News of Monday, 4th May 2026
અવકાશમાં ભારત-રશિયાની ‘સુપર જુગલબંદી’: ISRO ના હેવી-લિફ્ટ રોકેટને મળશે રશિયન શક્તિ: ‘ડીપ સ્પેસ’ ના સપના થશે સાકાર
ગગનચુંબી છલાંગ: રશિયા ભારતને આપશે સેમી-ક્રાયોજેનિક એન્જિનની અત્યાધુનિક ટેક્નોલોજી:ISRO નું LVM3 રોકેટ હવે બનશે વધુ શક્તિશાળી:4 ટનને બદલે 7 ટન વજન ઉઠાવવાની ક્ષમતા કેળવશે ભારત:ડ્રાફ્ટ કોન્ટ્રેક્ટ તૈયાર, મોસ્કોમાં ટેકનિકલ વાટાઘાટો પૂર્ણ:શું ભારત રશિયાની મદદથી ચંદ્ર પર કાયમી મથક બનાવશે? સ્પેસ રેસમાં ચીન-અમેરિકાને ટક્કર આપવા ભારત સજ્જ

નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને રશિયાની સ્પેસ એજન્સી રોસકોસ્મોસ વચ્ચે એક ઐતિહાસિક સમજૂતીના એંધાણ મળી રહ્યા છે. ઇસરો હવે તેના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી રોકેટ LVM3 ને વધુ પાવરફુલ બનાવવા માટે રશિયાના 'સેમી-ક્રાયોજેનિક' એન્જિન (RD-191) અને તેની ટેક્નોલોજી મેળવવાની તૈયારીમાં છે. તાજેતરમાં ઇસરોના અધિકારીઓએ મોસ્કોની મુલાકાત લીધી હતી અને એન્જિનની ડિલિવરી માટેના ડ્રાફ્ટ કોન્ટ્રેક્ટ પર અંતિમ મહોર મારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
સેમી-ક્રાયોજેનિક એન્જિન ભારતના આગામી હેવી-લિફ્ટ લોન્ચ વાહનો માટે એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી છે. તે શુદ્ધ કેરોસિન અને લિક્વિડ ઓક્સિજનના મિશ્રણ પર ચાલે છે. હાલની સિસ્ટમ કરતાં તે વધુ કાર્યક્ષમતા અને થ્રસ્ટ ઉત્પન્ન કરે છે. આવા એન્જિનના વિકાસ અને ઉપયોગથી ભારે પેલોડ અને ડીપ-સ્પેસ મિશનો માટે ભારતની લોન્ચ ક્ષમતા વધી શકે છે. આથી આ માટે રશિયાનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે.
ISRO પોતાનું સેમી-ક્રાયોજેનિક એન્જિન પર પણ કામ કરી રહ્યું છે. માર્ચ 2025ના નિવેદનમાં ISROએ જણાવ્યું હતું કે તે “2000 kN ઊંચી થ્રસ્ટ ધરાવતા લિક્વિડ ઓક્સિજન / કેરોસિન આધારિત સેમી-ક્રાયોજેનિક એન્જિનના ડિઝાઇન અને વિકાસમાં પ્રગતિ કરી રહી છે, જે LVM3 લોન્ચ વાહનના સેમી-ક્રાયોજેનિક બૂસ્ટર સ્ટેજને શક્તિ આપશે.” આ એન્જિન LVM3ના બૂસ્ટર સ્ટેજને વધુ પાવરફુલ બનાવશે.
ISROનું લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) સેમી-ક્રાયોજેનિક પ્રોપલ્શન એન્જિન અને સ્ટેજ વિકસાવી રહ્યું છે. 2000 kN સેમી-ક્રાયોજેનિક એન્જિન (SE2000) દ્વારા સંચાલિત SC120 સ્ટેજ, પેલોડ વધારવા માટે LVM3ના હાલના કોર લિક્વિડ સ્ટેજ (L110)ને બદલી દેશે. ભવિષ્યમાં આ લોન્ચ વાહનોના બૂસ્ટર સ્ટેજને પણ શક્તિ આપશે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
