<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

વડોદરામાં IPLની સીઝન શરૂ થતા સટ્ટાબજાર ગરમાયું : ઓનલાઈન સટ્ટો રમાડતા સાત શખ્સો રંગેહાથ ઝડપાયા

ડોદરા પોલીસની LCB ઝોન-3ની ટીમના બાતમીના આધારે આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા: સાત શખ્સોને ઝડપી પાડ્યા: કુલ રૂ. 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેરમાં IPLની સીઝન શરૂ થતાની સાથે જ સટ્ટાબજાર પણ ગરમાયું છે, ત્યારે વડોદરા પોલીસની LCB ઝોન-3ની ટીમે બાતમીના આધારે દરોડા પાડી ઓનલાઈન સટ્ટો રમાડતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં કુલ રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

LCB ઝોન-3ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉન નંબર-33માં સટ્ટાનું નેટવર્ક ચાલી રહ્યું છે. મુખ્ય આરોપી કમલેશ વિનોદભાઈ પરમાર દ્વારા બહારના લોકોને બોલાવીને ટીવી પર IPLની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પર મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ મારફતે હાર-જીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

બાતમી મળતાની સાથે જ પોલીસે વ્યૂહાત્મક રીતે ગોડાઉન પર રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પર સાત શખ્સો લાઈવ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા મળી આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓના નામ

  1. કમલેશ વિનોદભાઈ પરમાર (આજવા રોડ)
  2. પિયુષ કનુભાઈ પંચાલ (દંતેશ્વર)
  3. નાનુ રાજુભાઈ ચુનારા (બરાનપુરા)
  4. સુમિત હરેશભાઈ સબાગવાની (વારસીયા)
  5. ગિતેશ ઉર્ફે રોકી દરીયાભાઈ ચોથવાણી (વારસીયા)
  6. પુર્વેશ પ્રકાશભાઈ પટેલ (નવાપુરા)
  7. પ્રિયાંક કનુભાઈ પટેલ (નવાપુરા)

આ કેસમાં ચેતન કહાર ઉર્ફે ભાંજુ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસે તમામ સાતેય આરોપીઓની ધરપકડ કરી, તેમની વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશન માં જુગાર અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધ્યો છે. આ સટ્ટાના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અન્ય કોણ કોણ આમાં સામેલ છે, તે દિશામાં પોલીસે વધુ તપાસ તેજ કરી છે.

(8:34 PM IST)