તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 4th May 2026
અમદાવાદમાં ખાદ્ય તેલમાં સીંગતેલના ભાવમાં સ્થિર વલણ : સીંગતેલ 15 કિલોનો ભાવ ઊંચામાં રૂપિયા 2900 રહ્યો
સીંગતેલ,કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીમાં ભાવ એકંદરે સ્થિર રહ્યા

અમદાવાદ :ખાદ્ય તેલની વિવિધ જાતોમાં ભાવમાં સ્થિર વલણ જોવા મળ્યું છે. સીંગતેલ,કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીમાં આજે ભાવ સ્થિર રહ્યા હતા.
આજના વિવિધ તેલની જાતનો ભાવ જાણો
સિંગતેલ: રૂપિયા 2700 - રૂપિયા 2900
કપાસિયા તેલ: રૂપિયા 2450 - રૂપિયા 2630
પામતેલ : રૂપિયા 2500
સનફ્લાવર તેલ રૂપિયા 2600
અમદાવાદ ખાતે ખાદ્ય તેલમાં આજે સીંગતેલના ભાવમાં સ્થિર વલણ જોવા મળ્યુ છે. સીંગતેલ 15 કિલોનો ભાવ ઊંચામાં રૂપિયા 2900 રહ્યો હતો.
અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2700, ઊંચામાં રૂપિયા 2900 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2600 રહ્યા હતા.
અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2450 અને ઊંચામાં રૂપિયા 2630 રહ્યાં હતા. જ્યારે પામોલીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2380 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2200 રહ્યો હતો.
અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2500, કોપરેટ રૂપિયા 4850, સરસીયુ મોળું રૂપિયા 2500, સરસીયુ તીખુ રૂપિયા 2650 રહ્યા હતા.15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2600, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2400, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 780થી રૂપિયા 810 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 860થી રૂપિયા 880 વચ્ચે કામકાજ ધરાવતા હતા
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
