તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Monday, 4th May 2026
"અમિતભાઈ શાહ મારા ફોનની રાહ જોઈ રહ્યા છે": ભવાનીપુરમાં જીત બાદ શુભેન્દુ અધિકારીનો મોટો ખુલાસો
મતગણતરી દરમિયાન ફોન વાપરવાની મનાઈ હોવાથી તેઓ વાત કરી શક્યા ન હતા, પરંતુ હવે તેઓ અમિતભાઈ શાહને પરિણામની વિગતવાર જાણકારી આપશે.

ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવ્યા બાદ શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તેમને બે-ત્રણ વાર ફોન કરીને આ બેઠકની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, મતગણતરી દરમિયાન ફોન વાપરવાની મનાઈ હોવાથી તેઓ વાત કરી શક્યા ન હતા, પરંતુ હવે તેઓ અમિતભાઈ શાહને પરિણામની વિગતવાર જાણકારી આપશે. જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, અમિતભાઈ શાહ તેમના ફોનની રાહ જોઈ રહ્યા છે અને હવે તેઓ નંદીગ્રામનું જીતનું સર્ટિફિકેટ લેવા માટે પણ રવાના થશે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
