<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

વડોદરામાં કોયલીના સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં આગ ભભૂકી

દાવાઓ સહિત આખો મેડિકલ સ્ટોર બળીને ખાખ થઈ ગયો: ફાયર બિગ્રેડ ની ટિમોએ આગ પર કાબુ મેળવ્યો.

વડોદરામાં કોયલીના સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા બંસલ મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે અચાનક જ આગ લાગી ગઈ હતી, જેમાં દાવાઓ સહિત આખો મેડિકલ સ્ટોર બળીને ખાખ થઈ ગયો હતો.  સાગર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલા વિસ્તારનો આ સૌથી મોટો મેડિકલ સ્ટોર છે. ઘટનાની જાણ થતાં જ મેડિકલ ઘટના સ્થળે વડોદરા ફાયર બિગ્રેડ ની ટિમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. 

 

(9:10 PM IST)