તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ભાયાવદરના મેરવદર ગામે ઉકાભાઇ બઢ ઉપર ૪ શખ્સોનો લાકડીથી હુમલો
બે દિ' પૂર્વે પુત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી કારમાં આવી તૂટી પડયા

રાજકોટ તા. ૪ :.. ભાયાવદરના મેરવદર ગામે બે દિ' પૂર્વે પુત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી પ્રૌઢ ઉપર કારમાં આવેલ ૪ શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ ઉકાભાઇ હમીરભાઇ બઢ ઉ.વ.પ૦ ધંધો પશુપાલન રહે. મેરવદર તા. ઉપલેટા એ આરોપી (૧) દલો વાંદા (ર) કસામભાઇ વાંદા (૩) રામાભાઇ રાણાભાઇ વાંદ તથા (૪) વિવેકભાઇ રાણાભાઇ વાંદા રહે. બધા વડેખણ તા. ઉપલેટા સામે ભાયાવદર પોલીસમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દિકરાને બે દિવસ પહેલા આરોપી (૧) સામે મોટર સાયકલ સામસામે આવી જતા જે બાબતે બોલચાલી થયેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓ ફોર વ્હીલ ગાડીમાં આવી આરોપી નં. (૧) એ ફરીયાદીને લાકડી વડે ડાબા પગે ઢીંપણ પાસે તથા આરોપી નં. (ર) એ ફરીયાદીને લાકડી વડે કમરના પાછળના ભાગે તથા ડાબા પગે સાથળના ભાગે માર મારી તથા આરોપી નં. (૩) તથા (૪) એ ફરીયાદીને ઢીંકા પાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી હતી.
આ ફરીયાદ અન્વયે ભાયાવદર પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
