<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

કોંગ્રેસ માટે ‘સંજીવની' સમાન તક : ગુમાવેલી સત્તા પાછી મેળવવા સુપરસ્‍ટાર વિજયની પાર્ટી ટીવીકેની ખુલ્‍લી ઓફર

બીજા પક્ષોને ટેકો આપીને કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે : અમારી સાથે જોડાઈને જૂનો દબદબો પાછો મેળવો : વિજયના પિતા એસ.એ. ચંદ્રશેખરનો ધડાકો

ચેન્નઈ : સાઉથના સુપરસ્‍ટાર વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ એટલે કે ટીવીકે સાથે ગઠબંધન કરવા માટે તેમના પિતા અને પીઢ દિગ્‍દર્શક એસ.એ. ચંદ્રશેખરે કોંગ્રેસને ખુલ્‍લું આમંત્રણ આપતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું છે કે કોંગ્રેસ ભલે એક ઐતિહાસિક અને પરંપરાગત પાર્ટી રહી હોય, પરંતુ સતત અન્‍ય પ્રાદેશિક પક્ષોને સમર્થન આપવાના કારણે તેની પોતાની તાકાત સાવ ખતમ થઈ ગઈ છે.

ચંદ્રશેખરે મોટો દાવો કર્યો છે કે હવે કોંગ્રેસ માટે પોતાની ગુમાવેલી સત્તા અને ઓળખ પાછી મેળવવાનો યોગ્‍ય સમય આવી ગયો છે.

તેમના કહેવા મુજબ વિજય પોતે કોંગ્રેસને તે તાકાત આપવા માટે તૈયાર છે, જેનાથી પાર્ટી પોતાની જૂની શાન પાછી મેળવી શકે. રાજકીય વર્તુળો અને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર આ ખુલ્‍લી ઓફરથી ભારે ચર્ચા જાગી છે. આ ઓફરને કોંગ્રેસ માટે એક સોનેરી તક ગણાવતા ચંદ્રશેખરે આહ્વાન કર્યું છે કે કોંગ્રેસે આ તક ઝડપી લઈને વિજયની પાર્ટી સાથે ગઠબંધન કરીને આગળ વધવું જોઈએ.

(3:53 PM IST)