<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

બેંક કર્મચારીઓનો પગાર વધી જશેઃ મોંઘવારી ભથ્‍થામાં વધારો

મોંઘવારી ભથ્‍થું ૨૫% થી વધારીને ૨૫.૭૦% કરવામાં આવ્‍યું

 

 

નવી દિલ્‍હી,તા.૪: બેંકમાં નોકરી કરતા કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે. મે થી જુલાઈ ૨૦૨૬ વચ્‍ચે કર્મચારીઓની સેલેરીમાં વધારો જોવા મળશે, કારણ કે મોંઘવારી ભથ્‍થું (DA) ૨૫% થી વધારીને ૨૫.૭૦% કરવામાં આવ્‍યો છે. આથી દર મહિને મળતી સેલેરીમાં થોડો વધારો થશે. આ વધારો મોંઘવારીને ધ્‍યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. કન્‍ઝ્‍યુમર પ્રાઈસ ઈન્‍ડેક્‍સ (CPI)માં થતા ફેરફારના આધારે સમય-સમયે DA અપડેટ કરવામાં આવે છે, જેથી કર્મચારીઓની આવક પર મોંઘવારીની અસર ઓછી પડે.

આ વધારો ભલે માત્ર ૦.૭૦%નો લાગે, પણ તેની સીધો અસર કર્મચારીઓની સેલેરી પર પડે છે. DA હંમેશા બેસિક સેલેરીના ટકા તરીકે નક્કી થાય છે, એટલે દરેક કર્મચારીની ટેક-હોમ સેલેરીમાં થોડો વધારો થાય છે અને કુલ આવકમાં પણ ફેરફાર જોવા મળે છે. સ્‍કેલ ત્‍ના કર્મચારીઓના ઉદાહરણથી સમજીએ તો રૂ.૪૮,૪૮૦ની બેસિક સેલેરી પર લગભગ રૂ.૪૩૫ મહિને ફાયદો થાય છે. જ્‍યારે રૂ.૬૭,૧૬૦ની સેલેરી પર લગભગ રૂ.૬૦૧ અને રૂ.૮૦,૫૬૦ પર લગભગ રૂ.૭૧૯નો વધારો મળે છે, એટલે સ્‍પષ્ટ છે કે સેલેરી વધે તેમ વધારો પણ વધે છે.

આ જ રીતે વધુ સેલેરી ધરાવતા કર્મચારીઓને વધુ ફાયદો મળે છે. રૂ.૯૩,૯૬૦ની બેસિક સેલેરી પર લગભગ રૂ.૮૩૮ અને રૂ.૧,૦૮,૨૬૦ પર લગભગ  રૂ.૯૬૫ પ્રતિ મહિના વધારો થાય છે, જેથી કુલ માસિક આવકમાં સારો વધારો જોવા મળે છે. DAમાં ફેરફાર મોંઘવારીને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવે છે, જેથી વધતી કિમતોની અસર કર્મચારીઓ પર ઓછી પડે. CPI આંકડાની સમય-સમયે સમીક્ષા કરવામાં આવે છે અને તેના આધારે ઝખ્‍ વધારવામાં કે ઘટાડવામાં આવે છે, જેથી કર્મચારીઓની ખરીદવાની ક્ષમતા વધુ ઘટી ન જાય.

ભલે વધારો નાનો હોય, પણ જો અનેક ત્રિમાસિકમાં સતત જોડાય તો વર્ષભર સારા એવા વધારાની અસર દેખાય છે અને કુલ આવકમાં પણ મોટો ફેરફાર આવે છે. તાજેતરમાં કેન્‍દ્ર સરકારે પોતાના કર્મચારીઓનો DA ૫૮% થી વધારીને ૬૦% કર્યો છે, એટલે ૨% નો વધારો. તેની સામે બેંક કર્મચારીઓનો વધારો થોડો ઓછો છે, કારણ કે બંનેના DA નક્કી કરવાની રીત, સમય અને સ્‍ટાન્‍ડર્ડ અલગ-અલગ છે.

તાજેતરમાં સરકારે કોમર્શિયલ બેંકો (PSB) સાથે ૧૩માં દ્વિપક્ષીય પગાર કરાર અંગે વાત કરી હતી. ટાઈમલાઈન મુજબ, આગામી ૧૨ મહિનામાં તેને અંતિમ રૂપ આપવાનું કહેવામાં આવ્‍યું છે. કોમર્શિયલ ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ માટે વેતન સુધારણા ૧ નવેમ્‍બર ૨૦૧૭થી લાગુ થશે. જાહેર ક્ષેત્રના બેંકો અને ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીઓ સહિત નાણાકીય સંસ્‍થાઓ તેમના કર્મચારીઓના પગારનું રિવિઝન દર ૫ વર્ષમાં કરે છે. આ પ્રક્રિયામાં ભારતીય બેંક સંઘ કર્મચારી સંગઠનો અને સંઘો સાથે ચર્ચા કરીને સહમતિથી વેતન સમજૂતી કરે છે.

નવા ફેરફાર મુજબ, બેંક કર્મચારીઓને આ ક્‍વાર્ટરમાં તેમની સેલેરીમાં થોડો વધારો જોવા મળશે. ભલે વધારો નાનો હોય, પણ તેની અસર દરેક લેવલના કર્મચારીઓ પર પડશે. જ્‍યારે કેન્‍દ્રિય કર્મચારીઓની વાત કરીએ તો વર્ષમાં બીજા છ મહિનામાં ફરીથી ઝખ્‍ એરિયર મળવાની આશા છે. હાલમાં કેન્‍દ્રિય કર્મચારીઓનો DA ૬૦% છે. ગયા એપ્રિલમાં કેન્‍દ્ર સરકારે કેબિનેટમાં વર્ષ ૨૦૨૬ના પહેલા છ મહિના માટે ૨% DA વધારવાની મંજૂરી આપી હતી.

એટલે કે, કેન્‍દ્રીય કર્મચારીઓને જાન્‍યુઆરીથી જ ૬૦% DA મળશે. એટલે કે, તેમને મળતી સેલેરીમાં જાન્‍યુઆરી, ફેબ્રુઆરી, માર્ચનો DA એરિયર પણ સામેલ થશે. સાતમાં પગાર પંચ ભલામણો આધારે જ DAમાં વધારો કરવામાં આવે છે.(

(4:02 PM IST)