<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

હુમાયુ કબીરના મસ્જિદ નિર્માણના એલાન બાદ મુર્શિદાબાદ બેઠક પર ટીએમસી નેતા હારના પંથે :ભાજપ મજબૂત બન્યું

મુર્શિદાબાદમાં 18મા રાઉન્ડના અંતે ભાજપના ગૌરીશંકર ઘોષ 39,299 મતોથી આગળ: 2021ની સરખામણીએ લીડમાં મોટો વધારો

પશ્ચિમ બંગાળની ઘણી સંવેદનશીલ ગણાતી મુર્શિદાબાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌરીશંકર ઘોષ ઘણી મોટી જીત તરફ આગળ વધી રહ્યા છે. તેમનો મુકાબલો આ બેઠક પર ટીએમસી તરફથી ચૂંટણી લડી રહેલા શાઓની સિંહ રૉય સાથે છે. ટીએમસીના ઉમેદવાર શાઓની સિંહ રૉય ઘણાંજ પાછળ છે અને બેઠક પર ઘણાં રાઉન્ડનું કાઉન્ટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે.

ટીએમસીના નેતા હુમાયૂં કબીરે મુર્શિદાબાદ જિલ્લામાં જ બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી કરી હતી. આના પર વિવાદને કારણે તેમને ટીએમસીએ બરખાસ્ત કર્યા હતા. બાદમાં હુમાયૂં કબીરે આમ જનતા ઉન્નયન પાર્ટીના નામથી પોતાનો એક પક્ષ બનાવ્યો અને ચૂંટણીમાં પણ ઉતર્યા.

 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતગણતરીમાં મુર્શિદાબાદ બેઠક પર ભાજપના ગૌરીશંકર ઘોષ 18મા રાઉન્ડની મતગણતરી બાદ 39, 299 વોટોથી આગળ ચાલી રહ્યા છે

તેમના નિકટતમ પ્રતિસ્પર્ધી ટીએમસીના શાઓની સિંહ રૉય ઘણાં પાછળ ચાલી રહ્યા છે. 2021માં ઓછા અંતરથી થઈ હતી ભાજપની જીત

2021ની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પણ મુર્શિદાબાદ બેઠક પર ભાજપના ગૌરીશંકર ઘોષને જીત મળી હતી.

2021માં ગૌરીશંકર ઘોષે ટીએમસીના શાઓની સિંહ રોયને માત્ર 2491 વોટથી હરાવ્યા હતા.

પરંતુ 2026માં ભાજપે પોતાની સરસાઈનું અંતર ઘણું વધાર્યું છે.

2025ના એપ્રિલમાં મુર્શિદાબાદમાં ઘણી ભયાનક કોમી હિંસા થઈ હતી.

હિંસા ભડકાવવાનો આરોપ ટીએમસીના કેટલાક નેતાઓ અને સમર્થકો પર લાગ્યો હતો.

કોલકત્તા હાઈકોર્ટની એક તપાસ સમિતિના રિપોર્ટમાં આ તથ્ય સામે આવ્યું હતું, જેમાં હિસામાં ટીએમસીના નેતાઓ સામેલ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સૌથી જઘન્ય ઘટનામાં એક હિંદુ પરિવારના પિતા અને પુત્રને તેમના મુસ્લિમ પાડોશીઓએ નિર્મમતાથી ઘરમાંથી ખેંચીને મારી નાખ્યા હતા.

ઘટના બાદ ઘણી વધારે હિંસા ભડકી હતી.

2011ની વસ્તીગણતરી મુજબ, મુર્શિદાાદમાં 66 ટકાથી વધારે મુસ્લિમ અને 33 ટકાથી વધારે હિંદુ વસ્તી હતી. પરંતુ દોઢ દશકમાં ત્યાં ધાર્મિક વસ્તીસંતુલનમાં વધારે ફેરફારના આસાર છે.

પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાંથી દૂર થઈ અને ભાજપને સત્તા પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતી તરફ આગળ વધી રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવી રહ્યું છે. તેને 45 ટકાથી વધારે વોટ મળતા દેખાઈ રહ્યા છે. ત્યારે ટીએમસીનો ગ્રાફ 42 ટકાની આસપાસ છે.

 

(7:50 PM IST)