<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્‍ડિયાની ‘અંડરવોટર આર્કિયોલોજી વિંગ'ની ઐતિહાસિક સફળતા

ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિઃ બેટ દ્વારકા તથા અરબી સમુદ્રમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા હાથ ધરાયેલ અંડરવોટર ઉત્‍ખનન કાર્ય પૂર્ણઃ પ્રાચીન દ્વારકાની ભવ્‍યતા અને સુવર્ણ ગાથાના મળ્‍યા સચોટ અને અકાટય પુરાવાઓ રોમન સામ્રાજ્‍ય સાથેના વિદેશી વેપાર અને ‘આદ્ય-ઐતિહાસિક' કાળની માનવ વસાહતોના રહસ્‍યો ખૂલ્‍યાઃ ૨૦ જેટલી ટ્રેન્‍ચના જમીની અને દરિયાઈ ખોદકામમાં વિશાળ માળખાકીય બાંધકામો, અભેદ્ય સુરક્ષા દીવાલો, રોમન સિક્કાઓ, મણકા અને લોખંડ-તાંબુ ગાળવાની ભઠ્ઠીઓના આヘર્યજનક અવશેષો પ્રાપ્ત

 (વિનુભાઈ સામાણી અને દીપેશ સામાણી દ્વારા):દ્વારકા તા. ૪ :.. સૌરાષ્‍ટ્ર અને સમગ્ર ભારત દેશ માટે એક અત્‍યંત મહત્‍વના અને ગૌરવશાળી સમાચાર સામે આવ્‍યા છે. ડિસેમ્‍બર ૨૦૨૫ થી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) ની ‘અંડરવોટર આર્કિયોલોજી વિંગ' દ્વારા યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્‍તારો તેમજ અરબી સમુદ્રની અંદર શરૂ કરાયેલ પુરાતત્ત્વીય ઉત્‍ખનનનો પ્રથમ તબક્કો હવે સફળતાપૂર્વક પૂર્ણતાના આરે છે.

એ.એસ.આઈ. ના ડાયરેક્‍ટર જનરલ યદુબીરસિંહ રાવતે પણ તાજેતરમાં આ ઐતિહાસિક સ્‍થળની રૂબરૂ મુલાકાત લઈને મળેલા પ્રાચીન અવશેષોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

આ ઉત્‍ખનનનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ઓખામંડળના ઐતિહાસિક ક્ષેત્રની સાંસ્‍કળતિક વસાહત અને દરિયાઈ વેપારની પ્રવળત્તિઓને સમજવાનો છે. બેટ દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજનબદ્ધ પુરાતત્ત્વીય અંડરવોટર અને જમીની ઉત્‍ખનન કરવામાં આવ્‍યું છે.

અરબી સમુદ્રમાં અને બેટ દ્વારકાના દરિયાકાંઠે કીકરના કાંટાળા વળક્ષો, ઘેઘૂર વનસ્‍પતિ અને હિંસક વન્‍યજીવોની હાજરી વચ્‍ચે અત્‍યંત પડકારજનક પરિસ્‍થિતિમાં આ કામગીરી પાર પાડવામાં આવી છે.

બેટ દ્વારકાના સમુદ્ર તટ પર વિધિવત રીતે લગભગ ૨૦ જેટલી ટ્રેન્‍ચ (ખાઈઓ) લગાવવામાં આવી હતી, જેમાં જમીનની અંદરથી એક વિશાળ માળખાકીય બાંધકામ (સ્‍ટ્રક્‍ચરલ કોમ્‍પ્‍લેક્‍સ) ઉજાગર થયું છે. આ બાંધકામમાં અનેક ઓરડાઓ, ખુલ્લી પરસાળ (કોરિડોર) અને ચારેતરફ એક મજબૂત સુરક્ષા પ્રાચીર (કિલ્લેબંધી) હોવાના સ્‍પષ્ટ પ્રમાણ મળ્‍યા છે.

પુરાતત્ત્વ વિભાગ દ્વારા અગાઉના સંશોધનોમાં બેટ દ્વારકાના દક્ષિણ-પૂર્વ કિનારે બી.એસ.ડી.-૧ થી બી.એસ.ડી.-૪ તરીકે ઓળખાતા ચાર વિસ્‍તારોની ઓળખ કરવામાં આવી હતી. આ સ્‍થળોએથી માટીના વાસણો, શંખના અવશેષો અને પથ્‍થરના સ્‍થાપત્‍યો મળી આવ્‍યા છે, જે સાબિત કરે છે કે આ ટાપુ પર ‘આદ્ય-ઐતિહાસિક' (પ્રોટો-હિસ્‍ટોરિક) કાળથી લઈને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળા સુધી સતત માનવ વસાહત અકબંધ રહી હતી.

સૌથી આヘર્યજનક બાબત એ છે કે આ પ્રાચીન નગરીમાં ઔદ્યોગિક અને વ્‍યાવસાયિક પ્રવળત્તિઓ ધમધમતી હતી. અહીથી મણકા બનાવવાનો ઉદ્યોગ, તાંબુ અને લોખંડ ગાળવાની ભઠ્ઠીઓના પુરાવાઓ મળ્‍યા છે. બેટ દ્વારકા પ્રાચીન સમયથી વિદેશી દરિયાઈ વેપારનું મુખ્‍ય કેન્‍દ્ર હતું.

પ્રાચીન ગ્રીક ગ્રંથ ‘પેરીપ્‍લસ ઓફ ધ એરીથ્રીયન સી' માં આ ટાપુનો ઉલ્લેખ ‘બારાકા' તરીકે કરવામાં આવ્‍યો છે. રોમન સામ્રાજ્‍ય સાથેના ગાઢ આંતરરાષ્‍ટ્રીય વ્‍યાપારના સચોટ પુરાવાઓ રૂપે અહીથી ‘રોમન ઇન્‍ટેગ્‍લિયો', રોમન સિક્કાઓની છાપ, ‘રોમન એમ્‍ફોરા' (વિદેશી કુંજા), ‘ટોરપીડો જાર' અને વિદેશી માટીના વાસણોના ટુકડાઓ મોટા પ્રમાણમાં મળી આવ્‍યા છે.

આ અકબંધ અવશેષો ઓખામંડળ વિસ્‍તારના ઇતિહાસ અને પુરાતત્ત્વ પર એક તદ્દન નવો પ્રકાશ પાડે છે અને આર્થિક રીતે સમળદ્ધ બસ્‍તી હોવાની સાબિતી આપે છે.

 

 

 

 

રોમન સામ્રાજ્‍ય સાથેનો દરિયાઈ વ્‍યાપાર

પ્રાચીન ગ્રીક પુસ્‍તક ‘પેરીપ્‍લસ ઓફ ધ એરીથ્રીયન સી'માં બેટ દ્વારકાનો ‘બારાકા' તરીકે ઉલ્લેખ છે. ઉત્‍ખનન દરમિયાન રોમન સિક્કાઓ, રોમન ઇન્‍ટેગ્‍લિયો, રોમન એમ્‍ફોરા અને વિદેશી પોટરીના ટુકડાઓ મળ્‍યા છે, જે રોમન દેશો સાથેના અત્‍યંત ગાઢ અને સમળદ્ધ આંતરરાષ્‍ટ્રીય વ્‍યાપારિક સંબંધોની ચાડી ખાય છે.

 

વિશાળ ઔદ્યોગિક અને માળખાકીય નગરી

ૂ સમુદ્ર તટ પર ૨૦ જેટલી ટ્રેન્‍ચમાં કરાયેલા ખોદકામમાં અનેક ઓરડાઓ અને ખુલ્લી પરસાળ ધરાવતું વિશાળ માળખું તથા મજબૂત કિલ્લેબંધી મળી આવી છે. સાથે જ કાચના મણકા બનાવવાનો ઉદ્યોગ, શંખની બંગડીઓ અને લોખંડ-તાંબુ ગાળવાની ભઠ્ઠીઓના ઔદ્યોગિક પુરાવાઓ પ્રાપ્ત થયા છે.

 

આદ્ય-ઐતિહાસિક કાળનું સતત અસ્‍તિત્‍વ

બી.એસ.ડી.-૧ થી ૪ સુધીના વિસ્‍તારોમાં મળેલા પથ્‍થરના સ્‍થાપત્‍યો અને પ્રાચીન અવશેષો એ વાતની ઐતિહાસિક સાબિતી આપે છે કે અહીં હજારો વર્ષો પૂર્વે માનવ વસાહતનું અવિરત અસ્‍તિત્‍વ હતું. કીકરના જંગલો અને વિકટ પરિસ્‍થિતિઓ વચ્‍ચે આ સ્‍થળની ભવ્‍યતા આજે પણ જમીનમાં અકબંધ સચવાયેલી છે.

(11:20 AM IST)