<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

દિલ્હી બ્લાસ્ટ અપડેટ: આતંકવાદી કાવતરાનો પર્દાફાશ

ગુજરાત એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ફરીદાબાદ ખાતેથી ૩ ટન વિસ્ફોટક સામગ્રી કબજે લીધીતી: જમ્મુ અને કાશ્મીરમાં પણ સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપતા પહેલા જ તેને અટકાવી દીધી હતી: એજન્સીઓ માની રહી છે કે આ ત્રણેય ઘટનાઓ એક જ મોટા આતંકવાદી કાવતરાનો ભાગ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીને હચમચાવી દેવાનો હતો

નવી દિલ્હી : લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટ કેસમાં તપાસ એજન્સીઓએ મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ ભયાનક ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૧ પર પહોંચી ગયો છે, જ્યારે ૨૪થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ છે. તપાસમાં આ બ્લાસ્ટના તાર સીધા ફરીદાબાદમાંથી તાજેતરમાં જપ્ત કરાયેલા જંગી વિસ્ફોટકો સાથે જોડાયેલા હોવાનું સ્પષ્ટ થયું છે.

 

બ્લાસ્ટવાળી કારની ઓળખ થઈ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જે કારમાં વિસ્ફોટ થયો તે હ્યુન્ડાઇ આઈ–ટ્વેન્ટી હતી અને તેનો રજીસ્ટ્રેશન નંબર એચઆર ૨૬  છે. આ કાર હરિયાણાના ફરીદાબાદ ખાતે રહેતા મોહમ્મદ નદીમ શાહ નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. વિસ્ફોટ આઈ–ટ્વેન્ટી  કારના પાછળના ભાગમાં થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

 

ફરીદાબાદ આરડીએક્સ કેસ સાથે જોડાણ:

સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ દાવો કર્યો છે કે આ ઘટનાને ફરીદાબાદ ખાતેથી તાજેતરમાં જપ્ત કરાયેલા જંગી આરડીએક્સ (આરડીએક્સ) અને અન્ય સ્ફોટકો સાથે સીધો સંબંધ છે.

 * એક અહેવાલ મુજબ, ગુજરાત એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ફરીદાબાદ ખાતેથી આશરે ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી કબજે લીધી હતી.

 * આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરમાં પણ સુરક્ષા દળોએ એક મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપતા પહેલા જ તેને અટકાવી દીધી હતી.

 * એજન્સીઓ માની રહી છે કે આ ત્રણેય ઘટનાઓ એક જ મોટા આતંકવાદી કાવતરાનો ભાગ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીને હચમચાવી દેવાનો હતો.

 

આતંકવાદી હુમલો સ્પષ્ટ:

આ નવા પુરાવાઓ મળ્યા બાદ, દિલ્હી પોલીસ અને એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) આ ઘટનાને સ્પષ્ટપણે આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે. દિલ્હીમાં હાઈ એલર્ટ યથાવત છે અને શંકાસ્પદ કાર માલિક નદીમ શાહ તેમજ અન્ય શંકાસ્પદોની શોધખોળ માટે દિલ્હી-એન સી આર વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

(11:15 PM IST)