<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

દેવમોગરા મંદિરે દર્શન કરી પરત ફરતા ભરૂચના પરિવારની ઈકો ગાડીને ટેમ્પો એ ટક્કર મારતા બે ના મોત

આ પરિવાર ભરૂચથી દેવમોગરા મંદિરે દર્શન કરી પરત આવતા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાનાકાલ્બીથી મેડીયાસાગ તરફ જવાના હાઇવે રોડ ઉપર ટેમ્પોએ કારને ટક્કર મારતા બે ના મોત નિપજ્યા છે.

   મળતી માહિતી અનુસાર અનિકેત મહેન્દ્રભાઇ પટેલ( રહે.૨૧/૧ પંચાયત ઓફીસ પાસે ભોરભાઠા પાસે મકતમપુર આશ્રમ ફળીયુ, ભરૂચ જી.ભરૂચ )નાઓએ આપેલ ફરિયાદ મુજબ આઇસર ટેમ્પો ન.MH-39-AD-2448ના ચાલકે પોતાનો આઇસર ટેમ્પો પુરઝડપે ચલાવી લાવી મેડીયાસાગ અને કાલ્બી ગામની વચ્ચે વણાંકમાં સામેથી મરનારની ઇકો ગાડીને ટકકર મારી એક્સીડન્ટ કરી ઇકો ગાડી ન.GJ-16-BN-3825ના ડ્રાઇવર મહેન્દ્રભાઇ મોહનભાઇ પટેલ (ઉ.વ.આ.૪૫ )(રહે.૨૧/૧ પંચાયત ઓફીસ પાસે ભોરભાઠા પાસે મકતમપુર આશ્રમ ફળીયુ, ભરૂચ) ને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નિપજાવી તથા વચ્ચેની સીટ ઉપર બેસેલ કૌશિકભાઇ શંકરભાઇ પરમાર (ઉ.વ.આ.૩૭)( રહે.ઝાડેશ્વર પરમાર ફળીયુ, ભરૂચ શહેર જી.ભરૂચ )નાઓને પણ મોઢા ઉપર જમણી આંખની ઉપરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેને પણ સ્થળ ઉપર મોત નિપજાવી તથા બીજા ઇકો ગાડીમાં બેસેલ ફરીયાદી તેમન અન્યો ને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડી પોતાનો આઇસર ટેમ્પો સ્થળ ઉપર પલટી ખવડાવી નાશી જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ આ પરિવાર ભરૂચ થી દેવમોગરા મંદિરે દર્શન કરી પરત આવતા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો.

(10:17 PM IST)