<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

કુવાડવા રોડ ચામુંડા સોસાયટીના યુવાનનું બેભાન હાલતમાં મોતઃ પિતાનો હત્‍યાનો આક્ષેપ

સંત કબીર રોડ પર સર્ર્વિસ સ્‍ટેશનમાં ફ્રીઝ રીપેરીંગનું કામ કરતો હતોઃ કામના પૈસા મામલે ઉપાડી જઇ માર મારવામાં આવ્‍યાનો પિતાએ આક્ષેપ કરતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૧૦: કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે શ્રી ચામુંડા સોસાયટીમાં રેહતાં મનહરસિંહ જીલુભા સોઢા (ઉ.વ.૨૩) નામના યુવાન સવારે અગીયારેક વાગ્‍યે સંત કબીર રોડપર આવેલા ખોડીયાર રેસ્‍ટોરન્‍ટ પાસે પ્રિમીયમ સર્વિસ સ્‍ટેશન ખાતે હતા ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. મુળ કચ્‍છના વગડ ગામના આ યુવાન સાથે બે દિવસ પહેલા મારામારી થયાનું અને તેને ઉઠાવી જઇ મારકુટ કરવામાં આવ્‍યાનો અને મારને કારણે મોત થયાનો પિતાએ આક્ષેપ કરતાં મોતનું કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે.

મનહરસિંહ સોઢા નામના યુવાન ચામુંડા સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં હતાં અને ફ્રીઝ રીપેરીંગનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. તે માતા-પિતાના એકના એક પુત્ર હતાં. આજે સંત કબીર રોડના સવિસ સ્‍ટેશને હતો ત્‍યારે બેભાન થઇ ગયો હતો. હોસ્‍પિટલમાં ખસેડાતાં તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેના પિતા જીલુભા સોઢાએ જણાવ્‍યું હતું કે અમે મુળ કચ્‍છ વાગડના વતની છીએ. મારા દિકરાને સર્ર્વિસ સ્‍ટેશન ખાતે કામના રૂપિયા બાબતે એક ભરવાડ શખ્‍સ સહિતના તેને ઉપાડી ગયા હતાં અને માર માર્યો હતો. મારને કારણે તેનું મૃત્‍યુ થયું છે. પિતાના આક્ષેપને પગલે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવી પોલીસે તપાસ હાથ ધરી છે. 

 

(3:54 PM IST)