News of Monday, 10th November 2025
એટલાન્ટીસ હીલ્સનાં રહેવાસીઓ માટે નિઃશુલ્ક આયુર્વેદીક મેડીકલ કેમ્પ યોજાયોઃ મોટી સંખ્યામાં ફલેટ હોલ્ડર્સોએ લાભ લીધો

રાજકોટઃ એટલાન્ટીસ હીલ્સ (રૈયાધાર પાસે) ખાતે તાજેતરમાં પ્રકળતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ફલેટ હોલ્ડર્સ દ્વારા બહોળી સંખ્યામાં આયુર્વેદિક મેડીકલ કેમ્પ નો લાભ લેવામાં આવ્યો હતો. ડો. રાજદીપ વાઢેર, ડો. નીકુંજ સોઢા, ડો. પ્રદીપ રાઠોડ, દીનેશભાઈ ભાયાણી વગેરે એ જરૂરી મેડીકલ ચેકઅપ તથા આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપેલ. એટલાન્ટીસ હીલ્સ સોસાયટીનાં પ્રમુખ કીર્તિભાઈ શાહ તથા સર્વશ્રી ધવલભાઈ ખીમાણી, વીમલભાઈ વોરા, લોકેશભાઈ સોલંકી, હસમુખભાઈ વસા, ભરતભાઈ મહેતા, ધવલભાઈ મહેતા, રાજવીબેન ફળદુ, સાનવીબેન સૂરેજા,આરતીબેન ઝાલા, દીપાલીબેન સોલંકી, દેવાંગભાઈ પરમાર, દર્શનભાઈ પરમાર, રોનકભાઈ પરમાર વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
(4:19 PM IST)










