News of Monday, 4th May 2026
ઋતુચક્રમાં બદલાવઃ દરેક રાજ્ય માટે અલગ કૃષિ રોડમેપ તૈયાર કરવા કવાયત
વારંવાર વાતાવરણમાં આવતા બદલાવ સામે નવી ક્રોપ પેટર્ન વિકસાવવાની દિશામાં વિચારણા : મધ્યપ્રદેશના પાયલટ પ્રોજેક્ટના આધારે હવે દેશભરના રાજ્યોમાં લાગુ કરવા કેન્દ્ર સરકાર કમિટી રચશેઃ આબોહવા અને પાક-પાણીના આધારે રાજ્યોની સહમતિના આધારે રોડમેપ તૈયાર કરવામાં આવશે : ઋતુચક્રમાં આવી રહેલા અસાધારણ ફેરફારની સૌથી વધારે અસર ખેતી પર પડી રહી હોવાથી કેન્દ્ર સરકારને નવો કૃષિ રોડમેપ તૈયાર કરવાની ફરજ

નવવી દિલ્હી તા.૪: ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થતા બદલાવની ઘટનાઓ હવે વાસ્તવિક અને વારંવાર બની રહી છે. હાલ જ દેશમાં એક તરફ પ્રચંડ ગરમી અને બીજી તરફ તોફાની વાવાઝોડા સાથે વરસાદી માહોલની સ્થિતિ સર્જાઈ રહી છે. હવે આવી પરિસ્થિતિમાં પરંપરાગત પાકને બદલે દરેક રાજ્યની આભોહવા, પાક, પાણી વગેરેની સ્થિતિને કેન્દ્રમાં રાખી ક્રોપ પેટર્ન વિકસાવવા માટે કૃષિ રોડમેપ તૈયાર કરવાની દિશામાં કેન્દ્ર સરકારે કવાયત હાથ પરી છે. આ રોડમેપ આગામી સમયમાં દરેક રાજ્યોમાં કેવી રીતે લાગુ કરી શકાય તેના માટે એક કમિટી રચવા કેન્દ્ર સરકાર વિચારી રહી છે.
ઋતુચક્રમાં આવી રહેલા અસાધારણ ફેરફારોની સૌથી વધારે અસર ખેતી પર પડી રહી છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજાસિહ ચૌહાણે તાજેતરમાં જ દરેક રાજ્ય માટે સ્વતંત્ર કૃષિ રોડમેપ બહાર પાડવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું કે, રાજ્યો માટે અલગ કૃષિ રોડમેપ એક કૃષિ વ્યવસ્થામાં સુધારો લાવવાનો એક ગંભીર પ્રયાસ છે. રોડમેપની દિશામાં આગળ વધતા પહેલાં કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સહયોગથી મધ્યપ્રદેશના વિદિશા, રાયસેન, સિહોર અને દેવાસ જિલ્લાઓ માટે કૃષિ રોડમેપ જાહેર કર્યો હતો. આ રોડમેપને દરેક એક આદર્શ માનીને રાજ્યો માટે અલગ અલગ કૃષિ રોડમેપ બહાર પાડવા માટે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ માટે એક કમિટી રચવાનો કેન્દ્રીય કૃષિમંત્રીએ આદેશ આપ્યો હતો.
કૃષિ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, ખેડૂતો પોતાની માટી, આબોહવા, પાણીની ઉપલબ્ધતા અને સંસાધનોના આધારે વૈજ્ઞાનિક રીતે ખેતી કરે તે માટે જરૂરી છે કે તેમની પાસે એક વૈશાનિક દસ્તાવેજ હોય.
કૃષિ રોડમેપ આ જ દસ્તાવેજનું કાર્ય કરશે. આ રોડમેપ રાજ્યોના સહયોગથી, તેમની જરૂરિયાતો અને ઇચ્છારશક્તિના આધારે તૈયાર કરવામાં આવશે. કોઈપણ રાજ્ય પર તે લાદવામર્મા આવશે નહીં. રાજ્યોમાં રાજસ્થાન, ઓપ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશે પ્રારંભિક રીતે કૃષિ રોડમેપ માટે પોતાની સહમતિ આપી દીધી છે. કૃષિ મંત્રાલય અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) મળીને સંબંધિત રાજ્યો સાથે સંકલન સ્થાપિત કરતા આ રોડમેપ તૈયાર કરશે.
રોડમેપમાં કેવા પ્રકારની પધ્ધતિને આવરી લેવાશે
દેશમાં હાલ બાર પ્રકારના મુખ્ય કૃષિ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને દરેક રાજયમાં એ મુજબ કૃષિ પ્રવૃત્તિઓની યોજના બનાવાશે. જેથી ઉત્પાદક્તા અને ઉત્પાદન બંનેમાં વૃદ્ધિ સુનિヘતિ કરી શકાય. રોડમેપ હેઠળ દરેક રાજ્ય માટે એ નિર્ધારિત કરાવશે કે ત્યાંની આદર્શ કૃષિ પ્રણાલી શું હોવી જોઇએ, કયા પાકો સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ અને વધુ ફાયદાકારક રહેશે. કૃષિ ક્ષેત્રમાં અન્ય કઇ જરૂરિયાતો પર ધ્યાન આપવું જોઇએ. ખાસ કરીને પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા માટે ઘઉં અને ડાંગર પરની નિર્ભરતા ઘટાડી અન્ય પાકોને પ્રોતસાહિત કરાશે, જે વિસ્તારોમાં સોયાબીન જેવા પાક મુખ્ય છે ત્યા તેમની ઉત્પાદક્તા વધારવા પર ભાર મૂકાશે. બીજી તરફ જ્યા વધુ ઉત્પાદન છે ત્યાં ક્લસ્ટર આધારિત વિકાસ, પ્રોસેસિગ અને માર્કેટિગની વ્યવસ્થા મજબૂત કરાશે. પર્પલ રિવોલ્યુશન (લેવેન્ડર)ની તર્જ પર અન્ય રાજ્યોમાં પણ વિશિષ્ટ કૃષિ ક્રાંતિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્થાનિક પરિસ્થિતિઓ અનુસાર નવી ટેકનોલોજી અને નવાયારો (ઇનોવેશન્સ)ને સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ હૈયાધારણ આપી છે કે, એકવાર રાજ્યોના કૃષિ રોડમેપ તૈયાર થઈ ગયા પછી, તેમની જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને આર્થિક, ટેકનિકલ અને માળખાગત જરૂરિયાતો અનુસાર તબક્કાવાર રીતે આગામી પગલાં લેવામાં આવશે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
