધી રાજનીતિનો અંત' ગણાવ્યો છે. રાણાએ કટાક્ષ કરતા કહ્યું કે જે લોકો હિન્દુત્વ અને હિન્દુ હિતોની વિરુદ્ધ જશે, જનતા તેમની હાલત આવી જ કરશે. તેમણે ઉમેર્યું કે મમતા બેનર્જીનો 'ખેલા હોબે'નો ઘમંડ હવે ચકનાચૂર થઈ ગયો છે, કારણ કે બંગાળની જનતાએ અને ખાસ કરીને મહિલાઓએ પરિવર્તનનો મક્કમ મિજાજ બતાવી દીધો છે.
રાણાએ પોતાના નિવેદનમાં અત્યંત આક્રમક વલણ અપનાવતા 'બાંગ્લાદેશી ઘૂસણખોરો'ને પણ આડે હાથ લીધા હતા. તેમણે ચેતવણી આપી કે ભાજપના મુખ્યમંત્રી શપથ લે તે પહેલા જ બાંગ્લાદેશીઓએ પોતાનો સામાન પેક કરીને બંગાળ છોડી દેવું જોઈએ, કારણ કે હવે રાજ્યમાં કાયદાનું શાસન સ્થપાશે. તેમના મતે, દેશમાં હવે સનાતન વિરોધી માનસિકતાને કોઈ સ્થાન નથી અને જનતા આવી શક્તિઓને સહન કરવા તૈયાર નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા રાણાએ કહ્યું કે 'મોદી હૈ તો મુમકીન હૈ' સૂત્ર આજે બંગાળની ધરતી પર સાર્થક થયું છે. જનતાએ પીએમ મોદીના વિકાસવાદમાં વિશ્વાસ મૂકીને નકારાત્મક રાજનીતિને જાકારો આપ્યો છે. આ પરિણામો માત્ર એક પક્ષની જીત નથી, પરંતુ રાષ્ટ્રવાદ અને સનાતનની જીત છે, જે આગામી સમયમાં સમગ્ર દેશની રાજનીતિની દિશા નક્કી કરશે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
