<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

અમારા ફળીયામાં કેમ જોવે છે, તારા બાપનું ઘર છે? કહી સગીરને ગાળો દીધા બાદ તેના માતા-પિતા પર હુમલોઃ વાહનમાં તોડફોડ

રૈયાધારમાં પ્રકાશભાઇ લખલાણી અને પત્‍નિ નિકીતાબેનને પાડોશી વાલાભાઇ, તેના પત્‍નિ, મોતીભાઇ, ટીડાભાઇ, પરબતભાઇએ ધોકા-પાઇપથી ફટકાર્યા

 

રાજકોટ તા. ૪: રૈયાધારમાં વધુ એક મારામારી થઇ છે. અહિના શાષાીનગરમાં રહેતા દંપતીને પડોશી દંપતી સહીત પાંચ વ્‍યક્‍તિએ ધોકા-પાઇપથી આડેધડ મારમારી મૂંઢ ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. દંપતીનો સાત વર્ષનો પુત્ર પાડોશીના ફળિયામાં જોતો હતો તે વાતને લઈને ઝગડો કરી હુમલો કરવામાં આવ્‍યો હતો. તેમજ વાહનમાં તોડફોડ કરી ધમકી અપાઇ હતી.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે શાષાીનગરમાં રહેતાં અને ટ્રાવેલીંગનું કામ કરતાં પ્રકાશભાઇ રમેશભાઇ લખલાણી (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી તેના પાડોશી વાલાભાઇ ભરવાડ, તેના પત્‍નિ, મોતીભાઇ, ટીડાભાઇ અને પરબતભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદની વિગત મુજબ ે સાંજે છ વાગ્‍યે પ્રકાશભાઈનો સાત વર્ષનો પુત્ર પ્રતીક ફળિયામાં એક્‍ટિવા ઉપર બેઠો હતો ત્‍યારે બાજુમાં રહેતા વાલાભાઈના પતિન પ્રતીકને-તું શું અહિ બેઠો છો? અમારા ફળિયામાં કેમ જોવે છે, તારા બાપનું ઘર છે?  કહી ગાળાગાળી કરવા લાગ્‍યા હતા. દરમિયાન પ્રકાશભાઈના પત્‍નિ નીકિતાબેન આવી જતાં કેમ દીકરાને ગાળો આપો છો પૂછતાં તેની સાથે પણ ઝગડો કરવા લાગ્‍યા હતા અને દરમિયાન વાલાભાઈ અને તેની પત્‍નિ લોખંડના પાઇપ અને ધોકા વડે નીકિતાબેનને માર માર્યો હતો.

આ વખતે પત્‍નિને છોડવવા વચ્‍ચે પડેલા પ્રકાશભાઈને પણ પાઇપના ઘા ફટકારાયા હતાં. વાલાભાઈના સગા મોતીભાઈ, ટીડાભાઈ અને પરબતભાઈ પણ આવી પાછળથી પાઇપ અને ધોકા વડે આડેધડ મારમારવા લાગતા દંપતીને ઇજા થઇ હતી. તેમજ એક્‍ટીાવમાં પણ તોડફોડ કરી આજ પછી અમારા ફળીયામાં જોયુ છે તો બધાને જાનથી મારી નાંખશુ તેવી ધમકી આપી હતી.  ૧૦૮ મારફત પતિ-પત્‍નિને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.   એએસઆઇ જે. એચ. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:05 PM IST)