તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
કોલકાતામાં હાઈ-વોલ્ટેજ ડ્રામા : મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર ‘જય શ્રી રામ’ના નારા સાથે ભાજપના કાર્યકરો ઉમટ્યા : ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : જુઓ વિડિયો
પશ્ચિમ બંગાળમાં પરિવર્તનના વલણો વચ્ચે કાલિઘાટમાં તણાવ : મુખ્યમંત્રી આવાસની સુરક્ષામાં વધારો, પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ જેવો માહોલ સર્જાતા સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાયો

कोलकाता में ममता बनर्जी के घर के बाहर भाजपा कार्यकर्ताओं ने 'जय श्री राम' के नारे लगाए।🤣🔥 pic.twitter.com/tiy1f3Aaun
— Oc updates (@ocupdate) May 4, 2026
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની મજબૂત પકડ અને ઐતિહાસિક ઉલટફેરની શક્યતાઓ વચ્ચે કોલકાતાના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. આજે વહેલી સવારથી જ ભાજપના સમર્થકોનો એક મોટો સમૂહ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલિઘાટ સ્થિત નિવાસસ્થાન બહાર એકત્રિત થયો હતો. કાર્યકરોએ હાથમાં ભગવા ધ્વજ સાથે ‘જય શ્રી રામ’ના પ્રચંડ નારા લગાવતા સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
શરૂઆતના વલણો બાદ અચાનક પહોંચી ભીડ
જ્યારે મતગણતરીના શરૂઆતના વલણોમાં ભાજપ ૧૮૦થી વધુ બેઠકો પર આગળ હોવાના સમાચાર આવ્યા, ત્યારે જ ભાજપના ઉત્સાહિત કાર્યકરો અચાનક મુખ્યમંત્રીના ઘર પાસે પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓના અણધાર્યા આગમનથી ત્યાં તૈનાત પોલીસ દળ પણ ચોંકી ઉઠ્યું હતું. પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. મમતા બેનર્જીના ઘરની આસપાસ પહેલેથી જ લોખંડી બંદોબસ્ત હતો, તેમ છતાં આ ઘટના બાદ વધારાના પોલીસ જવાનો અને રેપિડ એક્શન ફોર્સને સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.
રાજકીય વિશ્લેષકો અને પક્ષોની પ્રતિક્રિયા
ચૂંટણી પરિણામોના દિવસે મુખ્યમંત્રીના નિવાસસ્થાન બહાર આ પ્રકારની સૂત્રોચ્ચારની ઘટનાને રાજકીય વિશ્લેષકો એક ‘મનોવૈજ્ઞાનિક દબાણ’ અને ‘શક્તિ પ્રદર્શન’ તરીકે જોઈ રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ આ ઘટના સામે તીખો આક્રોશ વ્યક્ત કરતા તેને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે, જ્યારે ભાજપ સમર્થકોનું કહેવું છે કે આ વિજયના ઉત્સાહની અભિવ્યક્તિ છે.
અત્યારે કાલિઘાટ વિસ્તારમાં બેરિકેડિંગ વધારી દેવામાં આવ્યું છે અને કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકતરફ મમતા બેનર્જીએ કાર્યકરોને લડાયક રહેવા હાકલ કરી છે, ત્યારે બીજી તરફ ભાજપના કાર્યકરોનો આ આક્રમક મૂડ બંગાળના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યો છે.
ममता बनर्जी के आवास के बाहर भाजपा समर्थक “जय श्री राम” के नारे लगा रहे हैं। pic.twitter.com/x8eg7PAwnF
— Arjun Chaudharyy (@Arjun5chaudhary) May 4, 2026
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
