<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બંગાળમાં ‘ખેલા હોબે' કે ‘મોદી મેજિક'? મમતાના ગઢમાં ભાજપની જોરદાર એન્‍ટ્રીઃ કાંટે કી ટક્કર

ભવાનીપુરમાં મમતા બેનર્જી પાછળ રહેતા રાજકીય ગરમાવો વધ્‍યો અને સુવેન્‍દુ અધિકારીનો દાવો મજબૂત ઐતિહાસિક ૯૨% મતદાન બાદ મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ અને TMC વચ્‍ચે ૧૦૦ બેઠકોનો આંકડો પાર કરવાની હોડ

કોલકાતા, તા.૪: પશ્ચિમ બંગાળમાં આજે લોકશાહીનો અસલી રોમાંચ જોવા મળી રહ્યો છે. સવારથી શરૂ થયેલી મતગણતરીમાં વલણો પલપલ બદલાઈ રહ્યા છે, જેણે આખા દેશની નજર કોલકાતા પર ટકાવી રાખી છે. અત્‍યાર સુધીના આંકડા મુજબ, ભારતીય જનતા પાર્ટીએ આヘર્યજનક રીતે ૧૦૦નો આંકડો પાર કરીને તળણમૂલ કોંગ્રેસને બરાબરની ટક્કર આપી છે. બંગાળના ઈતિહાસમાં આઝાદી પછીનું સૌથી વધુ એટલે કે ૯૨ ટકા મતદાન એ વાતનો સંકેત હતો કે જનતા કંઈક મોટું પરિવર્તન ઈચ્‍છી રહી છે. અત્‍યારે સ્‍થિતિ એવી છે કે કયારેક કેસરીયો લહેરો આગળ વધે છે તો કયારેક મમતાનો જોડા ફૂલ વાળો પંજો ફરી પકડ જમાવે છે.

સૌથી વધુ ચોંકાવનારા સમાચાર ભવાનીપુર અને નંદીગ્રામ બેઠક પરથી આવી રહ્યા છે. મમતા બેનર્જી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, ત્‍યાં બે રાઉન્‍ડની ગણતરી બાદ તેઓ ભાજપના સુવેન્‍દુ અધિકારીથી ૧,૫૫૮ મતોથી પાછળ ચાલી રહ્યા છે. સુવેન્‍દુ અધિકારીએ આત્‍મવિશ્વાસ સાથે જણાવ્‍યું છે કે દક્ષિણ બંગાળમાં આ વખતે ભાજપના પક્ષમાં મોટું પરિવર્તન આવશે અને મુસ્‍લિમ પ્રભુત્‍વ ધરાવતા વિસ્‍તારોમાં પણ ભાજપને અનપેક્ષિત સમર્થન મળી રહ્યું છે. સત્તા વિરોધી લહેરના કારણે TMC ના અનેક ગઢ ધરાશાયી થતા જોવા મળી રહ્યા છે, જે ભાજપ માટે સત્તાના દ્વાર ખોલી શકે છે.

બીજી તરફ, આસામમાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરી ચૂકી છે, જેનો ઉત્‍સાહ બંગાળના કાર્યકરોમાં પણ જોવા મળી રહ્યો છે. સર્બાનંદ સોનોવાલ જેવા દિગ્‍ગજ નેતાઓએ દાવો કર્યો છે કે NDA ગઠબંધન ફરી એકવાર મજબૂતીથી સત્તા પર આવશે. બંગાળમાં જેમ જેમ મતગણતરીના રાઉન્‍ડ વધી રહ્યા છે, તેમ તેમ રસાકસી વધી રહી છે. જો મમતા બેનર્જી પોતાની બેઠક પર પાછળ રહેશે તો તે TMC માટે મોટો નૈતિક પરાજય ગણાશે. હવે આખું બંગાળ અને દેશ એ જોવાની રાહ જોઈ રહ્યો છે કે સાંજ સુધીમાં દીદી વાપસી કરે છે કે પછી મોદી મેજિક બંગાળમાં નવો ઈતિહાસ રચે છે.

(1:41 PM IST)