<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

કચ્‍છના ગઢશીશા ગામે પત્‍ની સાથે આડા સંબંધ રાખનારા પ્રેમીની પતિના હાથે હત્‍યા

૩૫ વર્ષીય આદિલ ખલીફાને ઘરના આંગણામાં જ છરી વડે વેંતરી નાખ્‍યો, આરોપી સિદીક કુંભારની અટકાયત

ભુજ, તા. ૪: પશ્ચિમ કચ્‍છ પોલીસ હેઠળ આવતા સરહદી જિલ્લામાં હત્‍યાનો સિલસિલો ચાલુ છે.  છેલ્લા એક મહિનામાં ત્રીજો હત્‍યાનો બનાવ નોંધાયો છે. ગત ૪ એપ્રિલ બાદમાં ૧૪ એપ્રિલ અને હવે મે મહિનાની શરૂઆતમાં એમ હત્‍યાના ત્રણ બનાવ બન્‍યા છે.

માંડવી તા.ના ગઢશીશા ગામે પત્‍ની સાથે આડા સંબંધ રાખનાર પ્રેમીની પતિએ હત્‍યા કરતા ચકચાર મચી જવા પામી છે. હેરકટિંગ સલૂન ચલાવતા ૩૫ વર્ષીય આદિલ આદમ ખલીફાને આરોપી સિદ્દીક સુમાર કુંભારે ઘરના આંગણામાં જ આદિલ ને છરી વડે વેંતરી મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતક આદિલના આરોપી સિદ્દીક કુંભારની પત્‍ની સાથે આડા સબંધ હોઈ ઉશ્‍કેરાયેલા સિદ્દીકે હત્‍યા કરી હતી. ગઢશીશા પોલીસે ગુનો નોંધી આરોપી સિદ્દીક સુમાર કુંભારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:26 PM IST)