તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ધોરાજીના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર ઉપલેટાની બે મહિલા સહિતની ટોળકી પકડાઇ : રીમાન્ડ ઉપર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા. ૪: ધોરાજી નાં પટેલ વેપારી ને હની ટ્રેપ માં ફસાવી એક લાખ પડાવી લેવા નાં કેસમાં પોલીસે ઉપલેટા ની બે મહીલા સહિતના આરોપી ઓ ને ઝડપી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસ નાં આરોપી ઓ નાં રીમાન્ડ મંજૂર કર્યા છે.
ધોરાજી નાં હિરપરા વાડી વિસ્તારમાં રહેતા ફરીયાદી પારસભાઈ પરસોતમભાઈ સોજીત્રા ઉંમર વર્ષ ૨૯ એ ધોરાજી પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાવી ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદી ફેસબુક એપ્લીકેશન વાપરે છે જેમાં આજથી પાંચ છ મહિના પહેલા રિલ્સ જોતી વખતે કોઇ ફ્રેન્ડશીપ એપ્લીકેશન ડાઉનલોડ થઇ ગયેલ અને તેમા ણ્ત્ નો મેસેજ આવેલ જેનો રિપ્લાય આપતા સામેવાળા ભાઇ સાથે મિત્રતા થયેલ હતી અને મેસેજથી વાત કરતો હતો. અને દસ પંદર દિવસે કયારેય કયારેક વાતો થતી હતી.સ્પેશિયલ પર્સન સાથે મુલાકાત કરાવવાની છે. એમ કહી ફરીયાદીને ઉપલેટા બોલાવી અવાવરૂ જગ્યા પર એક આરોપીની ખેતરની ઓરડીમાં લઈ ગયેલા અને નગ્ન કરી વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકીઓ આપી માર મારી પહેલા ૮૦ હજાર રૂપિયાની ખંડણી માંગી અને બાદમાં ૧ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી
૧૫૦૦ રૂપિયા લૂંટી લીધા હતા આ મામલે ધોરાજી સીટી પોલીસ મથક ખાતે આરોપી ઓ.(૧) ચીરાગ પટેલ તથા (૨) નિંકુંજ પટેલ તથા (૩) પ્રતિક નટવરલાલ ગજેરા તથા (૪) રઘુ રાઠોડ તથા (૫) અને (૬) બે અજાણી લેડીઝ સામેં ગુનો નોંધી ને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ધોરાજી સીટી પોલીસ મથક નાં પીઆઈ પટેલ સહિત ની ટીમે તપાસ હાથ ધરી ને ચીરાગ પટેલ , નિંકુંજ પટેલ , પ્રતિક નટવરલાલ,રઘુ રાઠોડને આ ગૂના માં સંડોવાયેલ મહીલા આરોપી રાણીબેન ડો.ઓ. તુકારામ ઢોલક,-દરજી, રહે. ઉપલેટા, તથા નિલાબેન વા.ઓ. રાજુભાઇ મોહનભાઇ,-પટેલ, રહે. ઉપલેટા, સાઇબાબાના મંદિર પાસે, ગાયત્રીનગર, જી.રાજકોટ ને ઝડપી પાડી ને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.
ધોરાજી સીટી પોલીસ મથક નાં પીઆઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસ આ ગૂના ની વધુ તપાસ માટે આરોપી ઓ ને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતાં ધોરાજી કોટે આરોપી ઓ નાં બે દિવસ નાં રીમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે આરોપી ઓ નો અન્ય ગૂનાહિત ઈતિહાસ ની તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
