તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પની ‘અગ્નિપરીક્ષા’: અસંભવ મિલિટ્રી ઓપરેશન કે પછી ઐતિહાસિક સમજૂતી? હવે આરપારનો જંગ
ટ્રમ્પનું ટ્રમ્પ કાર્ડ ક્યાં જશે?: દુનિયાના નકશા પર અમેરિકાના વર્ચસ્વ માટે ટ્રમ્પ પાસે હવે કોઈ મધ્યમ માર્ગ નથી:કાં તો ભીષણ સૈન્ય કાર્યવાહી અથવા તો એવી સમજૂતી જે દુનિયાને હચમચાવી દે:ઈરાન અને ચીનના પડકારો સામે ટ્રમ્પની ‘ડો ઓર ડાઈ’ નીતિ:શું ‘સુપર સોલ્જર’ પ્રોજેક્ટનો થશે ઉપયોગ? આખી દુનિયામાં ફફડાટ

નવી દિલ્હી: અમેરિકાના રાજકારણમાં અને ખાસ કરીને વૈશ્વિક સંરક્ષણ નીતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે સૌથી મોટા વળાંક પર ઉભા છે. આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતોનું માનીએ તો, ટ્રમ્પ પાસે હવે માત્ર બે જ રસ્તા બચ્યા છે: કાં તો કોઈ એવું અસંભવ મિલિટ્રી ઓપરેશન પાર પાડવું જે દુશ્મનોના દાંત ખાટા કરી દે, અથવા તો એવી કોઈ વૈશ્વિક સમજૂતી કરવી જે અત્યાર સુધી અશક્ય મનાતી હતી.
મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુ્રઆરીએ ઈરાન સામે શરૂ કરેલું યુદ્ધ ૮ એપ્રિલથી અટકેલું છે. ત્યાર પછી પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો નિષ્ફળ પ્રયત્ન થઈ ગયો છે. આ સિવાય ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર નાકાબંધી સામે અમેરિકાએ ઈરાનના બંદરો પર નાકાબંધી કરેલી છે. આ સામ-સામી નાકાબંધી વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા થઈ શકી નથી અને ત્યારથી અમેરિકા અને ઈરાન ધાક-ધમકી વચ્ચે પરસ્પર શાંતિ પ્રસ્તાવો આપી રહ્યા છે.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાસે યુદ્ધવિરામ અંગે નિર્ણય લેવાનો સમય ઘટી ગયો છે. તેમણે આ માટે ચીન, રશિયા અને યુરોપના વલણમાં આવેલા ફેરફાર ટાંક્યા હતા. આ સાથે ઈરાને પ્રમુખ ટ્રમ્પને ૧૪ સૂત્રોનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. ઈરાને કહ્યું, બંને પક્ષો વચ્ચે પેન્ડિંગ મુદ્દાનો ૩૦ દિવસમાં ઉકેલ આવવો જોઈએ અને યુદ્ધવિરામને લંબાવવાના બદલે યુદ્ધ સમાપ્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ. તહેરાનના પ્રસ્તાવમાં ઈરાનની સરહદેથી અમેરિકન સૈન્ય દળોને પાછા હટાવવા, નાકાબંધી દૂર કરવી, ઈરાનની જપ્ત સંપત્તિઓને મુક્ત કરાવવી અને પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે. સાથે લેબનોન સહિત બધા જ મોરચા પર યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝની ખાડી માટે એક નવા તંત્ર પર સહમતીનો પણ ઉલ્લેખ કરાયો હતો.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
