તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 7th November 2026
ટ્રમ્પના પક્ષનો મિડટર્મમાં સફાયો: રશિયાથી ડીઝલની આયાતનું ભાવિ ડામાડોળ:ગ્લોબલ માર્કેટમાં સનસનાટી
વ્હાઈટ હાઉસનું ગણિત વિખેરાતાં તેલ બજારમાં ધાકધમકી વચ્ચે કૂડ-ડીઝલના સપ્લાય પર મોટો સસ્પેન્સ

નવી દિલ્હી:અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને અણધાર્યો ફટકો પડતાં જ આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ભયાનક ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી પક્ષની હાર બાદ રશિયા પરથી આયાત થતાં ડીઝલ અને ક્રૂડ ઓઈલની નીતિઓ પર અનિશ્ચિતતાના કાળા વાદળો ઘેરાઈ ગયા છે. આર્થિક નીતિઓમાં મોટો ફેરફાર થવાની આશંકાએ વૈશ્વિક ઊર્જા ક્ષેત્રે મોટો ધડાકો સર્જ્યો છે અને તેલ ક્ષેત્રના માંધાતાઓના છાતીના પાટિયા બેસી ગયા છે.
ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિન સાથે ૯મી ઓક્ટોબરના રોજ ત્રણ લાખ મેટ્રિક ટનથી વધુ ડીઝલ રશિયા પાસેથી તાત્કાલિક ધોરણે ખરીદવાની જાહેરાત કરી હતી. આ શિપમેન્ટ અમેરિકા અને વૈશ્વિક બજારો બંને માટે હતુ. રશિયાએ યુક્રેન પર ૨૦૨૨માં હુમલો કર્યા પછી અમેરિકાએ તેને ત્યાંથી એનર્જીની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના પગલે ટ્રમ્પના આ ડીલના પગલે સેનેટરો અને વિદેશી સહયોગીઓ પણ અકળાયા હતા.
ગયા મહિને બાલ્ટિક સમુદ્રમાં આવેલા પિમાર્સ્ક બંદરેથી બે પ્રતિબંધિત ટેન્કર નીકળ્યા હતા. બને ટેન્કર અમેરિકા જવા જ રવાના થવા નીકળ્યા હતા. પમ હવે તેમણે રસ્તો બદલ્યો છે એક ટેન્કર બ્રાઝિલ તરફ વળ્યું છે અને બીજું ભૂમધ્ય સમુદ્ર તરફ વળ્યું છે, એમ મરીન ડેટા ટ્રેકિગ કંપની કેપ્લર એન્ડ વેસલે ટ્રાફિક સાઇટ મરીનટ્રાફિક ડોટ કોમ પર જણાવ્યું હતું. આ સિવાય ત્રીજું જહાજ હજી પણ અમેરિકામાં નોર્થ એટલાન્ટિક તરફ આગળ વધી રહ્યુ છે, પરંતુ તે હજી પણ આદેશોની પ્રતીક્ષામાં છે. તે ક્યાં પહોંચવાનું છે તેની ખબર નથી. વ્હાઇટ હાાઉસ કે ક્રેમલિન બંનેમાંથી કોઈએ તેનો ફોડ પાડયો નથી.
ટ્રેઝરી વિભાગે કામચલાઉ ધોરણે રશિયન ડીઝલ ટ્રાન્ઝેકશન્સને મંજૂરી આપી હોવા છતાં પણ આ બાબત હજી પણ અમેરિકન પ્રતિબંધોનો વિ,ય છે. ન્યૂજર્સીના ગવર્નર માઇક શેરિલે પોર્ટ અને ટર્મિનેટર ઓપરેટરોને સલાહ આપી હતી કે તેઓ ઇંધણ લઈને આવતા કોઈપણ રશિયન શિપને લાંગરવા ન દે. આવું કરનારાઓને રશિયન ઇંધણના ગેરકાયદે વેપાર સાથે જોડાયેલા માનીને તેમના પર આકરી પેનલ્ટી લાદવામાં આવશે.
તેમની દલીલ હતી કે ટ્રમ્પ તંત્ર પાસે કોંગ્રેસે ચાર વર્ષ અગાઉ મંજૂર કરેલા આયાત પ્રતિબંધને દૂર કરવાની સત્તા જ નથી અને જણાવ્યું હતું કે ન્યુજર્સીએ રશિયન ઇંધણને સુગમતા પૂરી પાડતી કંપનઈોને અટકાવવા કાયદાકીય સત્તાઓનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે વહીવટીતંત્રનો દાવો છે કે તેમની મંજૂરી કાયદેસરની છે અને કોઈપણ કોર્ટ આ અંગે ચુકાદો ન આપી શકે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
