તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Monday, 4th May 2026
ગૌ સન્માન માટે ગુરૂવારે તાલુકાવાર આવેદનઃ અભિયાનમાં જોડાવવા ડો. કથીરિયાની અપીલ

રાજકોટઃ તા.૪, રાષ્ટ્ર અને ભારતીય સંસ્કળતિના રક્ષણ તથા સંવર્ધન અર્થે ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માન પ્રાપ્ત થાય તેવા પવિત્ર હેતુ સાથે સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘‘ગૌ સન્માન આહ્વાન અભિયાન''ને વધુ વ્યાપક જનજાગરણ અભિયાન બનાવવા ડો. વલ્લભભાઈ કથીરિયાએ રાજ્યના તમામ નાગરીકોને તન-મન-ધનથી જોડાવા હાર્દિક અપીલ કરી છે.
ડો.કથીરિયાએ જણાવ્યું કે ગૌમાતા ભારતની આર્થિક, કળષિ, આરોગ્ય અને આધ્યાત્મિક પરંપરાનો આધારસ્તંભ છે. ગૌ આધારિત કળષિ, ઓર્ગેનિક ખેતી, પંચગવ્ય ઉત્પાદનો, ગોબર ગેસ અને ગૌમૂત્ર આધારિત ઔષધિઓ જેવા ક્ષેત્રોમાં ગૌમાતાનું મહત્વ અત્યંત વિશાળ છે. ગૌ આધારિત અર્થવ્યવસ્થા ગ્રામિણ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને રોજગારી સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
આ અભિયાન અંતર્ગત દેશભરમાં શાંતિપૂર્ણ અને રચનાત્મક રીતે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સંકીર્તન યાત્રા, પ્રાર્થના સભા, જનજાગળતિ અભિયાન અને ગૌ સંવાદ જેવા ઉપક્રમોનો સમાવેશ થાય છે. ખાસ કરીને યુવા શક્તિ, ખેડૂતવર્ગ અને મહિલાઓને ગૌ આધારિત પ્રવળત્તિઓ સાથે જોડીને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ડો. કથીરિયાએ જણાવ્યું કે આ અભિયાન સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને અહિંસક છે. તેનો કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ માત્ર ગૌમાતાના સન્માન અને રાષ્ટ્રહિત માટે સમર્પિત છે. તેમણે જન સમુદાયને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તાર અને સમાજમાં વધુમાં વધુ લોકો સુધી આ અભિયાનનો સંદેશ પહોંચાડે અને ગૌમાતાના સન્માન માટે એક સશક્ત જનચેતના ઊભી કરે.
અંતમાં ગુજરાતમાં ૭ મે ના રોજ વિશાળ સંખ્યામાં, તાલુકા સ્થાને એકત્ર થઈ શાંત રેલીના રૂપે મામલતદાર કચેરીએ જઇ નિયત સ્વરૂપમાં તૈયાર કરેલ પ્રાર્થના પત્ર આપીએ અને આપણી ગૌ માતા પ્રત્યેનો ભક્તિભાવ અને સંવેદના પ્રદર્શિત કરીએ અને ગૌ સુરક્ષા અને ગૌ સન્માન માટે કટિબધ્ધ બનીએ, તેમ ડો. કથીરિયા જણાવે છે.
(4:09 PM IST)










