News of Monday, 4th May 2026
કાળઝાળ ગરમીમાં ઘુડખર અભયારણ્યમાં વન વિભાગ દ્વારા પશુ પક્ષીઓને પાણી માટે અવેળાઓમાં ટેન્કર થકી પાણી ભરી વ્યવસ્થા
અભયારણ્યમાં અંદાજીત 70 થી વધુ અવાડા તેમજ નાની મોટી પાણીની કુંડી ભરવામાં આવે છે જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલ વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે

કાળઝાળ ગરમીમાં વન્ય જીવોને પાણીની સુવિધાઓ મળી રહે તે માટે કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં વન વિભાગ દ્વારા પશુ પક્ષીઓને પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા રણમાં આવેલ અવેળાઓમાં ટેન્કર થકી પાણી ભરી વન્યજીવો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
હાલ રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને કાળઝાળ ગરમી પણ પડી રહી છે ત્યારે પશુ પક્ષી તેમજ પ્રાણીઓની શુ દશા થતી હશે. ત્યારે કચ્છનું નાનું રણ જેનો વિસ્તાર 4953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજીત 45 થી 48 સુધી પહોંચે છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર, તેમજ પક્ષીઓ માટે પણ ઘુડખર અભ્યારણ દ્વારા રણની અંદર આવેલ અવાડામાં ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યા છે.
કચ્છના નાના રણમાં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ આવેલ છે. આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા ટેન્કરથી પાણી અવાડા ભરવામાં આવે છે.
આ અભયારણ્યમાં અંદાજીત 70 થી વધુ અવાડા તેમજ નાની મોટી પાણીની કુંડી ભરવામાં આવે છે જેના કારણે રણ વિસ્તારની અંદર આવેલ વન્યજીવોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે અભયારણ્યના અધિકારી ધ્યાન રાખી રહ્યા છે. આ રણના વિસ્તારને પાંચ જિલ્લાની બોર્ડર લાગે છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
