<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

કાનૂની સહાય પરોપકારનું કાર્ય નથી, પરંતુ તે એક નૈતિક ફરજ છેઃ CJI ગવઇ

આવી સેવામાં રોકાયેલા લોકોને દેશના દરેક ખૂણા સુધી કાયદાનું શાસન સુનિશ્‍ચિત કરવા અપીલ

નવી દિલ્‍હી, તા.૧૦: કાનૂની સહાય માત્ર પરોપકારનું કાર્ય નથી, પરંતુ તે એક નૈતિક ફરજ છે. કાનૂની સહાય ચળવળમાં રોકાયેલા લોકોએ દેશના દરેક ખૂણા સુધી કાયદાનું શાસન વિસ્‍તરે તે સુનિશ્‍ચિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. તેમણે વહીવટી કલ્‍પનાશક્‍તિ સાથે તેમની ભૂમિકા નિભાવવી જોઈએ તેમ ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ બીઆર ગવઈએ રવિવારે જણાવ્‍યું હતું.

‘કાનૂની સહાય વિતરણ વ્‍યવસ્‍થાતંત્ર મજબૂત બનાવવા' અને ‘કાનૂની સેવા દિવસ'ની ઉજવણી પર રાષ્‍ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં બોલતાં CJI ગવઈએ સૂચન કર્યું હતું કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) અને SLSAમાં એડવાઈઝરી કમિટીની રચના કરવી જોઇએ. નીતિ આયોજનમાં સાતત્‍ય જાળવી રાખવા માટે આ સમિતિમાં વર્તમાન એક્‍ઝિકયુટિવ વડા અને અને બે કે ત્રણ ભાવિ કાર્યકારી વડાઓનો સમાવેશ કરવો જોઇએ. આ સમિતિ લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે પ્રોજેક્‍ટ્‍સની ચર્ચાવિચારણા અને તેની દેખરેખ માટે ત્રિમાસિક અથવા દર છ મહિને બેઠક યોજી શકે છે. તેઓ NALSAના કાર્યકારી અધ્‍યક્ષ હતાં ત્‍યારે તેમના સાથીદારો જસ્‍ટિસ સૂર્યકાંત અને જસ્‍ટિસ વિક્રમનાથે સાથે કામ કર્યું હતું, દેશના વિવિધ ભાગોમાં સાથે પ્રવાસ કર્યો હતો.

ઘ્‍થ્‍ત્‍ ગવઈએ જણાવ્‍યું હતું કે કાનૂની સહાય ચળવળમાં રોકાયેલા લોકો, પછી ભલે તે અધિકારીઓ હોય, વહીવટકર્તા હોય કે સ્‍વયંસેવકો હોય, તેમણે વહીવટી કલ્‍પનાશક્‍તિ સાથે તેમની ભૂમિકા નિભાવવી જોઈએ. કાનૂની સહાય એ માત્ર દાનનું કાર્ય નથી, પણ નૈતિક ફરજ છે. તે વહીવટની એક કવાયત છે, જે સુનિશ્‍ચિત કરે છે કે કાયદાનું શાસન આપણા દેશના દરેક ખૂણા સુધી વિસ્‍તરે છે. તેમણે ન્‍યાય, આયોજન, સંકલન અને નવીનતા લાવતા વહીવટકર્તાઓ તરીકે વિચારવું જોઈએ, જેથી ખાતરી કરી શકાય કે ખર્ચવામાં આવેલ દરેક રૂપિયો, કરવામાં આવેલ દરેક મુલાકાત અને કરવામાં આવેલ દરેક હસ્‍તક્ષેપ ખરેખર જરૂરિયાતમંદ વ્‍યક્‍તિના લાભદાયક બને છે.

 

(10:23 AM IST)