<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

મેહુલ ચોકસીની ૪૬ કરોડની પ્રોપર્ટીના ઓકશનનીસ્‍પેશ્‍યલ કોર્ટે મંજૂરી આપી

પીએનબી સાથેની ૨૩ હજાર કરોડની છેતરપિંડીનો આરોપ : બોરીવલીના ફલેટ્‍સ, બીકેસીની વિશાળ ઓફિસ અને ચાંદીની પાટો સામેલઃ પ્રાપ્ત રકમની કોર્ટના નામે એફડી થશે

મુંબઈ, તા.૧૦: મુંબઈની એક સ્‍પેશ્‍યલ કોર્ટે પંજાબ (પીએનબી) સાથેની છેતરપિંડીના કેસના કેન્‍દ્રમાં રહેલી કંપની  ગીતાંજલી જેમ્‍સ લિમિટેડ ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીની ૧૩ અનસિકયોર્ડ પ્રોપર્ટીની કિંમત કઢાવી એની લિલામી (ઓકશન) કરવાની છુટ આપી છે.

ચોથી નવેમ્‍બરના પોતાના ઓર્ડરમાં કોર્ટે એવો નિર્દેશ આપ્‍યો હતો કે ઓકશનમાંથી મળનારી રકમ સ્‍પેશ્‍યલ કોર્ટના નામે જ ફિકસ્‍ડ ડિપોજિટ (એફડી)માં મુકાય.

બધી મળીને અંદાજે રૂ.૪૬ કરોડની આ પ્રોપર્ટીઝની કિંમત થાય છે. એમાં બોરીવલીના આશરે રૂ.૨.૬ કરોડના ૪ ફલેટ, બીકેસીના ભારત ડાયમંડ બુર્સ ખાતેનું ૧૪ ર્પાકિંગ સ્‍પેસ સાથેના લગભગ રૂ.૧૯.૭ કરોડના એક કમર્શિયલ યુનિટ, ગોરેગામ ઈસ્‍ટના છ ઈન્‍ડસ્‍ટ્રીયલ ગાળા અને ગોરેગામના ઉદ્યોગ નગર ખાતેના એક બીજા ગાળાનો સમાવેશ થાય છે.ચોકસીની મિલકતની યાદીમાં ચાંદીની પાટો, સેમીપ્ર પ્રેસિયસ સ્‍ટોન્‍સ અને કંપનીની જયપુરની ફેકટરીની મશીનરીનો પણ ઉલ્લેખ છે. એ બધાની વેલ્‍યુ (કિંમત) ૨૦૧૮માં આકારાઈ હતી.

કોર્ટે પોતાના ઓર્ડરમાં એવો ખુલાસો કર્યો હતો કે ફક્‍ત અનસિકયોર્ડ પ્રોપર્ટીઝનું ઓકશન થશે. જ્‍યારે જે પ્રોપર્ટીઝ પર સિકયોર્ડ ક્રેડિટર્સ (ધિરાણ આપનારાઓ)એ દાવો કર્યો છે એની લિલામી નહિ કરી શકાય. પ્રોપર્ટીઝની માલિકી અથવા એમના વેચાણમાંથી મળનારી રકમ જપ્ત કરવા સંબંધના નિર્ણયો કેસની સુનાવણી પુરી થયા બાદ જ લેવાશે એમ કોર્ટે વધુમાં જણાવ્‍યું હતું.

એન્‍ફોર્સમેન્‍ટ ડિરેકટોરેટ (ઈડી)ની તપાસ હેઠળના પીએનબી છેતરપિંડી કેસમાં ગીતાંજલી જેમ્‍સ લિમિટેડ એક મુખ્‍ય આરોપી કંપની છે

(4:08 PM IST)