તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
નિકોલસ પૂરને માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી તરખાટ મચાવ્યો : વાનખેડેમાં રનનો વરસાદ: મુંબઈ ઈન્ડિયન્સ સામે 228 રનનો ટાર્ગેટ
લખનઉની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો: નિકોલસ પૂરને 21 બોલમાં 300 ના સ્ટ્રાઈક રેટથી 63 રન ફટકાર્યા

આઈપીએલ 2026 (IPL 2026) ની 47મી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રનનો વરસાદ જોવા મળ્યો છે. ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના (Mumbai Indians) કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી, પરંતુ લખનઉ સુપર જાયન્ટ્સના બેટર્સે આ નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નથી. લખનઉની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત વિસ્ફોટક રહી હતી. ઓપનિંગમાં આવેલા મિચેલ માર્શ અને જોશ ઈંગ્લિસે પ્રથમ વિકેટ માટે ઝડપી 29 રન જોડ્યા હતા. ઈંગ્લિસ આઉટ થયા બાદ મેદાનમાં આવેલા નિકોલસ પૂરને વાનખેડેમાં સિક્સરોની હેલી કરી હતી. લખનઉએ પાવર પ્લે માં જ 1 વિકેટના નુકસાન પર 90 રન બનાવી લીધા હતા, જે આ સીઝનનો વન ઓફ ધ બેસ્ટ સ્કોર છે.
નિકોલસ પૂરને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી મુંબઈના બોલરોને બેકફૂટ પર લાવી દીધા હતા. તેણે 21 બોલમાં 300 ના સ્ટ્રાઈક રેટથી 63 રન ફટકાર્યા, જેમાં 8 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. મિચેલ માર્શે પણ 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. જોકે, મધ્ય ઓવરોમાં મુંબઈ ઈન્ડિયન્સે વિકેટો ઝડપીને રન ગતિ પર થોડો અંકુશ મેળવ્યો હતો, છતાં લખનઉ 228 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. હવે મુંબઈ સામે જીતવા માટે 229 રનનો મુશ્કેલ ટાર્ગેટ છે
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
