News of Monday, 4th May 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10-11 મેના રોજ જામનગરની મુલાકાતે આવી શકે, રાત્રિ રોકાણની પણ સંભાવના
નવનિર્મિત આયુર્વેદિક રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ અને અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરે તેવી શક્યતા, તંત્રની તૈયારીઓ શરૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૪ : વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 10 અને 11 મેના રોજ જામનગરની મુલાકાતે આવી શકે તેવી પ્રબળ શક્યતા છે. જો વડાપ્રધાનનો પ્રવાસ નક્કી થશે તો તેઓ જામનગરમાં રાત્રિ રોકાણ પણ કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવનિર્મિત ‘આયુર્વેદિક રિસર્ચ સેન્ટર’નું લોકાર્પણ કરે તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત શહેર અને જિલ્લાના વિકાસ માટેના અન્ય મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ તેઓના હસ્તે થઈ શકે છે.
વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી રહી છે. સત્તાવાર કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, પરંતુ PMO તરફથી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
