તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
જામનગરના મેઘપર ગામે દારૂ દરોડો

જામનગરઃ મેઘપર ગામ રાધે ક્રિષ્ના મંદીરની બાજુમાં રહેતા અજીતસિંહ ભુપતસિંહ કંચવા ગીરા ધંધો ડ્રાઇવીંગ વાળાના રહેણાંક મકાને વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે હકીકત આધારે રેઇડ કરતા, ચપટા નંગ ર૪૦ જેની કિ. રૂ. ર૧,૬૦૦/-નો મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે. જયારે (૧) ભગીરથસિંહ શીવુભા પીંગળ રહે. મેઘપર ગામ તા. લાલપુર ભાગી ગયેલ છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર પી. ટી. જયસ્વાલ તથા પો. સબ ઇન્સ. એ. જી. જાડેજા તથા એ.એસ.આઇ. એમ. એલ. જાડેજા તથા પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ આર. ઝાલા તથા પો. કોન્સ. ભગીરથસિંહજી જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
