<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો ન ઉકેલાય તો. તા. ૧ ડીસેમ્‍બરથી ઉપવાસ આંદોલન

અમદાવાદની પડકાર રેલીમાં સરકારને ચેતવણી

ગઇકાલે અમદાવાદમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા યોજાયેલ પડકાર રેલીને મંચ પરથી સૌરાષ્‍ટ્ર વિભાગીય મહામંત્રી સંગીતાબેન દવેએ સંબોધેલ તે પ્રસંગની તસ્‍વીર.

અમદાવાદ તા. ૧૦ :.. સીઆઈટીયુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા  ૨૬ જિલ્લામાંથી ૨૦,૦૦૦ થી વધુ આંગણવાડી વર્કરો અમદાવાદની શેરીઓમાં ઉતરી પડી હતી અને મેમ્‍કો સર્કલ પાસે આવેલ વીર સાવરકર રમત ગમત સંકુલના મેદાનમાં વિશાળ પડકાર રેલીનો કાર્યક્રમ યોજ્‍યો હતો.

આંગણવાડી વર્કરોનું  સરકાર દ્વારા શોષણ થતું હોય તે સામે જબ્‍બર રોષ વ્‍યક્‍ત કર્યો હતો. તથા ભારે સૂત્રોચાર કર્યા હતા.

ગુજરાત હાઇકોર્ટે ૨૦૨૪ ઓગસ્‍ટ મહિનામાં આંગણવાડી વર્કરની તરફેણમાં ચુકાદો આપ્‍યો હોવા છતાં સરકારે તેમાં અપીલ દાખલ કરી હતી અને તે અપીલમાં પણ ગુજરાત હાઇકોર્ટની બે ન્‍યાયમૂર્તિઓની બેંચે આંગણવાડી વર્કર તથા હેલ્‍પર નું વેતન તદ્દન નજીવો હોય ને તેઓને ચોથા વર્ગના કર્મચારીને મળતું લઘુતમ વેતન વર્કરને ૨૪,૮૦૦ તથા હેલ્‍પરને ૨૦,૩૦૦ વેતન આપવાનો સીધો જ આદેશ રાજ્‍ય સરકારને તારીખ ૧ ૪ ૨૦૨૫ ની અસરથી ચૂકવવા તારીખ ૨૦ -૮ -૨૦૨૫ ના રોજ કરેલ હોવા છતાં રાજ્‍ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત ન કરાતા આંગણવાડી વર્કર અને હેલ્‍પર શેરીઓમાં ઉતરી પડી હતી. તેમ આંગણવાડી કર્મચારી સંગઠન જણાવે છે.

આ પ્રસંગે સી આઈ ટી યુ ના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ઙ્કમુખ અરુણ મહેતા, સીટુ ના ઙ્કમુખ સતિષભાઈ પરમાર, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાશબેન રોહિત દ્વારા  પ્રવચનમાં આંગણવાડી વર્કરના કરાતા શોષણ પ્રત્‍યે રોષ કર્યો હતો તથા આઇસીડીએસ યોજનાને ૫૦ વર્ષ પૂરા થયા હોય ને તેને મજબૂત કરવા માટે તમામ આંગણવાડી વર્કરો તથા સક્રિય ભૂમિકા ભજવશે તેવી જાહેરાત કરી હતી ઉપરાંતમાં આગેવાનોએ આ પડકાર સંમેલન દ્વારા ચેતવણી આપતા જણાવ્‍યું હતું કે છેલ્લા એક વર્ષથી આંગણવાડી વર્કર તથા હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરો નિવળત્તિ વય મર્યાદા ૬૦ કરો બાળકોના કુપોષણના આહાર ના દરમાં વધારો કરો એક સમય બદલીની તક આપો આપેલા વચન મુજબ યુદ્ધના ધોરણે તાત્‍કાલિક મોબાઈલ આપો સહિતની માગણી માટે આંદોલન કરી રહી છે, ખુદ મુખ્‍યમંત્રી દ્વારા ૧૦ મી માર્ચે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ઙ્કતિનિધિ મંડળને ઙ્ક‘ોના ઉકેલની ખાતરી છતાં એક પણ માગણી નો ઉકેલ યોજાયો નથી તેમ જ મંત્રીશ્રી દ્વારા પણ કોઈ જ બેઠક યોજવામાં આવી નથી અને તે સંજોગો જોતા આ પડકાર રેલીમાં આગામી ૧ થી ૧૦ ડિસેમ્‍બર સુધી ઉપવાસ આંદોલન તથા ૧૦૦૦ બહેનોની ભુખહડતાલ નો કાર્યક્રમ તેમજ જરૂર જણાય એ ગાંધીનગર ચક્કાજામનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી. આ રેલીને શ્રી અરુણ મહેતા સતિષભાઈ પરમાર કૈલાસબેન રોહિત ઉપરાંત આશા યુનિયનના મહામંત્રી અશોકભાઈ સોમપુરા સૌરાષ્‍ટ્ર ઝોન ના પ્રમુખ રંજનબેન સાંગાણી મહામંત્રી સંગીતાબેન દક્ષિણ ઝોન ના પ્રમુખ રેખાબેન પાટીલ સહિતના આગેવાનોએ સંબોધન કર્યું હતું.

(2:30 PM IST)