<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

પશ્ચિમ બંગાળમાં રાષ્‍ટ્રવાદ અને હિન્‍દુત્‍વનો જીત : નીતિન પટેલ

પ્રથમ વખત ભાજપની સરકાર બનતા કાર્યકરો-લોકો ખુશખુશાલ

રાજકોટઃ તા.૪, પヘમિ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિજયકુચ કરતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી શ્રી નીતિન પટેલએ તેને આવકારી મતદારોને અને જીતના સહભાગીઓને અભિનંદન આપ્‍યા છે.

શ્રી નીતિન પટેલએ જણાવેલ કે, આજના પરિણામાો મુજબ બંગાળમાં મોટી બહુમતી સાથે ભાજપની સરકાર બની રહી છે. આ રાષ્‍ટ્રવાદ અને હિન્‍દુત્‍વની જીત છે. ૧૯પ૧માં જનસંઘની અને ૧૯૮૦ માં ભાજપની સ્‍થાપના થયેલ, જનસંઘના સ્‍થાપક શ્રી શ્‍યામપ્રસાદ મુખરજીનું વતનનું રાજય છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની લોકપ્રિયતા વધુ એક વખત સાબિત થઇ છે. શ્રી નરેન્‍દ્રભાઇ, શ્રી અમિતભાઇ શાહ, શ્રી યોગીઆદિત્‍યનાથજી વગેરે એ શ્રૈણીબધ્‍ધ સભાઓ ગજાવેલ, નેતાઓની વ્‍યુહરચના તેમજ કાર્યકરોની અપાર મહેનતના કારણે પヘમિ બંગાળમાં પ્રથમ વખત કમળ ખીલ્‍યુ છે. દેશભરમાં ખુશાલીનો માહોલ છે. ઐતિહાસિક પરિણામ લાવવામાં ગુજરાતના નરેન્‍દ્રભાઇ અને અમિતભાઇની જોડીની મુખ્‍ય ભૂમિકા રહી છે તે ગુજરાત માટે ગૌરવની બાબત છે.

(2:57 PM IST)