<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ગોંડલના નવાગામમાં ૧૦૫ વર્ષના જીવુબેન સોલંકીએ અગ્નિસ્‍નાન કરી આપઘાત કર્યો

કકવાની બિમારી હતીઃ પોતે એકલવાયુ જીવન જીવતા હતાં

 

 

રાજકોટ તા. ૧૦: ગોંડલના નવાગામમાં રહેતાં ૧૦૫ વર્ષના વૃધ્‍ધાએ  અગ્નિસ્‍નાન કરી આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. જાણવા મળ્‍યા મુજબ ગોંડલના નવાગામમાં રહેતાં જીવુબેન વાલજીભાઇ સોલંકી (ઉ.વ.૧૦૫) નામના વૃધ્‍ધાએ  સવારે છએક વાગ્‍યે શરીરે કરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, રવિભાઇ અને પ્રતાપભાઇએ સુલતાનપુર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનારા જીવુબેનને સંતાનમાં બે દિકરી અને પાંચ દિકરા છે. જીવુબેન હાલ એકલા રહેતાં હતાં. તેમને કકવાની બિમારી લાગુ પડી હોઇ કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૮)

(10:56 AM IST)