<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

કોસ્‍ટલ વિસ્‍તારમાં સિંધોડી દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રોનના પાંખીયાનો ડેબ્રિશ શોધી કાઢતી પશ્ચિમ કચ્‍છ જિલ્લા પોલીસ

 

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા.૪:  ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્‍જ, ભુજનાઓએ દરિયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા જરૂરી કોસ્‍ટલ પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને  વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પヘમિ કચ્‍છ-ભુજનાઓએ તાજેતરમાં હવામાન અને દરિયાઇ કુદરતી પ્રક્રિયાને કારણે પヘમિ કચ્‍છ જિલ્લાના દરિયાકિનારે તણાઇ આવતાં માદક પદાર્થના બિનવારસુ પેકેટો શોધવા માટે એસ.ઓ.જી. તથા કોસ્‍ટલ પોલીસની ખાસ ટીમો બનાવી પヘમિ કચ્‍છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્‍તારમાં રાઉન્‍ડ ધી ક્‍લોક ઉંટસવાર પેટ્રોલીંગ, ઘોડેસવાર પેટ્રોલીંગ, ફુટ પેટ્રોલીંગ તથા મોટર સાઇકલ પેટ્રોલીંગ કરવાની સુચના આપેલ હોય. જે અનુસંધાને રાઉન્‍ડ ધી ક્‍લોક પેટ્રોલીંગ ચાલુ હોય, એસ.ઓ.જી., એલ.આઇ.બી. ફિલ્‍ડ, જખૌ પોલીસ તથા સ્‍ટેટ આઇ.બી.ના અધિકારી/કર્મચારીઓ બિનવારસુ માદક પદાર્થ શોધવા માટે સંયુક્‍ત પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન પિંગલેશ્વર બીચથી સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી દસ ફુટ લાંબો અને ત્રણ ફુટ પહોળો એક ડ્રોનના પાંખિયાનો ડેબ્રીશ બિનવારસુ હાલતમાં મળી આવેલ. જેથી આ બાબતે સુરક્ષાને ધ્‍યાને લઈ ઉપરી અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરી કાયદેસરની કાર્યવાહી કરી સદર ડેબ્રીશ ઇન્‍ડીયન એરફોર્સના અધિકારીઓને હેન્‍ડ ઓવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

સદર કામગીરીમાં  જખો પોલીસ સ્‍ટેશનનાપો.સ.ઇ. આર.જે.ગોહિલ તથા  પો. કોન્‍સ. લાખીયારજી સોઢા તથા એસ.ઓ.જી. ભુજના એ.એસ.આઇ જોરાવરસિંહ જાડેજા, એલ.આઇ.બી. ફિલ્‍ડના એ.એસ.આઇ પુનશીભાઇ મહેશ્વરી તથા સ્‍ટેટ આઇ.બી.ના એ.આઇ.ઓ. બી.બી. સંઘારનાઓ જોડાયેલ હતા.

(12:24 PM IST)