તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત
વહીવટી કામગીરી વધુ સરળ, સહજ અને જનઉપયોગી બની રહે તેવા પ્રયાસોને વેગ આપવો જોઈએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદ તા.૧૦ : ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે શુભેચ્છા મુલાકાત લીધી. રાજ્યપાલશ્રીએ મનોજ કુમાર દાસને મુખ્યસચિવ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતની પ્રગતિ વધુને વધુ વિસ્તરતી રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વહીવટી કામગીરી વધુ સરળ, સહજ અને જનઉપયોગી બની રહે તેવા પ્રયાસોને વેગ આપવો જોઈએ.
મુખ્યસચિવશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ નાગરિકોની સેવા માટે દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમજ તેમાં દિનપ્રતિદિન નવીનતા તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અરજદારોની કામગીરી વધુ ઝડપી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ, પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનો સાથે વધુને વધુ લોકો જોડાય તેમજ જનજાગૃતિ આવે તેવા પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવુ જોઈએ.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
