<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ન્યૂયોર્કના પૂર્વ મેયર રૂડી જિયુલિયાનીની હાલત ગંભીર: ડોનાલ્ડ ટ્રમ્પે વિપક્ષ પર સાધ્યું નિશાન

ચૂંટણી ગેરરીતિ અને સુપ્રીમ કોર્ટની અવગણના મુદ્દે ટ્રમ્પના આકરા પ્રહારો: મિડટર્મમાં ૨૦ બેઠકો જીતવાનો દાવો

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક શહેરના પૂર્વ મેયર રૂડી જિયુલિયાનીને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની બીમારીનું ચોક્કસ કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા જિયુલિયાનીને સાચા યોદ્ધા અને ન્યૂયોર્કના ઇતિહાસના શ્રેષ્ઠ મેયર ગણાવ્યા હતા. 

 

ટ્રમ્પે ડાબેરીઓ અને ડેમોક્રેટ્સ પર આરોપ લગાવ્યો કે તેઓએ ચૂંટણીમાં ગેરરીતિઓ કરી અને દેશને બરબાદ કરવા કાવતરાં ઘડ્યા છે. અન્ય એક નિવેદનમાં ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને ગેરકાયદેસર ગણાવનાર ડેમોક્રેટ નેતા હકીમ જેફ્રીસને ઓછા આઈક્યુવાળા ગણાવી તેમના મહાભિયોગની માંગ કરી છે. 

 

ટ્રમ્પે રિપબ્લિકન નેતાઓને આક્રમક બનવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે વિધાનસભાઓની સુવિધા ખાતર ગેરબંધારણીય ચૂંટણીઓ ચલાવી લેવામાં આવશે નહીં. 

 

ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી મિડટર્મ ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટીને હાઉસની ૨૦ થી વધુ બેઠકોનો મોટો ફાયદો થશે. 

(9:18 AM IST)