દિલ્હીમાં ભીષણ વિસ્ફોટ : લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે ઈકો વાનમાં ધડાકો : ૯ના મોત, ૧૨ ઘાયલ : NIA-NSGની ટીમો તપાસ માટે રવાના : દેશભરમાં એલર્ટ! : જૂઓ વિડીયો : સોમવારે સાંજે ૬:૫૫ કલાકે હાઈ ઇન્ટેન્સિટી વિસ્ફોટ : મૃત્યુઆંક વધવાની ભીતિ : ૫-૬ વાહનોના ફૂરચા ઉડ્યા, સ્ટ્રીટ લાઇટ પણ તૂટી : સમગ્ર દિલ્હીમાં હાઈ અલર્ટ જાહેર, મુંબઈમાં સુરક્ષા વધારાઈ : ધમાકા પાછળ મોટી સાજિશની આશંકા!8:12 PM IST
શું પુલવામા કરતા મોટા હુમલાની યોજના હતી? ૩૬૦ કિલો RDX-AK47 મળતા ખળભળાટ : હરિયાણાના ફરીદાબાદમાંથી ડોકટરના રૂમમાંથી આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવતા પોલીસ સ્તબ્ધઃ આતંકી મુઝમ્મિલના તાર જૈશ સાથે જોડાયેલા : એક મૌલવીની ધરપકડઃ અન્ય એક આરોપી ફરારઃ જપ્ત કરાયેલા સામાનમાં ૩ મેગેઝિન, ૮ મોટા અને ૪ નાની સુટકેસ, ૨૦ ટાઈમર, ૨૪ રિમોટ, ૫ કિલો હેવી મેટલ, વોકી-ટોકી સેટ, ઈલેકટ્રીક વાયરીંગ, બેટરી સામેલઃ તપાસનો ધમધમાટ2:52 PM IST
લાલ કિલ્લા પાસે ધમાકો : PM નરેન્દ્રભાઈ મોદીએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો : ગૃહમંત્રી અમિતભાઈ શાહે LNJP હોસ્પિટલ પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી : ઘટનાસ્થળની નજીક જમીન પરથી એક જીવતો કારતૂસ મળી આવ્યો : વિસ્ફોટમાં મૃત્યુઆંક ૧૩ : વડાપ્રધાને 'સખત તપાસ' અને દોષિતો સામે કડક કાર્યવાહીનો આપ્યો નિર્દેશ : સ્પેશિયલ સેલે એક શંકાસ્પદને પકડ્યો, NIA-NSG તપાસમાં : દેશભરમાં CISF સુરક્ષા હેઠળના સ્થળો તથા અયોધ્યા-કાશીમાં હાઈ અલર્ટ10:08 PM IST
ના ખીલા કે ના ખાડો :મૃતકોના શરીર કાળા નથી: દિલ્હી બોમ્બ વિસ્ફોટ સંબંધિત 5 સંકેતોથી તપાસ ટીમ પરેશાન : વિસ્ફોટના સ્થળે કોઈ ખાડો ન હોવાથી, વિસ્ફોટમાં કયા પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ થયો હતો તે અંગે અધિકારીઓ હાલમાં અનિશ્ચિત છે. વધુમાં, ઘટનામાં ઘાયલ થયેલા અથવા માર્યા ગયેલા લોકોના શરીર પર કાળાશ પડતા નથી.12:48 AM IST
લાલ કિલ્લા ધમાકો: વિસ્ફોટ હરિયાણા નંબર પ્લેટવાળી 'i20' કારમાં થયો હતો : મૃત્યુઆંક વધીને ૧૩ : કાર માલિક નદીમ ખાનનું નામ સામે આવ્યું : સોમવારે સાંજે ૬:૫૨ કલાકે ગૌરી શંકર મંદિર નજીક થયેલા હાઈ ઇન્ટેન્સિટી બ્લાસ્ટમાં બે ડઝનથી વધુ ઘાયલ : ધમાકા સમયે કારમાં ૩ લોકો સવાર હોવાની માહિતી : ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્થિતિનો તાગ મેળવ્યો : NSG-NIA-FSL દ્વારા સઘન તપાસ શરૂ10:21 PM IST
દિલ્હી બ્લાસ્ટ અપડેટ: આતંકવાદી કાવતરાનો પર્દાફાશ : ગુજરાત એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ફરીદાબાદ ખાતેથી ૩ ટન વિસ્ફોટક સામગ્રી કબજે લીધીતી: જમ્મુ અને કાશ્મીરમાં પણ સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપતા પહેલા જ તેને અટકાવી દીધી હતી: એજન્સીઓ માની રહી છે કે આ ત્રણેય ઘટનાઓ એક જ મોટા આતંકવાદી કાવતરાનો ભાગ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીને હચમચાવી દેવાનો હતો11:15 PM IST
લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દિલ્હી હચમચી ગયું: કોંગ્રેસે સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા : વિપક્ષે સત્ય બહાર આવે તેવી માંગ કરી : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ પર કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી : કોંગ્રેસ પાર્ટીએ રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને ગૃહ મંત્રાલય પર પણ નિશાન સાધ્યું 11:08 PM IST
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ FIRને બોમ્બે હાઇકોર્ટમાંથી પડકારી : ₹60 કરોડથી વધુના રોકાણ કેસમાં છેતરપિંડીના આરોપોને પડકારતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી : તેમની સંબંધિત ફોજદારી રિટ અરજીઓમાં, તેમણે એફઆઈઆરને "ખોટી, દ્વેષપૂર્ણ અને બનાવટી" ગણાવી : આ કેસ બેસ્ટ ડીલ ટીવી પ્રા. લિ. નામની કંપની સાથે સંબંધિત11:00 PM IST
બોલીવુડના દિગ્ગજ વિલન અભિનેતા પ્રેમ ચોપરાની તબિયત લથડી : છાતીમાં જકડન થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ : ૯૦ વર્ષીય વેટરન એક્ટર પ્રેમ ચોપરા શનિવાર (૮ નવેમ્બર) થી હોસ્પિટલમાં : હાલતમાં સુધારો થતાં ૩-૪ દિવસમાં રજા અપાશે : ૬૦ વર્ષની લાંબી કારકિર્દીમાં ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું : ‘પ્રેમ નામ હૈ મેરા’ ડાયલોગથી ઘર-ઘરમાં પ્રખ્યાત10:41 PM IST
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક પ્રચંડ વિસ્ફોટ અંગે પોલીસ કમિશનરની મોટી જાહેરાત : સાંજે ૬:૫૨ કલાકે 'ધીમી ગતિએ આવેલી' કારમાં બ્લાસ્ટ થયો (ન્યૂઝફર્સ્ટ) : દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચાએ સમય અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરી : રેડ લાઈટ પર ઊભેલા વાહનમાં જ વિસ્ફોટ થતાં આસપાસના અન્ય વાહનોને પણ મોટું નુકસાન પહોંચ્યું : ભીષણ ઘટનાની તપાસ ચાલુ9:09 PM IST
દરેક અમેરિકનને રૂા. ૧.૭૦ લાખ આપવા ટ્રમ્પનું એલાન : અમેરિકામાં પણ ‘રેવડી કલ્ચર' !! પીએમ કિસાન નિધિનું મોડલ અપનાવતા ટ્રમ્પ : ટેરિફનો ફાયદો ગણાવી દરેક અમેરિકનોને ૨૦૦૦ ડોલર આપવાની કરી જાહેરાત : ‘ટેરિફ ડિવિડન્ડ' જેવું રૂપાળુ નામ આપ્યું આ ‘રેવડી'ને : ટેરિફનો વિરોધ કરનારાને ‘મુરખ' ગણાવ્યા : અમેરિકા ટેરિફથી અબજો ડોલરની કમાણી કરી રહ્યું છે : જેનો ઉપયોગ ૩૭ ટ્રિલિયન ડોલરનું દેવું ચુકવવા થશે : જે પછી શ્રીમંતોને બાદ કરતા દરેક નાગરિકોને ૨૦૦૦ ડોલરનું ડિવિડન્ડ અપાશે : ટ્રમ્પ2:43 PM IST
પ્રભાસ પાટણમાં ધાર્મિક સ્થળ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરતી વખતે ભડકો : ટોળાનો પોલીસ પર જોરદાર પથ્થરમારો : PI સહિત બે પોલીસકર્મી ઘાયલ : સોમનાથ મંદિર નજીક શંખ સર્કલ પાસે સવારે ૧૦ વાગ્યાથી ડિમોલિશન શરૂ : સાંજે ૬ વાગ્યે ધાર્મિક સ્થળ તોડાતા સ્થિતિ વણસી : પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના ૩ શેલ છોડીને પરિસ્થિતિ કાબૂમાં લીધી - એસ.પી. જયદીપસિંહ જાડેજાની માહિતી : બસ સ્ટેન્ડ બનાવવા માટે જગ્યા ખાલી કરાવાઈ હોવાની વિગત9:07 PM IST
પાકિસ્તાન, જે પોતાને પરમાણુ શક્તિ કહે છે, તે બટાકા અને ટામેટાં પર તેની શક્તિનું પરીક્ષણ કરી રહ્યું છે : અફઘાન વિદેશ મંત્રીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા : પાકિસ્તાનની સ્થાનિક સુરક્ષા સમસ્યાઓ માટે તેની પોતાની ભૂલને જવાબદાર ગણાવી : વેપાર પ્રતિબંધ અને શરણાર્થીઓ પર કડક વલણ માટે પાકિસ્તાનને અરીસો બતાડ્યો 6:14 PM IST
ભારતમાં સ્થૂળતાની નવી દવા લોન્ચઃ કંપનીના શેર ખરીદવા રોકાણકારો તૂટી પડયા : આશરે ૨૫ કરોડ ભારતીયો સામાન્ય સ્થૂળતાથી અને ૩૫ કરોડથી વધુ લોકો પેટની સ્થૂળતાથી પીડાય છે : સ્થૂળતા ૨૦૦ થી વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં હૃદય રોગ, લીવર સમસ્યાઓ, સંધિવા અને કિડની રોગનો સમાવેશ થાય છે3:43 PM IST
પત્નિએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી ત્યારે બાળકો બેડરૂમમાં બંધ હતાં : બદલાપુરના ગુજરાતી કિશન પરમારના મર્ડરમાં ચોંકાવનારો ખુલાસો : પત્નિ-પ્રેમીથી ખતરો હોવાની આશંકા મુલુંડમાં રહેતા ભાઈ સમક્ષ જતાવી હતી : બંને વિરુદ્ધ ફરિયાદ કરવા વકીલ પાસે લેટર પણ બનાવડાવ્યો હતો જે પોલીસને આપવાનો હતો10:02 AM IST
ગુજરાતમાં આ વર્ષે કડકડતી ઠંડી માત્ર ૩૦ દિવસ માટે જ અનુભવાશે? : આ શિયાળો ૨૦ દિવસ મોડો શરૂ થયાઃ ટૂંકા શિયાળા માટે અરબી સમુદ્રમાં નીચા દબાણનું વધતું પ્રમાણ અને ગ્લોબલ ર્વોમિંગ જવાબદાર બનશેઃ સ્કાયમેટ : હવામાનના પૂર્વાનુમાન મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છેઃ નલિયામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે : સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી શિયાળો બેસી જતો, પરંતુ તેમાં વિલંબ થયો છેઃ અગાઉ ૯૦ દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે માત્ર મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે ૩૦ દિવસ માટે જ રહેશે12:16 PM IST
ટ્રમ્પ ઢીલા પડયા.. શટડાઉન સમાપ્ત થવાની સંભાવના : સરકાર અને વિપક્ષ વચ્ચે સમજૂતી થઈ? : યુએસ સેનેટમાં બંને પક્ષોએ બજેટ કરાર પર હસ્તાક્ષર કર્યા જે ૪૦ દિવસના શટડાઉનને સમાપ્ત કરી શકે છેઃ આ કરાર સરકારને જાન્યુઆરી સુધી ભંડોળ ચાલુ રાખવા અને સરકારી કામગીરી ફરી શરૂ કરવાની મંજૂરી આપશેઃ આ બિલ SNAP ફૂડ સ્ટેમ્પ પ્રોગ્રામ માટે ભંડોળ પુનઃસ્થાપિત કરશે, ફેડરલ કર્મચારીઓની છટણીનો અંત લાવશે અને નોકરીઓનું સર્જન કરશે11:14 AM IST
હવે હલ્દીરામ સેન્ડવીચ પણ વેચશે! અમેરિકન બ્રાન્ડ સાથે ડીલની તૈયારી : આ ગ્રુપ ભારતમાં અમેરિકાની ઇન્સ્પાયર બ્રાન્ડસ સેન્ડવીચ ‘જીમી જોન્સ' લોન્ચ કરી શકે છેઃ ગ્રુપ એવા યુવા ગ્રાહકોને લક્ષ્ય બનાવી રહ્યું છે જેઓ પશ્ચિમી શૈલીના ફોર્મેટ પસંદ કરે છે : ભારતનું ફૂડ સર્વિસ માર્કેટ નાણાકીય વર્ષ ૨૦૨૮ સુધીમાં રૂ.૭.૭૬ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ11:12 AM IST
ભોપાલમાં કરુણાંતિકા: ટ્રકની ઠોકરે બાઈકનો કચ્ચરઘાણ, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ વિષ્ણુ આર્ય રઘુનાથ સહિત ભારતીય નેવીના બે જવાનોના મોત : બંને મિત્રો ભોપાલ-ઇન્દોર હાઇવે પર એક ઢાબા પર જમવા ગયા હતા. ત્યારે એક ઝડપી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારી ૨૦ મીટર સુધી ઘસડી: બંને જવાનો મૂળ કેરળના અલાપ્પુઝાના રહેવાસી9:46 AM IST
વુહાન ડાયરી: લોકડાઉનની સચ્ચાઈ: એક લેખિકાનો સંઘર્ષ ને વિવાદોનો વંટોળ : "વુહાન ડાયરી" એ માત્ર લોકડાઉનનો હિસાબ નથી, પરંતુ તે સત્તા સામે સત્ય બોલવાની કિંમત અને એક લેખકની નૈતિક હિંમતનો જીવંત પુરાવો છે. તે એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે આપણને યાદ અપાવે છે કે કોઈપણ મહામારીમાં, સરકારી નિષ્ફળતાઓની સૌથી મોટી કિંમત સામાન્ય નાગરિકોએ ચૂકવવી પડે છે. ફેંગ ફેંગે આ પુસ્તક અને તેની તમામ રોયલ્ટી વુહાનના પીડિતોને સમર્પિત કરી છે, જે તેમની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે.. તે એ પણ દર્શાવે છે કે સત્તા સામે સત્ય બોલવાની કિંમત કેટલી મોટી હોઈ શકે છે. આ ડાયરી 'ગ્રાઉન્ડ ઝીરો' પર સામાન્ય નાગરિકોના સંઘર્ષ, હિંમત અને વેદનાની સાચી વાર્તા કહે છે અને તે આપણને યાદ અપાવે છે કે કેવી રીતે એક મહામારીએ આખી દુનિયાને બદલી નાખી "વુહાન ડાયરી" એક ઐતિહાસિક દસ્તાવેજ છે... 10:55 PM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૨ : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. સ્થળઃ 11:44 AM IST
પાકિસ્તાનમાં ઉથલપાથલ! આર્મી ચીફને સર્વોચ્ચ સત્તા : શાહબાઝ શરીફે ઘૂંટણ ટેક્યા: લોકશાહી નબળી પડી રહી છે અને લશ્કર મજબૂત થઈ રહ્યું છે : પાકિસ્તાનમાં સેનાને સર્વોચ્ચ સત્તા આપતો 27મો સુધારો લાગુ કરવામાં આવ્યો: જનરલ મુનીરની શક્તિ વધી ગઈ છે અને શાહબાઝ શરીફ ફક્ત નામના વડા પ્રધાન બનતા દેખાય છે : શરીફ લોકશાહી દેખાવ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે : વાસ્તવમાં, તેઓ ફક્ત ચહેરો બચાવવા માટે ડોળ કરી રહ્યા છે, કારણ કે વાસ્તવિક સત્તા હવે તેમની પાસે નથી પરંતુ જનરલ મુનીર પાસે છે10:11 PM IST
પ્રતાપગઢમાં ડ્રગ માફિયાઓ પર કાર્યવાહી : યુપી પોલીસના ઇતિહાસમાં સૌથી મોટી રોકડ જપ્તી : ગણતરી 22 કલાક ચાલી : ₹2.01 કરોડ રોકડા, 6.075 કિલો ગાંજા અને 577 ગ્રામ સ્મેક જપ્ત કર્યા : પોલીસે તેની પત્ની રીના મિશ્રા સહિત પાંચ લોકોની ધરપકડ કરી : આ ગેંગ જેલમાંથી ડ્રગનો વેપાર ચલાવી રહી હતી : નકલી જામીન અને કરોડોની મિલકત જપ્તીનો પર્દાફાશ થયો : . કુલ જપ્તી આશરે ₹3 કરોડ હોવાનો અંદાજ9:59 PM IST
અડવાણીની સરખામણી નેહરુ સાથે કર્યા પછી થરૂરે ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય હોબાળો મચાવ્યો : ભાજપના નેતાઓએ તેને "રાજકીય પરિપક્વતા" ગણાવી, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં અશાંતિ સ્પષ્ટ દેખાઈ. : કોંગ્રેસ સાંસદ શશી થરૂરે લાલકૃષ્ણ અડવાણીના રાજકીય વારસાનો બચાવ કરતા કહ્યું કે તેમને એક પણ ઘટનાથી નકારી શકાય નહીં : થરૂરે તેમની સરખામણી નેહરુ અને ઇન્દિરા ગાંધી સાથે કરી, જેના કારણે કોંગ્રેસ પાર્ટીમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ10:00 PM IST
જો મત ચોરી નહીં થાય તો મહાગઠબંધનની સરકાર બનશે: રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર ગંભીર આરોપ લગાવ્યા : દેશ બે વિચારધારાઓ વચ્ચે યુદ્ધમાં છે, જેમાં આરએસએસ દેશને વિભાજીત કરવા માંગે છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી તેને એક કરવા માંગે છે : રાહુલ ગાંધીએ મત ચોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો અને બિહારમાં રોજગારીના અભાવ પર ચિંતા વ્યક્ત કરી10:01 PM IST
હાફિઝ સઈદ ભારત પર હુમલો કરવાની તૈયારીમાં : લશ્કર કમાન્ડર સૈફુલ્લાહનો વીડિયો વાયરલ : બાંગ્લાદેશ થઈને ભારત પર હુમલો કરવાની યોજના : એક રેલીમાં યુવાનોને ઉશ્કેરતી વખતે, લશ્કર કમાન્ડરે તેની યોજના સમજાવી, જેને ઓપરેશન સિંદૂરનો બદલો કહી શકાય: હાફિઝ સઈદ પોતાના પરિવાર માટે બદલો માંગે છે : જેમાં તેણે યુવાનો અને નાના બાળકોને જેહાદ માટે અને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યા 10:02 PM IST
બ્રિટનમાં ઇમિગ્રેશન કડક બનશે! 10,000 સ્થળાંતર કરનારાઓ સામે કાર્યવાહી : કડક "ડેનમાર્ક મોડેલ" લાગુ કરવાની તૈયારીઓ : ગૃહ કાર્યાલયે ઓછામાં ઓછા 14 સ્થાનો ઓળખી કાઢ્યા છે જ્યાં 10,000 સ્થળાંતર કરનારાઓને રાખી શકાય : આ કડક શરતો લાદવા અને મોટાભાગના સ્થળાંતર કરનારાઓને બ્રિટનમાં કામચલાઉ નિવાસ સુધી મર્યાદિત કરવા માટે સિસ્ટમમાં મોટા પાયે ફેરફારનો એક ભાગ છે10:03 PM IST
જમ્મુમાં આતંકવાદીઓના સમર્થકો પર લગામ કસવાની તૈયારી : અનેક સ્થળોએ દરોડા : રાષ્ટ્રવિરોધી નેટવર્કને તોડી પાડવા અને તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ : પોલીસે જમ્મુના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના હેન્ડલરોના ઈશારે કાર્યરત તેમના "ઓવરગ્રાઉન્ડ વર્કર્સ" (OGW) ના ઠેકાણાઓની શોધખોળ કરી10:04 PM IST
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISI નું ગુપ્ત યુનિટ, S1 જેવા ગુપ્ત યુનિટ આતંકવાદીઓને ભારત પર હુમલો કરવા માટે તાલીમ આપે છે : S1 નું મુખ્ય મથક ઇસ્લામાબાદમાં છે અને ડ્રગ મની દ્વારા આતંકવાદને ભંડોળ પૂરું પાડે છે : આ યુનિટ 25 વર્ષથી સક્રિય : 993 ના મુંબઈ બોમ્બ વિસ્ફોટથી લઈને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા સુધી, આ S1 યુનિટે ભારતમાં આતંકવાદ ફેલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી10:05 PM IST
મફતની રેવડી: ભારતની નકલ ? ટ્રમ્પની મોટી જાહેરાત: ટેરિફમાંથી થતી જંગી આવકનો હિસ્સો ઉચ્ચ આવક ધરાવતા લોકો' સિવાયના અમેરિકન નાગરિકોને 'ટેરિફ ડિવિડન્ડ' પેટે ૨,૦૦૦ ડોલર સ્વરૂપે અપાશે; ટેરિફ વિરોધીઓને 'મૂર્ખ' ગણાવ્યા : તેમણે દાવો કર્યો કે અમેરિકા વિશ્વનો સૌથી ધનિક દેશ છે, મોંઘવારી શૂન્ય છે: આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તેમની ટેરિફ નીતિઓની કાયદેસરતા સુપ્રીમ કોર્ટમાં ચકાસાઈ રહી છે: આ મફત યોજના માટે સંસદની મંજૂરી જરૂરી બનશે10:53 PM IST
આસામની હિમંતા બિસ્વા શર્મા સરકારનો મહત્વનો નિર્ણય બહુપત્નીત્વ પર લગાવ્યો પ્રતિબંધ: 7 વર્ષની જેલની સજા : આસામ મંત્રીમંડળે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતા બિલને મંજૂરી આપી. હિમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી કે આ બિલ "ધ આસામ પ્રોહિબિશન ઓફ પોલીગેમી બિલ 2025" નામ આપશે તે 25 નવેમ્બરે વિધાનસભામાં રજૂ કરાશે 12:08 AM IST
અકિલા સોશ્યિલ મીડિયા૨૨ ટીમો દ્વારા અમદાવાદમાં મોડી રાતે કોમ્બિંગ ઓપરેશન..૩૬૬ રીઢા અપરાધીઓ ચેક કરાયા : વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સમયે ૩ આતંકવાદીઓ ઝડપાતા BSF બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા શહેર પોલીસને હાઈએલર્ટ મોડમાં મૂકયું : : સેકટર વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં ડીસીપી ભગીરથ ગઢવી અને એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતળત્વ હેઠળનો ૮ પીઆઇ, : ૧૩ PSI, અને મહિલા પોલીસ સહિત ૨૬૬ની ટીમો મેદાને ઉતરતા નાસભાગ મચી : ૧૬ ઘાતક હથિયારો પકડાયા, ૪ તડીપાર ઝડપાયા, ૮૨૯ વાહન ચેક, શક પડતા ૮ વાહનો પોલીસ દ્વારા કબજે, પીધેલાઓને સ્થળ પર જ કાયદાનું આગવી ઢબે ભાન કરાવાયું1:56 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનગણના - સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ : જનગણના ગુજરાતની નવી વેબસાઈટમાં મોડર્ન એલિમેન્ટ્સ, ઈઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે : ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણનાથી જન કલ્યાણનો વડાપ્રધાનશ્રીનો હેતુ પાર પડશે અને કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન-અમલથી સંતુલિત વિકાસને બળ મળશેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ3:07 PM IST
ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર, છેલ્લા 4 વર્ષમાં 120થી વધુ યુવાનો સફળ ઉદ્યોગસાહસિક બન્યા : ડાંગના નિવાસી દક્ષાબેન બિરારીએ CEDની તાલીમ અને સખી મંડળના સહયોગથી કરી અંબિકા હળદર ફાર્મની સ્થાપના, ₹80 લાખથી વધુનું છે વાર્ષિક ટર્નઓવર : વડોદરા જિલ્લાના વાઘોડિયાના રહેવાસી શ્રી તરુણ વસાવાએ પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં કાઠું કાઢ્યું, ₹1 કરોડનું વાર્ષિક ટર્નઓવર : છેલ્લા 4 વર્ષમાં ₹2 કરોડનો ખર્ચ કરીને 1,000થી વધુ આદિજાતિ યુવાનોને આપવામાં આવી ઉદ્યોગસાહસિકતા તાલીમ : ઉદ્યોગસાહસિકતા તાલીમ માટે રાજ્યભરમાં 42 સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર (SUCs) અને 9 પ્રાદેશિક સેન્ટર કાર્યરત : વર્ષ 2021-22 થી 2024-25 દરમ્યાન 1300થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી, 223 લાભાર્થીઓને મળી રોજગારની તકો3:13 PM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ અમદાવાદમાં ઉજવાશે : સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ‘સંઘની શતાબ્દી યાત્રા - નેતળત્વની દિશા અને ભૂમિકા' વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા, પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો : આવતીકાલથી ચાર દિવસીય ‘સંઘની શતાબ્દી યાત્રા' કાર્યક્રમ; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણઃ ડો. કળષ્ણગોપાલ સહિત વરિષ્ઠ પ્રચારકો વ્યાખ્યાન આપશેઃ ‘હંડ્રેડ યર્સ ઓફ આરએસએસ' સ્મારક સિક્કાનું વિશેષ વેચાણ કેન્દ્ર આકર્ષણ જમાવશે : આયોજકઃ ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન, સ્થળ અને તારીખઃ તા. ૧૧ થી ૧૪, ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, મેમનગર, અમદાવાદ, લોકાર્પણઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા (૧૧ નવેમ્બર, સાંજે ૫-૩૦ કલાકે), મુખ્ય વક્તાઓઃ સંઘના સહસરકાર્યવાહ ડો. કળષ્ણગોપાલ, સી.આર. મુકુંદ, અતુલ લિમયે અને આલોક કુમાર, વિશેષ આકર્ષણઃ ભારત સરકારની મુંબઈ ટંકશાળ દ્વારા ‘૧૦૦ યર્સ ઓફ આરએસએસ' સ્મારક સિક્કાનું વિશેષ વેચાણ કેન્દ્ર. પ્રદર્શનીના મુખ્ય વિષયઃ સ્વાધીનતા સંગ્રામમાં સંઘનો ફાળો, ગાંધીજી-સરદાર-આંબેડકર સાથેના સંબંધો અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન.4:19 PM IST
શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીએ તાલીમ કાર્યક્રમો માટે વિવિધ ૦૬ ઉદ્યોગો સાથે MoU કર્યા : કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટી - શીલજ ખાતે નવીન અભ્યાસક્રમોમાં પોતાનું યોગદાન આપવા વિવિધ ૦૬ કંપનીઓએ લેટર ઓફ ઇનટેન્ટ (LoI) અર્પણ કર્યા : યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત હરહંમેશથી દેશમાં અગ્રણી :- શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા : AI/ML તથા સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઔદ્યોગીક સલામતી અને ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો ઉપરાંત વિવિધ સર્ટીફિકેટ, ડિપ્લોમાં, ડિગ્રી, સ્કીલ કોર્સિસ માટે MoU સંપન્ન : ફર્નિચર ડિઝાઈન, પ્લમ્બીંગ ટેક્નોલોજી, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, રોબોટીક્સ ટેક્નોલોજી, ઈ.વી ટેક્નોલોજી, હેલ્થકેર, એડવાન્સડ સાયબર સિક્યોરીટી, ડિજિટલ ફોરેન્સિક, એગ્રી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ, ઉદ્યોગ સાહસિકત્તા, ઈનોવેશન, હોસ્પિટાલીટી, ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા વિવિધ અભ્યાસક્રમો માટે LoI અર્પણ કરાયા3:39 PM IST
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે ગુજરાતમાં એલર્ટ :અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના મહાનગરો અને સરહદી વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ : જુહાપુરા સહિત અનેક વિસ્તારોમાં પોલીસની ટીમોએ નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ શરૂ કર્યું: બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ જેવા મહત્ત્વના સ્થળો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ :આંતરરાજ્ય સુરક્ષા જાળવવા માટે સરહદી જિલ્લાઓમાં ખાસ તકેદારી 12:10 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'ભારત પર્વ'ની રોશનીમય ઉજવણી: એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે : ભારતીય શૈલીની કલરફૂલ લાઈટિંગથી ઝળહળતું સ્ટેચ્યુ ઓફ યુનિટી : પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ...સેલ્ફી લેતા પ્રવાસીઓ : LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે : લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્રીય એકતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ : સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનું આકર્ષણઃસ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ્યુ2:39 PM IST
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં 'હર ઘર સ્વદેશી' અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક : તમામ વિભાગોના વડા-ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું : વિભાગો દ્વારા આયોજિત થતા વિવિધ કાર્યક્રમોમાં પણ સ્વદેશી ઉત્પાદકો પ્રોત્સાહિત થાય તે હેતુસર લોકલ ફોર વોકલ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન3:41 PM IST
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ : એકતાનગરમાં ભારત પર્વમાં છત્તીસગઢ રાજ્યની વિવિધ સાંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત આવ્યા : ભૂપેન્દ્રભાઈ પટેલે છત્તીસગઢના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા4:09 PM IST
શ્રી સત્ય સાંઈ બાબાની જન્મ શતાબ્દીઃ ૧૨ દિવસીય વૈશ્વિક સમારોહ : વિશ્વના ૧૪૦ દેશોમાંથી લાખો શ્રદ્ધાળુઓ પુટ્ટપર્થી પહોંચી રહ્યા છેઃ શ્રી સત્ય સાંઈ બાબાનો ૧૦૦મો જન્મદિવસ ૨૩ નવેમ્બરેઃ તે દિવસે મુખ્ય ઉજવણી : પુટ્ટપર્થીમાં ૧૨ દિવસીય વૈશ્વિક મહાકુંભ : ૧૯મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રૂ.૧૦૦નો સ્મારક સિક્કો બહાર પાડશેઃ મહાનુભાવોની અવરજવર માટે છ હેલિપેડ4:23 PM IST
બીએમડબલ્યુ કારની ઠોકરે ટુવ્હીલરનો બૂકડો : મારવાડી કોલેજના છાત્ર અભિષેક નાથાણીનું મોત : કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક રાતે બે વાગ્યે જીવલેણ અકસ્માત : કોઠારીયા રોડ નંદા હોલ પાસે રહેતો વીસ વર્ષનો યુવાન રાતે ઘરે જતો હતો ત્યારે બનાવઃ પિતા-ભાઇને બાલાજી સ્ટીલ ફર્નિચર નામે કારખાનુઃ યુવાન-આશાસ્પદ દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંતઃ તાલુકા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કર્યો3:00 PM IST
પેંડા ગેંગના ૧૭ સાગ્રીતો સામે ગુજસીટોક : રાજકોટમાં કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતી ગેંગને તીતર-ભીતર કરવા પોલીસે અજમાવ્યું આકરૂ શષા : એક દસકામાં ગંભીર પ્રકારના ૭૧ ગુના આચર્યા હતાં: મંગળા રોડ પર પેંડા કમ પરીયા ગેંગ અને જંગલેશ્વરની મુરગા ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટના બાદ પોલીસ હરકતમાં આવીઃ પેંડા-પરીયા ગેંગના સુત્રધારા રાજપાલસિંહ ઉર્ફ રાજો જાડેજા સહિત સામે ક્રાઇમ બ્રાંચની કાર્યવાહીઃ ૪ પકડાયા, ૧૧ જેલમાં છેઃ બેની શોધખોળ : પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયા, ક્રાઇમ બ્રાંચની ટીમોની કામગીરીઃ આરોપીઓની મિલ્કતો પણ ટાંચમાં લેવા કાર્યવાહી થશેઃ હવે પછી મુરગા ગેંગનો વારો2:41 PM IST
રાજકોટ બાર.એસો. દ્વારા યોજાયેલ ‘નેશનલ લીગલ સેમીનાર' ની અભુતપુર્વ સફળતા સાથે સમાપન : સાંસદ અને ધારાસભ્યો દ્વારા ખુલ્લા મુકાયેલ કાર્યક્રમનું સુપ્રિમ કોર્ટ-હાઇકોર્ટના જજો અને પુર્વ લો-મિનીસ્ટર દ્વારા સમાપનઃ બે દિવસ ચાલેલ સેમીનારમાં મોટી સંખ્યામાં વકીલોની હાજરીઃ નિષ્ણાંતો દ્વારા કાનુની વિષયો ઉપર માર્ગદર્શન અપાયું2:32 PM IST
વોર્ડ નં. ૩ માં સ્નેહમીલન4:21 PM IST
વોર્ડ નં.૧૩માં સ્નેહમિલન4:22 PM IST
યુનિવર્સિટી રોડ પર ટ્રાફિક સિગ્નલ પર કારની ઠોકરે વિદ્યાર્થીની ધ્રુવી કોટેચાનું મોત, માતાને ગંભીર ઇજા : અકસ્માત સર્જનાર હોન્ડા સિટી કાર એક મહિલા ચલાવી રહી હતી : એસ.એન. કણસાગરા સ્કૂલમાં ધોરણ-૮માં ભણતી ૧૫ વર્ષની ધ્રુવી માતા-પિતાની એકની એક દિકરી હતીઃ જગદીશ મંડપ સર્વિસ પરિવારના માતા-પુત્રીને શુક્વારે અકસ્માત નડયો હતોઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો 2:40 PM IST
એકસપોર્ટ ઇમ્પોર્ટના વેપારી ફેનીલ બારસીયા સાથે આદૂના સોદામાં ૨૧ લાખની છેતરપીંડી : મવડી રામધણ પાછળ શ્રીનાથજી પાર્કમાં રહેતાં શાકભાજી-ફળના યુવા વેપારી સાથે બનાવ : બાંગ્લાદેશમાં જે આદુનો માલ મોકલવાનો હતો તે બોર્ડર પર અભિષેક રોયએ બારોબાર વેંચી માર્યોઃ ૨૧ લાખ આપી દેશે એવુ કહી આજ સુધી ન અપ્યાઃ ફોન પણ બંધ કરી દીધોઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી : દુબઇ, શ્રીલંકા, બાંગલાદેશ, યુકે, યુએસએમાં ફળો-શાકભાજીની આયાત-નિકાસ કરે છેઃ મહારાષ્ટ્રના નામપુરમાં રાહુલ ઠાકુર મારફત બાંગ્લાદેશના અભિષેકનો સંપર્ક થયોઃ તેણે વેપાર માટે બેંકનો લેટર ઓફ ક્રેડીટ મોકલી માલ ખરીદ કરાવી બે ટ્રક રવાના કરાવ્યાઃ પણ બાંગ્લાદેશની બોર્ડર પાસે જ બારોબાર આદૂ વેંચી નાંખી રોકડી કરી લીધી3:16 PM IST
શહેરના ૧૧ વોર્ડના વિસ્તારોમાં સફાઇના કોન્ટ્રાકટ થશે ફાઇનલ : કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ પર દરખાસ્ત : વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં વિવિધ સોસાયટીના રસ્તા અને ટીપી રોડ પર મેટલીંગ કરવા, ન્યારી ડેમ ખાતે ૧૫૦ MLD નો ઇન્કવલ બનાવવા તથા સોલીડ વેસ્ટમાં સેકશન મશીન તેમજ આરોગ્ય વિભાગમાં ફોગીંગ મશીન ખરીદવા સહિતના વિવિધ વિકાસકામો અંગે થશે નિર્ણય3:57 PM IST
ખેડૂતોના હક, અધિકાર અને વળતર માટે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનુ વધુ એક કિસાન મહાપંચાયતનું એલાન : કાલે બપોરે ગીર સોમનાથ જિલ્લાના ટોબરા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટશે:જુઓ વિડીયો : ઈસુદાનભાઈ ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા,યુથ વિંગ પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી, મહિલા વિંગ પ્રમુખ રેશ્માબેન પટેલ સહિતના સભા ગજવશે4:38 PM IST
સાયબર ફ્રોડના નાણા પાકિસ્તાન મોકલવાનું કૌભાંડ પકડાયુઃ મોરબીના ૩ શખ્સોની ધરપકડ : પકડાયેલ ત્રણેય શખ્સો ફ્રોડના નાણા એટીએમથી ઉપાડી બાદમાં ક્રિષ્ટેક-યુએસડીટીમાં કન્વર્ટ કરી પાકિસ્તાન મોકલતા હતા : સુરતના સુત્રધારની ધરપકડ બાદ મોરબીના ૭ સહિત પ ના નામ ખુલ્યાઃ ૧૦ કરોડ રૂપિયા પાકિસ્તાન મોકલયા હોવાનું ખુલ્યું1:14 PM IST
ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં ‘વંદે માતરમ'ની ૧૫૦મી જયંતી અવસરે વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ-ગાન : એન. એન. સ્કૂલમાં ખેલ મહાકુંભ રમતોત્સવનું પણ ઉદઘાટન કરાયું: ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ શાહ, શ્રી ચોટીલા એજ્યુકેશન ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા)ની વિશેષ ઉપસ્થિતિ12:04 PM IST
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો :રૂ 1.10 કરોડના હાઈબ્રીડ ગાંજાના ગુન્હાના મુખ્ય આરોપીને 32 લાખથી વધુના મુદામાલ સાથે અન્ય 8 સાગરીતો સહીત 12 આરોપીઓને ઝડપી લેવાયા : આંતર રાષ્ટ્રીય નાર્કોટીક્સનાં રેકેટનો પર્દાફાશ : બેંગકોકથી લાવેલ રૂ, 1.10 કરોડથી વધુના હાઈબ્રીડ ગાંજાના કેસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા 7:46 PM IST
ભાજપ નેતા ટેકાના ભાવે મગફળી ખરીદીને માત્ર એકાદ મહિનામાં દોઢથી બે કરોડની કમાણી કરશે : ઈસુદાન ગઢવી : ભાણવડ, જામખંભાળિયા ખાતે ‘કિસાન મહાપંચાયત' : ખેડૂતો સેંકડોની સંખ્યામાં ઉમટી પડયા ગાંધીનગરની સરકાર ખુરશીના ખેલ સાથે ચાલતું ‘સર્કસ' સમાન છે : ગોપાલ ઇટાલીયા : પંજાબમાં આપ સરકારે ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરો અને ભાગ્યાઓને પણ વળતર ચૂકવ્યું : હેમંત ખવા ખેડૂતોના ઘા ઉપર મલમ લગાવવાનો હતો એની જગ્યાએ મીઠું ભભરાવવાનું કામ આ સરકારે કર્યું છે : સાગર રબારી1:47 PM IST
હાપા યાર્ડમાં ખરીદી શરૂ 1:45 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
શાસ્ત્રોજી દિલીપભાઇ દવેનો આજે જન્મદિન4:41 PM IST






































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































































































































