તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
સવારના 10:45 વાગ્યે : પાંચ રાજ્યોની ચૂંટણીના વલણોમાં મોટો ઉલટફેર : પશ્ચિમ બંગાળમાં ભાજપની મજબૂત આગેકૂચ : તમિલનાડુમાં વિજયની પાર્ટી ‘TVK’ નો દબદબો : ન્યૂઝફર્સ્ટ
બંગાળમાં 163 બેઠકો સાથે ભાજપ બહુમતી તરફ : અસમમાં ભાજપનો દબદબો કાયમ : તમિલનાડુમાં સત્તાધારી પક્ષ પછડાયો : કેરળમાં યુડીએફનો એકચક્રી શાસન તરફ નિર્ધાર : હિન્દુ મતોનું ધ્રુવીકરણ ભાજપ માટે નિર્ણાયક સાબિત થશે

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ) : આજે સવારથી શરૂ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરીના 10:45 વાગ્યા સુધીના વલણોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. સૌથી મોટું આશ્ચર્ય પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં જોવા મળી રહ્યું છે, જ્યાં પ્રસ્થાપિત સમીકરણો બદલાતા જણાય છે.
પશ્ચિમ બંગાળ: ભાજપ સ્પષ્ટ બહુમતી ભણી
બંગાળમાં અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટી 163 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC) 122 બેઠકો પર સમેટાઈ રહી હોય તેવું લાગે છે. ડાબેરી પક્ષો માત્ર 1 બેઠક પર સીમિત રહ્યા છે.
* મતના ટકાવારી: ભાજપને 44.35% અને TMC ને 40.68% મત મળતા દેખાય છે.
* હિન્દુ મતોનું સમીકરણ: ભાજપના પક્ષમાં 60.5% જેટલું મોટું હિન્દુ મતોનું ધ્રુવીકરણ જોવા મળ્યું છે. જો આ વલણ ચાલુ રહેશે તો ભાજપની વોટ શેર ટકાવારી 45.37% સુધી પહોંચી શકે છે.
* વિસ્તારવાર વિગત: કોલકાતામાં 53.5% હિન્દુ મતદારોએ ભાજપ તરફ પસંદગી ઉતારી છે. ફરક્કા વિધાનસભામાં અંદાજે 98% અને મુર્શિદાબાદ વિધાનસભામાં 89% હિન્દુ મતોનું ધ્રુવીકરણ ભાજપની તરફેણમાં થયું હોવાનું અનુમાન છે.
તમિલનાડુ: વિજયની પાર્ટીની એન્ટ્રીથી ખળભળાટ
દક્ષિણ ભારતના આ મહત્વના રાજ્યમાં વિજયની પાર્ટી ‘TVK’ 103 બેઠકો પર લીડ મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહી છે. AIADMK 77 બેઠકો સાથે બીજા ક્રમે છે, જ્યારે સત્તાધારી DMK માત્ર 53 બેઠકો પર આગળ હોવાથી મોટો ફટકો પડ્યો છે.
કેરળ અને પુડુચેરીની સ્થિતિ
* કેરળ: કેરળમાં પરંપરાગત રીતે UDF (કોંગ્રેસ ગઠબંધન) 98 બેઠકો પર પ્રચંડ સરસાઈ ભોગવી રહ્યું છે. LDF 41 બેઠકો પર અને NDA ને 01 બેઠક પર વલણ મળી રહ્યું છે.
* પુડુચેરી: અહીં AINRC 20 બેઠકો સાથે મજબૂત છે, જ્યારે DMK 07 અને અન્ય પક્ષો 03 બેઠકો પર આગળ છે.
અસમમાં ભાજપનો દબદબો કાયમ
ઉત્તર-પૂર્વી રાજ્ય અસમમાં ભાજપ ફરી એકવાર મજબૂત દેખાઈ રહ્યું છે. ભાજપ 96 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 27 બેઠકો પર લીડ કરી રહી છે. AIUDF ને 02 અને JMM ને 01 બેઠક પર વલણ મળ્યું છે.
આ પ્રારંભિક વલણો છે અને જેમ જેમ મતગણતરી આગળ વધશે તેમ તેમ ચિત્ર વધુ સ્પષ્ટ થશે, પરંતુ હાલના તબક્કે અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
