તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 4th May 2026
ડ્રગ્સ માફિયાઓ સામે પેન્ટાગોનની આકરી કાર્યવાહીઃ કેરેબિયન અને પેસિફિકમાં ૫૪ હુમલા, ૧૮૫ના મોત
અમેરિકી સૈન્ય દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીમાં પ્રોજેક્ટ ફ્રીડમ લોન્ચઃ ૧૫૦૦૦ સૈનિકો તૈનાત

વોશિંગ્ટન તા.૪: અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ૪ મેથી હોર્મુઝની સામુદ્રધુનીમાં વ્યાપારી જહાજોની મુક્ત અવરજવર સુનિヘતિ કરવા માટે પ્રોજેક્ટ ફ્રીડમની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિના નિર્દેશ મુજબ શરૂ થયેલા આ મિશનમાં ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ, ૧૦૦ થી વધુ એરક્રાફટ અને માનવરહિત પ્લેટફોર્મ સાથે ૧૫,૦૦૦ થી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.
આ સાથે જ અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોને કેરેબિયન અને પૂર્વ પેસિફિક સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતી શંકાસ્પદ બોટ સામે મોટા પાયે અભિયાન તેજ કર્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ મહિને જ ૭ હુમલાઓ કરવામાં આવ્યા છે, જ્યારે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં કુલ ૫૪ હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૮૫ લોકો માર્યા ગયા છે.
અલ સાલ્વાડોર અને પ્યુર્ટો રિકોના બેઝ પરથી એમક્યુ-૯ રીપર ડ્રોન અને એરક્રાફટનો ઉપયોગ વધારી દેવામાં આવ્યો છે. આ કડક કાર્યવાહીને કારણે શંકાસ્પદ ડ્રગ્સ બોટના છટકી જવાના કિસ્સાઓ ૫૦ ટકાથી ઘટીને ૨૫ ટકા થઈ ગયા છે. વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
