તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
જમ્મુ-કાશ્મીરને નશા મુકત કરવાના અભિયાનને મોટી સફળતા ઉપરાજયપાલ સિન્હાની સીધી દેખરેખ
૧૧ થી ૨૬ એપ્રિલ દરમિયાન ૭ કરોડથી વધુના નશીલા પદાર્થો પકડી નષ્ટ કરાયા

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હા દ્વારા નશાની વિરૂધ્ધ શરૂ કરાયેલ અભિયાનની અસર દેખાવા લાગી છે. આ અભિયાનનો હેતુ ડ્રગ્સ વેચનારને નિશાન બનાવવાનો, નશીલા પદાર્થ સાથે જોડાયેલ આર્થીક નેટવર્ક તોડવા અને લોકોમાં જાગૃતતા વધારવાનો છે, જે ખુબ જ કડકાઇથી આગળ વધી રહયો છે.
આ અભિયાન ૧૧ એપ્રિલે શરૂ કરવામાં આવ્યું હતું અને ૨૬ એપ્રિલ સુધીમાં એનડીપીએસ એકટ અને તેની સાથે જોડાયેલ અન્ય કાયદાઓ હેઠળ ૩૭૮ કેસ નોંધી ૪૩૧ ડ્રગ્સ વેચનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે અંતર્ગત ૪૭૮ કિલો નશીલા પદાર્થ અને ૧૩,૪૨૭ કેપ્સ્યુલ સહિત કુલ ૭ કરોડની નશીલી વસ્તુઓ પકડાઇ છે. સાથે જ અફીણ-ગાંજા સહિતના ગેરકાયદે વાવેતરને પણ નષ્ટ કરાઇ રહયા છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
