તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
પ્રિવેડીંગ શુટીંગ વખતે વેરાવળના આદ્રીના દરિયામાં લાપતા યુવતિનો મૃતદેહ ૬૦ કલાકે મળ્યો
માંગરોળનાં ઢેલાણા ગામના જયોતી હરસુખભાઇ પરમારના મૃત્યુથી અરેરાટી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: વેરાવળ તાલુકાના આદ્રી ગામે પ્રિવેડીગ શુંટીગ માટે ગયેલા હોય તેમાંથી એક યુવતી દરીયામાં તણાય ગયેલ હોય જેનો મળતદેહ ૬૦ કલાક બાદ માંગોળ દરીયાકિનારે થી મળી આવેલ હતો જેથી પરીવારમાં ભારે આક્રંદ છવાયેલ છે.
વેરાવળ તાલુકાના આદ્રી ગામે પ્રિવેડીગ કરવા ગયેલા યવાનો યુવતી ઓમાં મુળ.માગરોળ હાલ.નવાપરા રહેતા જયોતીબેન હરસુખભાઈ ૫રમાર ઉ.૩૧ ભારે મોજુ આવતા તણાય ગયેલ હતી જેનો મળતદેહ ૬૦ કલાક બાદ માંગરોળ દરીયાકિનારેથી મળી આવેલ હતો હાલ નવાપરા રહેતા પરમાર પરીવાર મુળ.માંગરોળ ના ઢેલાણા ગામના છે મળતદેહ પણ માંગરોળ દરીયામાં મળતા તેને માંગરોળ હોસ્પીટલ ખાતે પી.એમ માટે લઈ જવાયેલ છે ૬૦ કલાક બાદ મળતદેહ મળી આવતા પરિવારમાં ભારે આક્રંદ છવાયેલ છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
