તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
મનહરપરામાં સેનીલાબેન અને પતિ સોહિલ પર સુનિલ ઉર્ફે ચોટાનો હુમલો
ઘર પાસે ખોટા કામ કરવાની સગર્ભા મહિલાએ ના પાડતાં પાઇપથી હુમલો કર્યો અને ઇંટના પણ ઘા કર્ર્યા

રાજકોટ તા. ૪: ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ નજીક મનહરપરા-૧માં રહેતાં સેનીલાબેન સોહિલ મુલતાની (ઉ.વ.૨૫) પર પાડોશમાં રહેતાં સુનિલ ઉર્ફે ચોટાએ હુમલો કરી પેટમાં પાટુ મારતાં પતિ સોહિલભાઇ મહેબુબભાઇ મુલતાની (ઉ.વ.૨૭) વચ્ચે પડી સુનિલને ઠપકો દેવા જતાં તેના ઉપર પણ લોખંડના પાઇપથી હુમલો કરી ઇંટોના ઘા કરી ઇજા પહોંચાડતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં સેનિલાબેનને પેટમાં નવ માસનો ગર્ભ હોઇ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેના પતિને પ્રાથમિક સારવાર અપાઇ હતી. સુનિલ ઉર્ફે ચોટો ઘર પાસે ખોટા કામ કરતો હોઇ તેને સેનિલાબેને ઘરથી દૂર જવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. લાંબા સમયથી આ શખ્સ હેરાન પરેશાન કરતો હોવાનો આક્ષેપ થતાં થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:07 PM IST)










