<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

આટકોટમાં ગુરૂવારે પૂ.જલારામબાપાના ધર્મપત્‍નિ પૂ.વિરબાઇમાતાની પુણ્‍યતિથી ઉજવાશે

પૂ.હરિરામબાપા દ્વારા નિર્મિત મંદિરે ભવ્‍ય કાર્યક્રમઃ આયોજકો ‘અકિલા'ના આંગણે

તસ્‍વીરમાં અકીલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપવા શ્રી વીરબાઈમાં સદા-વ્રત ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના ટ્રસ્‍ટી બીપીનભાઈ જસાણી,જસદણ જલારામ મંદિરના વહીવટકર્તા સંજયભાઈ પોપટ, આટકોટ લોહાણા મહાજનના પ્રમુખ મનાભાઈ વસંત, આટકોટ મંદિરના વહીવટકર્તા રાજુભાઈ વસંત, મેહુલભાઈ ગોંધીયા,રાજકોટના કોર્પોરેટર દક્ષાબેન વસાણી, રાજકોટના લોહાણા મહીલા અગ્રણી સોનલબેન સોમૈયા, નેહાબેન રાચ્‍છ, જાગળતીબેન ખીમાણી અને અકિલા પરિવારના વિજય વસાણી નજરે પડે છે.

રાજકોટ તા.૧૦: ‘‘રામ નામ મેં લીન હૈ, દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ''પૂ.શ્રી જલારામ બાપાના ધર્મપત્‍ની શ્રી વીરબાઈમાતાના પ્રાગટય(જન્‍મ) સ્‍થળ આટકોટ ખાતે વિશ્વના એકમાત્ર અને જસદણના પૂ.હરિરામબાપા દ્વારા નિર્મિત મંદિરે આગામી ગુરુવારે શ્રી વીરબાઈ માતાની પુણ્‍યતિથિની ઉજવણી હોય આટકોટ, જસદણ અને વિછીયાના લોહાણા અગ્રણીઓ તેમજ વીરબાઈમાં મંદિરના ટ્રસ્‍ટીઓ અને વ્‍યવસ્‍થાપકો અકીલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાને આમંત્રણ આપવા આવ્‍યા હતા.

આગામી ગુરુવાર તારીખ ૧૩ ના રોજ યોજાનાર પુણ્‍યતિથિ નિમિત્તે શ્રી વીરબાઈમાં સદા-વ્રત ચેરીટેબલ ટ્રસ્‍ટ આટકોટ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં સવારે સાત વાગ્‍યાથી અખંડ ધૂનનો પ્રારંભ થશે બપોરે ૧૧:૦૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોય ટ્રસ્‍ટ દ્વારા સર્વ ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા યાદીમાં જણાવ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વમાં એકમાત્ર આટકોટ ખાતે આવેલા શ્રી વીરબાઈમાતાના મંદિરની સ્‍થાપના જસદણના પૂ.હરિરામબાપાએ ૩૬ વર્ષ પહેલા કરી હતી, જે જગ્‍યાએ પૂ.વીરબાઈમાતાનું પ્રાગટય(જન્‍મ) થયો હતો તે જગ્‍યા ઉપર હાલ મંદિર છે અને મંદિરની સામે પૂ.જલારામબાપા અને પૂ. વીરબાઈમાતા લગ્નગ્રંથિ જોડાયા હતા તે જગ્‍યા ઉપર ટ્રસ્‍ટ દ્વારા અન્નક્ષેત્ર અને ભોજન શાળા ચાલી રહી છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણ જલારામ મંદિર અને આટકોટ વીરબાઇમાં મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ, વહીવટ કર્તાઓ સહિત આટકોટના ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:19 PM IST)