તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
જામનગર વાત્સલ્યધામ પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી-એડવોકેટ નીતલભાઇ ધ્રુવનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: વાત્સલ્યધામ પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી નીતલભાઈ ધ્રુવનો આજે જન્મદિન છે. નીતલભાઈ માત્ર શહેરના પ્રખ્યાત એડવોકેટ જ નથી, પરંતુ એક સહાનુભૂતિપૂર્ણ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે.
તેઓના જીવનમાં ‘માનવ સેવા એજ પ્રભુ સેવા'નો સુંદર સંકલ્પ સાકાર રૂપે જોવા મળે છે. વાત્સલ્યધામ વળદ્ધાશ્રમમાં તેમની સેવા, સમર્પણ અને લાગણીની સરવાણી સતત વહેતી રહે છે, જે વડીલો માટે આશા, તોહ અને સહારો બની રહે છે. વડીલોના ચહેરા પર સ્મિત લાવવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે.
આ શુભ અવસરે, વાત્સલ્યધામના તમામ વડીલો અને પરિવારજન તરફથી નીતલભાઈને દિલથી આશીર્વાદ પાઠવવામાં આવી રહ્યા છે. મો.૯૯૨૪૨૩૩૫૫૩ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
